Kadamvaki Chhaiya Girdharlal Birajo – (કદમવાકી છૈંયા ગિરધરલાલ બિરાજો)

ગુજરાતી
કિર્તન :-રાગ : સારંગ
કદમ વાકી છૈયાં,ગિરિધરલાલ બીરાજો;
તપતહેં તરની જાત ન બરની, ધરની અતિ ધક રૈયાં;
શીતલ મંદ સુગંધ સમિરા, ચલત શ્યામ સુખદૈયાં. ગિરિ૦ ૧
ઉઠતહેં ઉરમી યમઅનુજામે, ચિતવત ચીત લલચૈયાં;
પ્રફુલિત પદ્મ સરસ વિરજાતટ, અલિગન ઉપર ઉડૈયાં. ગિરિ૦ ૨
કહત ગ્વાલ કર જોરી કહાનસું, સુનો હરિ હલધર ભૈયાં;
સારંગ તાન સુનાઓ પ્યારે, તનકી તપત મીટૈયાં. ગિરિ૦ ૩
તબ મોહન મુસકાય અધર ધરી, બંસીકે બજૈયા;
પ્રેમાનંદ ઘનશ્યામ લટકપર, બાર બાર બલજૈયા. ગિરિ૦ ૪
‘‘રવિજા તટ’’ પાઠાંતર છે.
ભાવાર્થોપદેશ :-
હે સુંદર ! ગિરિધરલાલ આવો આ કદંબની છાયામાં બેસીયે. હું તરૂણી છું. મારૂં તન તપે છે. ‘‘સૂર આયો શિર પર’’ માથે સૂરજ તપે છે. બીજો અંતરનો તાપ એ છે કે કદંબ નીચે આપની અંગસંગ લીલાથી શાંતિપ્રાપ્તિની ઈચ્છા થઈ છે. જુઓ આ તાપ. ધરણી ધગધગે છે. આપનું ચિંતવનથી ચિત્ત લલચાય છે. દેખો યમુનામાં પણ ઉર્મિ તરંગો ઉઠે છે. પ્રફુલ્લિત કમળો આ સૂર્યા નદીમાં (યમુનામાં) લહેરાય છે. વિરજા નદી કિનારે પ્રફુલ્લિત કમળ પર જેમ ભ્રમરગણ ઉડે છે.
તેમ તમારી સુંદર મૂર્તિમાં મારૂં મન ભ્રમર ભમે છે. બધા ગ્વાલ બાલ કહે છે. સાંભળો શ્યામ ! હે હલધરજી આવા સરિતાના તટે સુંદર સારંગ રાગની તાન (ઝલક) સંભળાવો. તો મારા તનડાંના તાપ મટશે. પ્રિયાના વચનો સુણી મંદમુસ્કાન કરી મોહનવર બંસીને ઓષ્ઠ પર ધારણ કરી વગાડવા લાગ્યા. પ્રેમાનંદસ્વામી કહે આવા એના મધુર લટકાંમાં હુંતો વારંવાર બલિહારી જાઉં છું. આવી ભક્તદશા દરેક ભક્તની હોવી જોઈએ. ભગવાનને આલિંગન કરવા પાત્રતા કેળવો. સદા ભક્તિનિકુંજ, ભક્તિ સરિતામાં ભક્તિ સૌરભાન્વિત બનો. જાકુ પ્રિયન રામ બિદેહી આ રાગ ઢાળમાં આવા જ ભાવના ૪ પદ બ્રહ્માનંદસ્વામી જે કવિ સૂર્યશ્રીએ ગાઈ સંભળાવ્યા.