Poojavidhi Part 2 – (પૂજા શું છે શા માટે ?)
ગુજરાતી
પૂજા એટલે શ્રદ્ધા, સન્માન અને વિનયનો ભાવ પ્રગટ કરનારું કાર્ય, સમર્પણનો ભાવ પ્રગટ કરતું કાર્ય, અભાર વ્યક્ત કરતી વર્તણુંક. પૂજા એટલે પ્રભુનું સામીપ્ય.
હા,આપણે બધા જ,ગરીબ કે તવંગર,ભણેલ કે અભણ, નાસ્તિક કે આસ્તિક સૌ કોઈ પૂજા કરીએ જ છીએ. કોઈ જીવંત વ્યક્તિની, કોઈ વૃક્ષની, કોઈ પશુની તો વળી કોઈ નિર્જીવ પદાર્થની પૂજા કરે જ છે.
શું આપણે એટલા કૃતઘ્ની છીએ કે આપણને ડૂબતા બચાવનાર પ્રત્યે નમ્રતાપૂર્વક આદરસૂચક બે શબ્દો વ્યક્ત નહી કરીએ? ઘરમાં ઘૂસી આવતા ચોરને જોઈને , ભસીને આપણને જાગ્રત કુતરાને શું આપણે વ્હાલ નહી કરીએ? હલ્દીઘાટમાં અકબર સામેના યુદ્ધમાં પોતાના પ્રાણ બચાવનાર ચેતક ઘોડાને રાણા પ્રતાપ વિટળાઈ પડયા એ શું ઉપકાર પેટી અહોભાવ નહોતો? ક્રિકેટ મેચમાં સેન્ચ્યુરી લગાવતા બેટ્સમેનને લોકો તાળીઓના ગડગડાટથી વધાવી લે છે, ત્યારે ખેલાડી બેટ ઉચું કરી પોતાનો ભાવ વ્યક્ત કરે છે, જાણે આ સન્માન આ બેટને આભારી છે. સામાન્ય જનજીવનમાં પણ આવાં દ્રષ્ટાંતો આપણને જોવા મળે છે. લુહાર રોજી કમાઈ આપતા ઘણને નમે છે, ડ્રાઈવર ગાડીને વંદે છે, તો વળી દરજી સંચાને.
ઉપકારી એવી એક નિર્જીવ વસ્તુ, પશુ કે પછી કોઇપણ વ્યક્તિ પ્રત્યે આપણે આદર પ્રગટ કરવો એ જ પૂજા.
English
Puja is the work that reveals the spirit of faith, honor and humility, the work that reveals the value of dedication, the behavior of the blatant expression. Pooja means the Lords Companion.
Yes, we all are worshiping poor, rich, illiterate or uneducated, atheist or believer. There is no living creature, no tree, no animal, no idol worship.
Are we so angry that we should not humbly express two words to the sinking savior? Seeing the thief who enters the house, we will not let the vigilant dog do it. Rana Pratap, the chetak horse that saved his life in battle against Akbar in Haldighat, was not thankful. When people celebrate the centenary in the cricket match, they applaud the applause, when the player expresses his heart to raise the bat, as if the honor is attributed to this bat. We also see these examples in the normal life. Blacksmith is accustomed to earning a lot of money, a driver carries a call, and also a tailor Sancha.
Pooja is the only way we can show respect for such a lifeless thing, animal or any other person.