Please Wait...

Swaminarayan Vadtal Gadi – SVG
  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Vegetarianism
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM
      • LNDYM Camp 2025
    • LNDMM
  • SVG Charity
  • Donation
  • Contact Us
  • Sign in / Sign up

SVG.ORG

  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Vegetarianism
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM
      • LNDYM Camp 2025
    • LNDMM
  • SVG Charity
  • Donation
  • Contact Us

SVG.ORG

Home » Bhakt Charitra » Bhaktimati Shree Laduba – (ભક્તિમતિ શ્રી લાડુબા)

Bhaktimati Shree Laduba – (ભક્તિમતિ શ્રી લાડુબા)

  • Published On: 17 August 2018
Bhaktimati Shree Laduba – (ભક્તિમતિ શ્રી લાડુબા)

ગુજરાતી

ગઢડાના ગામ ધણીએ ભલબાપુને પાંચ સંતાનો હતા. જીવુબા, લાડુબા, પાંચુબા, નાનુબા અને છેલ્લો ભાઈ ઉત્તમ. જેને લાડમાં સૌ દાદાખાચર કહે.

આ કુટુંબના ધન્ય ભાગ્ય પૂર્ણ પુરષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામીની અપાર સેવા મળી. તેમણે એ સેવા ભક્તિ નિષ્કામભાવે અને નિષ્ઠાથી કરી. સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં આ કુટુંબ અમરનામ ધારણ કરી પ્રેરણાના પુંજ પાથરી ગયું. ત્યાગ તપ તથા સેવાની બાબતમાં જેમની બરોબરી સામાન્ય સત્સંગીઓ કદી કરી શકે નહિ એવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાન સન્નારીઓ, સાંખ્યયોગી, સતીઓ થઈ ગયા. તેમાં લાડુબાનું નામ સત્સંગમાં સપ્તર્ષિના સ્થાને છે.

લાડુબા જીવુબાના નાના બહેન હતા. નાનપણથી જ તે જુદી માટીના જણાઈ આવતા હતા. ભક્તિ તેમના જીવનનો પ્રધાન સૂર હતો. કારીયાણી ગામે માંચાખાચરના ઘરે એભલ ખાચર અને તેમના પરિવારને પ્રથમવાર શ્રીજી મહારાજના દર્શન સાનિધ્યનો અવસર પ્રાપ્ત થયો. ત્યારથી જ લાડુબાએ હરિવરને વરી અખંડ સૌભાગ્યવતી થવાનો નિર્ણય કર્યો હતો. તપ, ત્યાગ અને નિષ્કામ ધર્મના આદર્શોને વરેલા રૂપ, ગુણ અને બુધ્ધિમાં આદર્શ એવા લાડુબાને એભલ બાપુએ લગ્નબંધને બંધાવા ફરજ પાડી હતી. બોટાદના ખોડા ધાધલ સાથે તેમના લગ્ન થયા હતા. પણ ભગવાનની સેવામાં સમર્પિત થવાની તેમની દૃઢતા જોઈને સાસરિયાએ રાજીખુશીથી તેમને સંમતિ આપી હતી. લાડુબાને સૌલલિતા કહીને પણ ઓળખતા, તેઓ સેવા ભક્તિથી સૌને રાજી રાખતા. તેઓ દરબારના દીકરી હતા. ઘરકાજ અંગે દાસ દાસીઓની ખોટ ન હતી પણ લાડુબા નાનામાં નાની સેવા જાતે કરતા. એમની ભક્તિ અને શ્રધ્ધા જોઈને શ્રીહરિ પ્રસન્ન થતા. બાઈઓને ઉપદેશ આપી કહેતાઃ ‘‘આ બન્ને બહેનો જેવા ગુણ શીખજો. કેમ જે તેમની સેવા કરવાની અપાર શ્રધ્ધા આગળ મેરુ પર્વર્ત પણ નમી પડે એમ છે!’’

બન્ને બહેનો વચ્ચે સેવા કરવાની મીઠી ખેંચતાણ હંમેશા રહેતી. તેથી શ્રીહરિએ રસોઈ, ઉત્સવોની સેવા વગેરેની વહેંચણી કરી. શુક્લ પક્ષના ઉત્સવો જીવુબા કરે અને કૃષ્ણપક્ષના ઉત્સવો લાડુબા ઉજવે.લાડુબા તપશ્ચર્યામય જીવન વ્યતીત કરતા. તેઓ દરરોજ અર્ધો શેર અનાજ જોખીને જમતા. પોતાની પાસે સારામાં સારા આભૂષણો હતા. શ્રીજી મહારાજ માટે સાચવી રાખતા.પોતાના ભાગની તમામ મિલ્કત તેમણે તાંબાના પતરા ઉપર શ્રીજી મહારાજને લખી આપી અર્પણ કરી હતી.

ત્યાગની મૂર્તિ, સેવામૂર્તિ, પવિત્રતાની મૂર્તિ એવા લાડુબાએ પોતાનો દેહત્યાગ ગઢપુરમાં જ કર્યો. નિષ્કુળાનંદ સ્વામીએ બન્ને બહેનોને ભક્તચિંતામણિમાં પ્રશંસાની અંજલિ આપી લખ્યું છે.

‘‘જયા લલિતા જન મોટા,સત્સંગમાં શિરોમણિ,

પ્રીત્યે વાલમ વશકર્યા, એની કહીએ મોટપ શું ઘણી!”

આવા લાડુબા અને જીવુબા સત્સંગના ઈતિહાસમાં તેમની અપાર પ્રેમલક્ષણા ભક્તિ, સમર્પણ ભાવના અને સ્વરૂપનિષ્ઠાને કારણે યુગો સુધી અમર બની રહેશે.

English

Bhaalpapan had five children of Gadhdas village master. Jigbo, Laddu, Panchuba, Nanubba and last brother are excellent. Thats what all of us call grandfather.

This family has got the immense service of Shri Prakash Narayan Shri Sahajanand Swami. He used to serve and worship devotion and devotion. In the history of Swaminarayan Sampraday, this family got immersed in inspiration after taking Amarnam. In the case of abandonment of penance and service, who can never do ordinary satsangas, Swaminarayan Sampraday has become great saints, sanyokasya, satias. The name Ladubah is in Satsangsha in Satsang.

Laddu was the younger sister of Jibbuba. Since childhood, he was known to be different clay. Bhakti was the minister of his life. Ashal Khatar and his family at the Charkhachhar house in the Kariani village received the opportunity of darshan of Shreeji Maharaj for the first time. Since then, Laddu has decided to become Harivars senior intelligent devotee. Ablab Bapu compelled to marry the laddu, who was ideal in the form of the attributes of religion, penance and intellect, of penance, renunciation and non-negativity religion. Botads Khoda was married to Dhudhal. But by looking at his steadfastness to be devoted to the service of God, Sasariya gladly agreed to them. Laddu, also known as Soullita, said that he was pleased with the service of devotion. They were the daughter of the court. There was no loss of das maidens about the housekeeping but Laddu did a small service in the small self. Srihari is pleased with his devotion and devotion. Teaching women, they said, "Learn these two qualities like these sisters. Why, even the Meru dynasty will be bowing down to the profound faith of their service! "

The sweet persistence of serving between the two sisters has always been Therefore, Shriharri distributes cooking, festive and so on. Shukla party festivals celebrate and celebrate the festival of Lord Krishna. Laddubas live in penitential life. They eat half of the daily food grains eaten. They had good charms. He preserved for Shreeji Maharaj. He handed over all the wealth of his part to Raja Maharaj after writing copper.

Laddus idol, worship of idol worship, and the image of sanctity, he performed his dehastha in Gadhpur. Nishkulanand Swamy has written two sisters giving homage to devotional worship.

"Jaya lalita jan is big, siramsang siramani,

What do you think? "

In the history of such Laddubas and Jibboba satsang, their extraordinary love-interest will be immortal for ages due to devotion, dedication and devotion.

Categories

  • Avatar (16)
  • Bhakt Charitra (29)
  • Ekadashi (25)
  • Festival (22)
  • Ghanshyam Lila (2)
  • Jaynti (3)
  • Jivan Prasang (6)
  • Kirtan Vivechan (4)
  • Lilaa Charitra (6)
  • Nand Santo (57)
  • Parichay (2)
  • Parichay / Acharya (7)
  • Philosofy (4)
  • Poojavidhi (4)
  • Prasadi Vasti / Lilacharitra (2)
  • Shashtra (7)
Useful Link
  • Login
  • Acharyas
  • Mantralekhan
  • Vachanamrut
  • Kirtanavali
  • Purushottam Prakash
  • Temples
  • PRIVACY & REFUND POLICY, TERMS & CONDITION
Connect with SVG
Apps
  • SVG App
    SVG
    iphone Android
  • Nirnay App
    Nirnay
    iphone Android
  • Youtube
  • Facebook
  • Twitter
  • Email
Copyright © 1999-2025. Shree Swaminarayan Vadtal Gadi (SVG.org).
DMCA.com Protection Status
More Below