Sadguru Shree Parmanand Swami – (સદ્ગુરુ શ્રી પરમાનંદ સ્વામી)
ગુજરાતી
નિઃસ્વાર્થ અને નિર્દંભપણે જનકલ્યાણની ભાવનાથી મહાપુરૂષો સતત વિચરણ કરીને મુમુક્ષુ આત્માઓ પર દયા કરીને તેના આત્માનું શ્રેય ઈચ્છે છે. એવા શ્રેયાર્થી પરમાનંદ સ્વામી લખનૌ પાસેના કોઈ ગામના વૈરાગી હતા. પવિત્ર તીર્થો અને પ્રભુ પરાયણ મહાપુરૂષોના સેવા સમાગમથી મોક્ષની સિધ્ધિ મળે છે તેવું તેમને દૃઢ પણે જણાતું હતું. વળી રામાયણમાં કાગભુષુંડીની કથા વાંચેલી તેથી મનમાં નિશ્ચય કર્યો કે જ્યાં કાગ ભુષુંડી જેવા સંતો હોય ત્યાં જવું એમ વિચાર કરી તીર્થાટન કરવા નીકળ્યા. તે તીર્થમાં વિચરતા વિચરતા સૌરાષ્ટ્રમાં જેતપુર ગામે રામાનંદ સ્વામી સદાવ્રત આપતા હતા ત્યાં આવ્યા.
પરમાનંદ સ્વામીને કાનનો રોગ હતો કે રાત્રિ દિવસ ઘરેરાટ એવો અવાજ સંભળાયા કરતો તેથી નિદ્રા આવે નહિ. ક્યારેક આવે તો થોડી નિદ્રા આવે. એમ બાર વર્ષ સુધી નિદ્રા આવી ન હતી. પરંતુ સદાવ્રતનું અન્ન જમીને ઓટલાં ઉપર આડે પડખે થયા તુરંત કાનમાં સંભળાતા શબ્દનો અવાજ બંધ થઈ ગયો. અને સારી નિદ્રા આવી ગઈ. કાનમાં દુઃખાવો મટી ગયો. અને અતિ શાંતિ થઈ ગઈ. તેથી ઘણો સમય સૂઈ રહ્યા. તેમને રામાનંદ સ્વામીએ કહ્યુંકે સાધુરામ! જાગો ભજન કરો, શું સુઈ રહ્યા છો?
સંસારીકા ટુકડા નવ નવ આગળ દંત,
ભક્તિ કરે તો ઉગરો નહીં તો કાઢે અંત.
આ સાંભળીને તુરંત જાગી ગયા. પછી તેઓ રામાનંદ સ્વામીના પગમાં પડી ગયાને કહ્યું ‘આપના દર્શનથી મારો રોગ મટી ગયો અને શાંતિ થઈ ગઈ. પછી તેમણે રામાનંદ સ્વામીને કહ્યું કે મને સદુપદેશ આપો.’ મને દીક્ષાઆપી સાધુ કરો. ટયાર પછી રામાનંદ સ્વામીએ તેમને દીક્ષા આપી ‘‘પરમાનંદ સ્વામી’’નામ રાખ્યું.
રામાનંદ સ્વામી અંતર્ધાન થયા પછી શ્રીજી મહારાજને પ્રગટ ભગવાન જાણીને શ્રીહરિની આજ્ઞામાં વર્તનાર પરમાનંદ સ્વામીને શ્રીહરિએ ગઢપુર મંદિરના મહંત બનાવ્યા અને દાદાખાચર પાસે રૂપિયા મંગાવ્યા ને ખોબો ભરીને સ્વામીના હાથમાં આપ્યાને આશીર્વાદ આપ્યા કેલ્યો સ્વામી તમને ધન બંધન નહીં કરે. પછી સ્વામીએ દસ વર્ષ સુધી ગઢપુર મંદિરની મહંત તરીકે સેવા કરી.
શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી સ્વામીને ચિત્ત ભ્રમ જેવું થઈ ગયું. તેથી મગજની અસ્થિરતા થઈ ગઈ.ગોપીનાથજી મહારાજની ઉત્તરી ગીરવે મુકીને કડીયાના પગાર ચુકવ્યા હતા. તેની જાણ ગોપાળાનંદ સ્વામીને થઈ તેથી તેમણે હિમરાજ શાહના પુત્ર પૂંજા શેઠને વરતાલ બોલાવીને ગઢપુરનો વહીવટ કરાવા ભલામણ કરી. પૂંજા શેઠે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા માથે ચઢાવીને ગઢપુર મંદિરનો દસ વર્ષ સુધી વહીવટ સંભાળ્યો.
ત્યાર બાદ સંવત્ ૧૯૦૯ ના શ્રાવણ વદ ૬ ની રાત્રીએ દેહ ત્યાગ કરી પરમાનંદ સ્વામી શ્રીહરિનાં ધામને પામીને મહારાજની મૂર્તિના સુખે સુખિયા થયા…
English
Through the spirit of selflessness and genuinely philanthropy, the Mahapoorus constantly seeks the credit of his soul by pitying them on the souls. Parmanand Swami of such a Shramayak was the chancellor of a village near Lucknow. He felt strongly that salvation of the holy Tirtho and Lord Parayana Mahaparuji proved to be the achievement of moksha. Also, in the Ramayana, the story of Kagabhasundi was read, so I decided in my mind where to go to the place where there are saints like Kaug Bhusundi, I started thinking of going to Tirthatam. He came to the shrine where Lord Ram Swaminarayan had passed away in the village of Jitpur in Saurashtra.
Parmanand Swami had ear ache that night was heard in the house, so no sleep would come. Sometimes it comes a bit napra. I did not have a nap for twelve years. But after eating food for the sake of food, the sound of the sound heard in the ear immediately stopped. And there was a good nap. The pain in the ear has disappeared. And there was a lot of peace. So long time sleeping. Ramanand Swami said to him, Sadhraam! Worship Jung, what are you sleeping?
Divided into nine parts of the world,
If you do devotion then do not end it then you will end it.
Wake up immediately after listening to this Then he fell at the feet of Ramanand Swami and said, Due to your vision, my disease has died and peace has disappeared. Then he told Ramanand Swami that he should give me a sudapadesh. Make me a spiritual monk. After Taira Ramanand Swami gave them the name "Parmanand Swami".
Ramanand Swami, after knowing the manifestation of Shreeji Maharaj, after performing the Divine Lord Swaminarayan Parmanand Swami, made the great devotees of the temple of Gadhpur and gave a request to the Dadas house and filled them with blessings and gave blessings to Swamiji. He would not give you any money. After that, the Swami served ten years as the chief of Gandhapur temple.
After Shreeji Maharaj went to Dham, Swamiji became like a chit illusion. So there was instability of the brain. Gopinathji Maharaj paid the salaries of putting the northern pledges of the Maharaja. Gopalanand Swami was aware of this, so he recommended the administration of Gadhpur by calling him Purna Sheth, son of Himmat Shah, Vertal. Puja Sheth took over the command of Gopalanand Swami and took over the administration of Gadhpur temple for ten years.
After that, the devotees of Lord Swaminarayan left the place of Lord Vishnu on the night of Shravan Vard 6, 1909.