આદરણીય માતા-પિતાશ્રી

  • શુ આપ ઈરછો છો કે આપનું બાળક સંસ્કારમય અને સુખી બને...?
  • શુ આપ ઈરછો છો કે આપના ઘરનું વાતાવરણ મંગલમય બને..?
  • શુ આપ આપના બાળકને વ્યસન અને અન્ય કુટેવોથી દુર રાખવા ઈચ્છો છો..?
  • આ પૃથ્વી પર રહેલા તમામ માં-બાપ ઉપર મુજબ ઈચ્છતા હોય છે, પરંતુ તે માટે શું કરવું? કયા જવુ? અને સંસ્કારો કેવી રીતે આપવા અને સારા-નરસાનો ભેદ કેવી રીતે સમજાવવો

તો ચાલો, આજથી તમારા બાળકમાં સંસ્કારની સાથે સાથે સત્સંગનું સિંચન કરીએ...!' અને એ માટે ઓનલાઈન ઝુમ એપના માધ્યમથી, પ.પૂ. લાલજી મહારાજશ્રીના માર્ગદર્શન મુજબ પ.પૂ. બાળલાલજી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં શ્રી ઘનશ્યામ બાલ મંડળ દ્વારા બાલ સંસ્કાર સભા ચાલે છે, જેમાં અમે આપનો એટલો સાથ ઈચ્છીએ છીએ કે બાળકને દર રવિવારે સમયસર સભામાં ઝુમ એપમાં જોડી આપશો જેથી કરીને તેમનામાં રૂડા ગુણ અને સંસ્કારનું સિંચન થઈ શકે.