Poojavidhi – (પૂજાવિધિ શું છે ?)

ગુજરાતી
આદર વ્યક્ત કરવો એજ પૂજા છે, તો આદર વ્યક્ત કરવાની રીતી એટલે જ પૂજાની વિધિ – પૂજાવિધિ.
ભિન્ન ભિન્ન વાતાવરણમાં ઉછરેલા માણસોની આદર વ્યક્ત કરવાની રીતી અર્થાય પૂજાવિધિ પણ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. ઘણુંખરું આ આદર વ્યક્ત કરવાની રીત સમય જતા પરંપરાગત રીવાજ બની જાય છે, રૂઢ થી જાય છે – એ જ છે પૂજાવિધિ.
લશ્કરમાં અધિકારીને આદર આપવા સૈનિક ક્યારેક સાવધાન અવસ્થામાં ઊભો રહે છે તો વળી ક્યારેક સાથે સાથે જમણા હાથે સલામી પણ આપે – જેવી અધિકારીની પદવી. આ એક રીવાજ થઈ ગયો, વિધિ થઈ ગઈ.
ઇંગ્લેન્ડની રાણી આવે ત્યારે સ્વાગતમાં લાલ જાજમ પથરાય, રાણીનો લાંબો ઝભ્ભો બે જણા ઉપાડીને ચાલે, લોકો નમન કરે, સૈનિકો સલામી આપે, આગળ બેન્ડ-વાજા લાગે… આ પણ એક પ્રકારની પૂજાવિધિ જ છે. સમય જતા દેશની કોઈ મહાન વ્યક્તિના સ્વાગતમાં આ પ્રકારની રીતી જ અપનાવાઈ. એ જ પૂજાવિધિ.
દેશકાળ અને વ્યક્તિ અનુસાર પરંપરાગત રીવાજ બની ગયેલ આદર વ્યક્ત કરવાની રીતે એ જ પૂજાવિધિ.
ભારતમાં પણ પૂજાવિધિ જુદા જુદા પ્રકારની જોવા મળે છે. ભારતમાં અતિથિને દેવ સમાન ગણવામાં આવ્યા છે. પ્રાચીન ભારતમાં અતિથી ધર- આગણે આવે ત્યારે સહેજે એને પ્રથમ તો મીઠા વચનોથી આવકાર આપતો. તે સમયે ચાલીને, મુસાફરી કરીને આવનાર અતિથિને પગ ધોવા, હાથ-મોઢું ધોવા પાણી અપાતું, જેથી તે સ્વસ્થ બને. ત્યારબાદ પીવા પાણી અપાતું જેથી એની તરસ છીપે. સમયાનુસાર એને ભોજન પણ કરાવતું. આવનાર મહેમાન જો વધુ આદરણીય હોય તો કુંકુમ ચોખાથી વધાવવામાં આવે, ચાંદલા થાય, પુષ્પમાળા અર્પણ કરવામાં આવે , સારા વસ્ત્રો આપવામાં આવે, વાતાવરણને સુગંધી દ્રવ્યોથી પવિત્ર બનાવવામાં આવે, તે કાળમાં ગણાતી સંપતિ, જેવી કે દૂધ-ઘી-ધાન્ય આદિ ભેટ ધરવામાં આવે વગેરે.
વળી, આ બધી ક્રિયાઓ સાથે અંતરની શુભ ભાવનાઓ સંસ્કૃતના (તે સમયે બોલાતી લોકભાષા) શ્લોકાગણ દ્વારા વ્યક્ત થતી. આમ, ક્રિયા અને ભાવનાનો સુમેળ હતો. આ પ્રકારની વિધિ જ પાછળથી પંચોપચાર, દશોપચાર, ષોડોપચાર પૂજાવિધિ તરીકે સ્વીકારાઈ. જેવી વ્યક્તિની મહત્તા તેવી પૂજાની વિધિ. પંચોપચાર કહેતાં પાંચ પ્રકારે, દશોપચાર કહેતા દસ પ્રકારે અને ષોડોપચાર કહેતાં સોળ પ્રકારે, થતી પૂજા.
ષોડોપચાર વિધિ મુખ્ય પ્રકારે હોય છે. :-
૧. આહવાન (આમંત્રણ આપવું, આવકાર આપવો),
૨.આસન (બેસવાનું આસન આપવું),
૩.પાદ્ય (ચરણ ધોવા પાણી આપવું),
૪. અર્ધ્ય (ચાંદલો કરી ચોખાથી વધાવવા),
૫. આચમન (પીવા પાણી આપવું),
૬.સ્નાન,
૭. વસ્ત્ર (ઉત્તમ વસ્ત્રો આપવા),
૮. ઉપવીત (નવી જનોઈ ધારણ કરાવવી),
૯. ગંધ (અત્તરાદિ દ્રવ્યો છાંટવા),
૧૦. ધૂપ (વાતાવરણ સુગંધિત કરવું),
૧૧ દીપ (દીવો પ્રગટાવી અજવાળું કરવું),
૧૨.નેવેદ્ય(ભોજન કરાવવું)
૧૩. આરતી,
૧૪. પ્રદક્ષિણા,
૧૫. પુષ્પાંજલિ (ફૂલહારવિધિ),
૧૬.રાજોપચાર (છત્ર,ચામર,પાદુકા વગેરે અર્પણ કરવું તથા વાજિંત્રો વડે સુમધુર સંગીત સંભળાવવું, નૃત્ય વગેરેથી મનોરંજન કરાવવું).
અત્યારના વર્તમાન સંદર્ભમાં પણ આપણે ત્યાં કોઈ વ્યક્તિ આવે ત્યારે એક અથવા બીજા સ્વરૂપે આપણે ઉપરોક્ત ક્રિયાઓ ઓછાવત્તા અંશે કરીએ જ છીએ, પૂજાવિધિ નવા નામાભિધાન સાથે સ્વીકારી એનું અનુકરણ કરીએ જ છીએ. સામાન્ય વ્યક્તિનું પણ સ્વાગત કરીએ તો પરમાત્મા આપણા ઘરે પધારે, ભક્તના ઘરે પધારે તો ભક્ત શું આદર આપવામાં કશી કચાશ રાખશે? પ્રભુ ઘરે પધારે ત્યારે ઉપરોક્ત ષોડોપચારથી શ્લોકાગાન સાથે પ્રભુને સન્માનીએ તે જ છે પરમાત્માની ભારતીય પ્રણાલીગત પૂજાવિધિ.
English
Expressing reverence is the only worship, so the way to express respect is the worship of Pujya Pujavidhi.
There is a different way of expressing respect for the people raised in different environments. The way to express this reverence often becomes a traditional ritual, goes in vain - that is Pujawadi.
In order to respect the officer in the army, the soldier sometimes stands in a cautionary position, sometimes with a right-handed salute as well. This became a custom, the ceremony took place.
When the Queen of England arrives, the red carpet in reception, the long robe of the Queen runs out, the people bow down, the soldiers salute, the band-waza next ... this is also a kind of worship. In time, this kind of approach was adopted in the welcome of a great person of the country. The same worship
The same worship in the way of expressing the respect of traditional custom according to the country and the person.
There are different types of Pujavidhi in India also. The guest in India is considered to be God. When he came to ancient India, he first welcomed him with sweet promises. At that time, traveling to the visiting guest, washing feet, washing hands and mouth to give water, so that he becomes healthy. Then drink water, so that it thirsts. It is time to prepare them for dinner. If the next guest is respected, then Kumbum should be given to the rice, the chandala should be given, the flora is offered, the good clothes are given, the atmosphere is made sachets, and the wealth counted in that period, such as milk-ghee-cereal etc., etc.
Moreover, the good feelings of the distance with these actions are expressed by the verse of Sanskrit (the spoken word spoken at that time). Thus, there was a synchronization of action and spirit. This type of ceremony was later adopted as Panchchaacha, Dostaparakha, Manashaksha Pujavidhi. The worship of such a person as high priest There are five types of Panchacharacha, 10 types of Dostaparaka, and sixteen types of Manashoparaca say, worship done.
The hereditary rituals are the main type. : -
1. Ahwan (invite, welcome),
2.Asan (siting),
3. Fad (water wash),
4. Rubbish (to be done by doing Chandli curry rice),
5. Achan (drinking water),
6.Sanan,
7. Dress Up (to give excellent wear),
8. Upvit (new genome),
9. Smell (spraying of acetone)
10. Incense (fragrant atmosphere),
11 Deep (illuminating lamp),
12. Diet (eating)
13. Aarti,
14. Sawing,
15. Pushpangali (flowerfish),
16. Therapeutics (offering umbrella, leather, cloth, etc.) and entertaining with dance songs, entertaining with dances etc.).
In the present context also, when we come to someone there, in the form of one or the other, we are doing less than the above actions, we have to imitate Pujavidhi with new names. If the person receives the welcome of the common person, then the Paramatma, if he gets his home, will give him some respect in respect to his devotees. When the Lord grows at home, it is the same with the Shlokagan in the aforesaid manners. He is the Supreme Lord of Paramatma, Parmatmas Indian systematic Pujahidhi.