Sadguru Shree Muktanand Swami – (સદ્ગુરુ શ્રી મુક્તાનંદસ્વામી વિષે કિંચિત્)
ગુજરાતી
શ્રીસ્વામિનારાયણ ભગવાનને ફરતી ઓપતી ૫૦૦-૫૦૦ પરમહંસમાળાનો મેર અને સત્સંગરૂપી ઇમારતના મોભસમા તથા ‘સત્સંગની મા’ના બિરુદને પામેલા સંત એટલે સદ્ગુરુ શ્રીમુક્તાનંદસ્વામી. પૂ.સ્વામીશ્રીનો જન્મ સંવત્ ૧૮૧૪ પોષ વદ સાતમના દિવસે અમરાપુરમાં આનંદરામ નામના પવિત્ર વિપ્ર દ્વારા રાધાદેવીની કૂખે થયો હતો. તેમનું બાળપણનું નામ મુકુંદદાસ હતું. અમરેલી તથા અમરાપુર તેમની કર્મભૂમિ હતી. બાળપણમાં જ પરિવારને ધ્રુવ-પ્રહ્લાદની ઝાંખી કરાવી. અને મેધાવી પિતા પાસે જ સંસ્કાર, સંસ્કૃત, સંગીત તેમજ તુલસી સાહિત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યું.
વેદાંત અધ્યયન કરીને સંસારથી વિરક્ત થયેલા મુકુંદદાસની ગૃહત્યાગ, ગુરુની શોધ-સાધના વિગેરે પ્રક્રિયા મુમુક્ષુના આદર્શરૂપ છે. સંવત્ ૧૮૪૨ની વસંતપંચમીએ મુકુંદદાસ ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક શ્રીરામાનંદસ્વામીના શિષ્ય તરીકે દીક્ષા પામ્યા અને “મુક્તાનંદસ્વામી” એવા નામે પ્રસિદ્ધ થયા. રૂપ, ગુણ અને સાધુતાની ત્રિવેણી એટલે મુક્તાનંદસ્વામી. તેથી જ તેઓ લોજ આશ્રમના અગ્રણી બન્યા. ગુરુદેવની આજ્ઞાથી ભુજ જઈને પુનઃ વેદાંતનું ગહન અધ્યયન કર્યું. પરિણામે જ્ઞાન-ગરીમા પ્રાપ્ત થઈ. એક કરતાં વધારે ભાષાના જાણકાર એવા મુક્તાનંદસ્વામી અજોડ કવિત્વ શક્તિ ધરાવતા હતા. અને એમના કંઠમાં કોયલનો માળો હોય તેવું માધુર્ય હતું. રાગ-રાગણીઓને મૂર્તિમંત કરીને શ્રોતાને મંત્રમુગ્ધ કરવા તેમને મન કંઈ મોટી વાત ન હતી.
તેમના વાગ્માધુર્યએ તેમને હજારો લોકોનાં હૃદયમાં અનોખો આદર-સ્થાન અપાવ્યું. ટૂંક સમયમાં રામાનંદસ્વામીના શિષ્યોમાં પ્રમુખ અને ભાવિ કર્ણધાર તરીકે ઉપસી આવ્યા. એવામાં સંવત્ ૧૮૫૬ શ્રાવણ વદ છઠના દિવસે લોજ આશ્રમમાં નીલકંઠવર્ણીરૂ૫ે શ્રીસ્વામિનારાયણ ભગવાનનું આગમન થયું. અને મુક્તાનંદસ્વામીની સાધુતા, વર્તનશુદ્ધિ તથા વિદ્વત્તા સાથેની જ્ઞાનશુદ્ધિથી પ્રભાવિત થઈ શ્રીહરિ તે આશ્રમમાં સદાને માટે રોકાયા.સમય જતા રામાનંદસ્વામીને મળ્યા, દીક્ષા લીધી અને જેતપુરમાં ગાદીએ બિરાજ્યા. એ વાતનો સહુથી વધારે આનંદ રામાનંદસ્વામીના સીધા જ ઉત્તરાધિકારી હતા એવા મુક્તાનંદસ્વામીને હતો. આ એમની ત્યાગવૃત્તિનો સહુથી મોટો પુરાવો છે.
અહો..! કેવા નિર્માની ! કેવું દૈન્ય ! પ્રગટ પુરુષોત્તમ એમના દિલમાં ! જેથી એમના કાવ્યમાં પણ એ ભાવ સરી આવતો હતો. “હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી રે…” આવું આવું લખી-કહીને તેમણે દાસત્વભક્તિનો આદર્શ બેસાડ્યો છે; એટલું જ નહિ પરંતુ સંપ્રદાયને લક્ષમાં રાખીને વિવિધ ભાષાઓમાં વિપુલ સાહિત્યનો રસથાળ આપ્યો છે, એક જ વ્યક્તિના જીવનમાં બ્રહ્મસૂત્રભાષ્ય રચના અને વડોદરાના પંડિતોને એકલે હાથે શાસ્ત્રાર્થમાં પરાજિત કરી શકે તેવું પાંડિત્ય, રાસલીલા જેવી રસપ્રધાન રચના, સાથે ગ્વાલિયરના ગાયકોને સ્તબ્ધ કરી દે તેવું શાસ્ત્રીય નૃત્ય, આજ સુધીના ઇતિહાસમાં કોઈના નામે નોંધાયુ હોય તો એ એકમાત્ર મુક્તાનંદ સ્વામી છે.
તેમની કલમે ૩૪ જેટલા ગ્રંથો લખાયા છે. તેમનાં ભગવાં વસ્ત્રોએ ભારતવર્ષના કાષાયાંબરધારીને ગૌરવ અપાવ્યું છે. શ્રીહરિએ તેમની વિનમ્રતા સાથેની વિદ્વત્તા અને જ્ઞાન સાથેની ગુણગરિમાને કારણે ‘ગુરુપદ’ આપ્યું હતું. પ્રગટ પુરુષોત્તમે જીવનભર એમને ગુરુ માનીને મર્યાદા રાખી-રખાવી હતી. વાત્સલ્ય અને કરુણાને કારણે સ્વયં ભગવાન શ્રીસ્વામિનારાયણે તેમને “સત્સંગની મા” નું બિરુદ આપ્યું હતું. સ્વામીના સદ્ગુણને બિરદાવતા શ્રીહરિ શ્રીહ.ચ.સા.૮/૧૪માં કહે છે કે, “તેમને માહાત્મ્યનો ગુણ દિનપ્રતિદિન વધતો જ રહે છે. તેમનું મહિમાનું અંગ છે, જેથી આપણા સત્સંગમાં જે સંતો-ભક્તો છે તે સહુને તેઓ પરમ મિત્ર માને છે. કોઈનામાં ન્યૂનાધિક ભાવ રાખતા નથી. આવો સહજ બાળક જેવો તેમનો સ્વભાવછે.
પોતાના ઉપર કોઈ ખાર રાખે તેનું પણ હિત ઇચ્છે છે. સહુ ઉપર પ્રેમ રાખે છે અને અમે જે નિયમ આપીએ છીએ તેને અમારું સ્વરૂપ માનીને પાળતા રહે છે. આવા ગુણો હોવા છતાં તે અંગે મનમાં કાંઈ માન-મોટપ રાખતા નથી. તેથી અમને સ્વામીમાં ખૂબ હેત રહે છે.” આવા અનેક સદ્ગુણોનું ધામ એવા મુક્તાનંદ સ્વામી શ્રીહરિ સ્વધામ ગયા બાદ માત્ર દોઢ માસમાં જ અક્ષરવાસી થયા. પરંતુ તેમના સદ્ગુણોને લીધે સત્સંગમાં અને સહુનાં હૈયામાં સદા અમર રહ્યા છે. મોટા સંતોએ મળીને અનેકના આદર્શ એવા સાધુતાની મૂર્તિ મુક્તાનંદ સ્વામીને તેમના સદ્ગુણોને શ્રેષ્ઠ ભાવાંજલિ અર્પી છે. આજે પૂ. સ્વામીની પુણ્યતીથિ પર તેમના ચરણૉમાં પ્રાર્થના કરીયે કે તેમના જેવા સાધુતાઈના ગુણો આપણે પણ કેળવીએ અને મહારાજને ધર્મકુળને તથા સંતો-ભક્તોને રાજી કરી શકીયે.
English
Shree Swaminarayan Lord Swaran, 500-500 Paramahansamsara marya and satsangarupa building promenade and Satsangs mother saint, who has got the title of Satguru Shrimuktanandaswami Swamishri was born in the year 1814, on the day of Samastam, in the city of Amrapur, Lord Rama was born on the feet of Lord Vishap, Anandram. His childhood name was ridiculous. Amreli and Amrapur were their karmites. In childhood only the family has a glimpse of the polemicity. And the father got the knowledge of Sanskar, Sanskrit, Music and Tulsi literature only.
The study of Vedanta, the dissolution of the worldly life, the discovery of a guru, and the search of a guru etc. are the ideal of Mukta Kumar. Muktudhasan was born as a disciple of Sriramandanswami, the founder of Uddhav Sect of Vasant Panchami in the year 1842 and became known as "Muktanand Swami". It is the triennial of the form, the virtue and the beauty of the Self. Thats why he became the leader of the Lodge Ashram. With the command of Gurudev, Bhuj went to Bhuj and studied Vedanta again. As a result, Gnan and Garima have been received. MuktanandSwami, who knew more than one language, had a unique power of strength. And in their lips there was a cigarette nest, which was delicate. Mann was not a big thing to spell the audience by engaging him with ragas.
His Awadhamavyavaya gave him a unique respect in the hearts of thousands of people. Shortly afterwards, the followers of Ramanand Swami came forward as presidents and future devotees. At that time, Neelkanthnaru 5 came to Shri Swaminarayan Lord in the Lodge Ashram on the sixth day of Shravan Shravan. And Shri Ram, who was influenced by Shuddhashudhi with the purity and behavior of Sadashiv Shuddhi and Shree Swaminarayan, remained in the Ashram for a long time. He met Ramanand Swami at the time, took his initiation and sat on the throne in Jatpur. It was Muktaanand Swami who was the direct successor of Ramanand Swami, the happiest of the matter. This is the biggest proof of his retirement.
Ah! What kind of creature! What a hell! Prakrut Purushottam in his heart! So that price was also getting even in his poetry. "I am so much nervous, even if you are ..." Such a thing is written by saying that he has set an example of cowardice; Not only that, but in view of sectarianism, many languages have been provided in various languages, classical dance that will make Gwalior singers aroused, with the interest of Rasulila, such as Panditia, Raasilila, which can defeat Brahmasutra Bhasha in one persons life and defeat the Pandits in Vadodara alone. If you have registered in somebodys name in history, it is the only liberated self M.
There are 34 texts written by him. His Lords garland has given glory to the exploitation of India. Sriharri gave gurupada due to his talent with his humility and his greatness with knowledge. Pratat Menotam had kept the limits of accepting him as a guru for the rest of his life. Due to Vatsalya and Karuna, Lord Shree Swaminarayan himself gave him the title of "Mother of Satsang". Reflecting on the virtue of Swamiji, Shree Hari Shree says in Hindi, 8/14, "He keeps on increasing the quality of Mahatmya day by day." He is a member of His glory, so that he is a great friend of all the saints who are in our satsang. Do not keep a new-minded price in someone. Their nature is like a natural child.
He also wants a favor to keep an eye on himself. Everyone loves to love and keeps the rules we give to our form. Despite such qualities, they do not have any respect for the mind. So, we have a lot of interest in the lord. "After attaining such virtues, Muktanand Swami Shriharri went into self-interest only after only one and a half months. But due to their virtues, they are always immortal in satsangs and all their lives. The great saints have brought together the idol of the great idol worshiper Muktanand Swami to give their best talents to their virtues. Today He prayed in his Charan at the pious place of Swami, that we should cultivate the qualities of such beauty like him and could please the devotees and the devotees.