Sadguru Shree Govindanand Swami – (સદ્ગુરુ શ્રી ગોવિંદાનંદ સ્વામી)
ગુજરાતી
પ્રભુ મિલનના તીવ્ર તલસાટથી તત્કાળ તગડી આવક ધરાવતાં તવંગરના જેવા વૈભવી આશ્રમ અને ૪૦૦ વૈરાગીના સંઘની આગેવાનીનો ત્યાગ કરી માર્ગમાં મળતી તમામ સિદ્ધિઓને તરછોડી સરિતા જેમ સાગરને મળે તેમ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરનાર સંતોમાં ‘‘ગોવિંદાનંદ સ્વામી’’ એક મોટું નામ ગણાય છે.
રજવાડા લાજે તેવા વૈભવી રામ મંદિરના પૂજારી શયન આરતી કરીને આરજુ કરી રહ્યા હતા. બહાર પરિસરમાં અજાણ્યા યાત્રિકો બેઠેલા. વારંવાર ગુજરાતની વાત કરતાં કરતાં સ્વામિનારાયણ જીવન મુક્તાનું નામ જ્યાં લે ત્યાં મંદિરનો ગુંબજ પ્રકાશથી ઉભરાય જાય. આમ સાત-આઠવાર બનતા મક્કમ મનનાં મહંતશ્રીએ નિર્ણય કર્યો કે જેના નામે પ્રકાશ પથરાય છે તેને પગે પડુતો કલ્યાણ થાય.
વહેલી સવારે મહંતાઈ, વૈભવ તમામ સુખોનો ત્યાગ કરીને ગુજરાતની વાટ લીધી. ત્યાં એક અપ્સરા જેવી યુવતીએ આવીને કાંડુ જાલવા આજીજી કરી. ટયા રેઆ મહંતજી એ એક કપડું ત્યાં મૂક્યુંને દિશાએ જઈને આવું છું કહીને તબડાવી મૂક્યા તે વહેલું આવે ગુજરાત. ત્યાં ચોથે દિવસે શિવાલયમાં રાત રહ્યા તો સવારે બે બ્રહ્મકન્યાઓએ જીવન આપવાની તૈયારી બતાવી પણ આ બધી પ્રભુ મિલનની બાધક સિદ્ધિઓ છે તેમ માની ના પાડી. ત્યારે તેનાં ગામધણી પિતાએ મહંતને બંદી ખાને બંધ કર્યા. છતાં હિંમત હાર્યા વગર પાયખાના પરની બારી તોડીને રાત્રે ભાગ્યા ને ગઢપુર આવીને શ્રીજી મહારાજના દર્શન કર્યા. દર્શન થતાં જ ભાવ સમાધિ લાગી ગઈ. સમાધિમાં મહારાજે તેમનાં વૈરાગ્યવિજયના મુક્તકંઠે વખાણ કર્યા. અંતે દીક્ષા આપીને ‘ગોવિંદાનંદ’ નામ આપ્યું અને આનંદાનંદ સ્વામીની સાથે રહેવા કહ્યું.
ગોવિંદા નંદ સ્વામી એક વિરલ વૈરાગ્ય મૂર્તિ સંત હતા. તેમણે જેતલપુર મંદિરમાં રહીને આસપાસના ગામડાઓમાં ખૂબ સત્સંગ કરાવેલો. ગંગાબાના દાળ-ભાતની લટ લાગેલી તે સ્વયં મહારાજે છોડાવેલી. જેની ચિંતા સ્વયં શ્રી હરિ કરે છે એવા સંતના ચરણે કોટી કોટી વંદન…
English
"Govindanand Swami" is considered to be a big name in the saints who received Parabrahman Paramatma just like the Saratata avoiding all the achievements found in the path of abandonment of the leadership of the Vaishvai Ashram and 400 Vairagya Sangh of the Prabhu Milkha, which is an instant fire from Lord Milane.
The goddess of the luxurious Ram Temple, who was in the Rajvada, was doing her aunt Shayan Aarti. Outside the campus seated unfamiliar pilgrims. Instead of talking to Gujarat, Swaminarayan gets the name of Jivan Mukti, where the dome of the temple emerges from the light. Thus, Mahant Shree decided to become a seven-eight-hour masterpiece, whose name is illuminated, it is welfare of the feet.
Mahatai early in the morning, Vaibhav left all the comforts and waited for Gujarat. There, a girl like Apsara came and asked to leave the Kandu. Taya Reya Mahantji put a cloth there, and going on it, I am going to say that it is early in the coming days. There are two brahmins in the morning waiting to be given life in the morning on the fourth day, but do not believe that these are all obstacles of Lord Mila. Then his father-in-law father shut Mahant to prison. However, without bowing down, without breaking the door, breaking the window on the pavement and visiting the fort at night Bhagya and coming to Garhpur and performing darshan of Shriji Maharaj. At the time of darshan, the price of Samadhi was taken. In Samadhi, Maharaj praised his liberalism. At the end, giving the name Govindanand and saying to stay with Anandanand Swamy.
Govinda Nand Swami was a rare Vairagya statue saint. He got a lot of satsang in the surrounding villages in Jaitalpur temple. The self-proclaimed Maharaj was released from Gangabana dal-rice. Koti Koti Vandan at the Sanatna Charan which concerns the self.