Shree Haria Kalidatno Nash Karyo – (શ્રી હરીએ કલીદ્તનો નાશ કર્યો)

ગુજરાતી
સુવ્રત મુની બોલ્યા હે રાજન। આ છોકરાઓ ધનશ્યામ મહારાજને એક આંબાના વૃક્ષ નીચે મૂકી રમવા માંડ્યા। એવામાં સૂર્ય અસ્ત થવા આવ્યો। અને કાલીદત્ત અસુર ત્યાં આવી પહોચ્યો। ધનશ્યામ ને એકલા જોય તે ખુશ થયો। પ્રભુને પકડવા તેમની પાસે જવા લાગ્યો। નજીક જતા તે પ્રભુના પ્રતાપે બળવા લાગ્યો। પરિણામે તેને આસુરી માયાનો પ્રયોગ કર્યો। પવન ફૂકાવા લાગ્યો। વૃક્ષો પડવા લાગ્યા। વીજળી થવા લાગી। વરસાદ પડવા લાગ્યો। ધોર અંધારું છવાયું। એ સમયે ભીજાયેલા બાળકો એક ઝાડ નીચે ઉભા રહી ગયા।
ઝાડ નીચે ઉભેલા બાળકોને ધનશ્યામની યાદ આવી। ધનશ્યામ ને ક્યાં વૃક્ષ નીચે બેસાર્યા હતા તે ભૂલી જવાયું। આ વાવાજોડામાં ધનશ્યામ નું શું થયું હશે। ધરે જઈ શું જવાબ દેશું। બાળકોને ચિંતા થવા લાગી।
તે સમયે કાલીદત્ત ધનશ્યામ બેઠા હતા તે વૃક્ષ ઉપર ચડી ગયો। વૃક્ષની ડાળો ધનશ્યામ ઉપર ફેકવા લાગ્યો। તે ડાળીયો ધનશ્યામ ને છત્રની જેમ મદદ રૂપ નીવડી। પ્રભુને પકડવા કાલીદત્તે હાથ લંબાવ્યો। પરંતુ બાળ પ્રભુની દષ્ટિથી તે મોહ પામ્યો। એક બીજા ઝાડ સાથે માથા ભટકાડવા લાગ્યો। માથું ફાટી જતા તે મૃત્યુ પામ્યો। કાલીદત્ત મૃત્યુ પામતા તેને ઉભી કરેલી માયા આપો આપ શમી ગઈ।
હે રાજન પહેલી બાજુ ધર્મ ભક્તિ તથા ગામ જનોના ડાબા જમણા અંગો ફરકવા લાગ્યા। સૌને શંકા થઇ ધનશ્યામ ક્યાં છે। ધર્મ ભક્તિ બેબાકળા બની ગયા। દીવા ફાનસ હથિયારો લઇ સર્વ આબાવાડીમાં આવ્યા। છપૈયાજનો ને બાળકો મળ્યા। કહેવા લાગ્યા પેલો આબો પડી ગયેલ છે। તેની નીચે ધનશ્યામ ને બેસાર્યા હતા। ત્યાં આવી બધા ધનશ્યામ ને શોધવા લાગ્યા। પ્રથમ સુંદરી મામીને ધનશ્યામ નજરે પડ્યા। તેવોએ બુમ પાડી ધનશ્યામ મને મળ્યા। ભક્તીમાંતા એ રાજી થઇ સોનાનો હાંર સુંદરી મામી ને આપ્યો। ત્યાં સર્વે લોકોએ મૃત્યુ પામેલ કાલીદત્ત ને પણ જોયો। ધર્મદેવે કહ્યું હવે અસુરનું બળ ઓછું થશે।