Vadtal Dham Prasadi Places ( વડતાલ ધામ પ્રસાદી સ્થાન)
ગુજરાતી
વડતાલ ધામ પ્રસાદી સ્થાન અને મહિમા
1) શ્રી લક્ષ્મીનારાયણ દેવ
ભારતના નંદનવન સમા ગુજરાતના મધ્યે આવેલ ચરોતરની ચારું કમનીય મખમલસમ ધરતીમાં વૃતાલય ગામમાં પૂર્વે આ જગ્યાએ લક્ષ્મીજીએ શ્રી નારાયણ પ્રભુને પ્રસન્ન કરવા માટે અતિ ઉગ્ર આકરું તપ કર્યું હતું. તેમના ફળરૂપે અત્રે શ્રી अक्ष्मीनारायणहेव निराठे छे. वृत्तस्य तपोप प्रतस्थ आलयं स्थानं वृत्तालयम् । શ્રી લક્ષ્મીજીના તપરૂપી વ્રતનું સ્થાન છે માટે વૃત્તાલય એવું નામ ભગવાને જ રાખેલું છે.
વડતાલમાં મંદિર થતું હતું ત્યારે લક્ષ્મીનારાયણદેવની યુગલમૂર્તિ જેવી જોઈએ તેવી ઘડાતી ન હતી. તેથી શ્રીજીમહારાજે કહ્યું કે લક્ષ્મીનારાયણની મૂર્તિઓ તો વડોદરામાં છે. ભગવાન શ્રીહરિની આજ્ઞાથી સ.ગુ. શ્રી મુક્તાનંદ સ્વામી તથા સ.ગુ. શ્રી નિત્યાનંદ સ્વામી આ યુગલમૂર્તિ લેવા વડોદરા ગયા.
ત્યાં શ્રીજી મહારાજે સ્વપ્રમાં દર્શન આપી; મુર્તિ ક્યાં મળશે તે કહ્યું ને મૂર્તિ લઈને વડોદરાથી વડતાલ આવતા હતા ત્યાં નિત્યાનંદ સ્વામીને સંકલ્પ થયો કે આ મૂર્તિ ગઢપુરમાં પધરાવવા જેવી છે એવું જાણીને ગાડાને ગઢપુરના માર્ગે વાળ્યું. ત્યાં મૂશળધાર વરસાદ નડયો ને મૂર્તિને બોચાસણમાં કાશીદાસને ઘરે મૂકી.
શ્રીજી મહારાજની વડતાલ પધરાવવાની જ ઈચ્છા જાણી સંવત ૧૮૮૧ના કારતક સુદ -૧૨ના રોજ મંદિરના મધ્યખંડમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી ને શ્રીહરિએ કહ્યું:-
"જેવી વૈકુંઠમાં મૂર્તિ છે તેવી આ લક્ષ્મીનારાયણદેવની મૂર્તિ છે. બ્રહ્મચર્ય રાખી સો વર્ષ સુધી ચાર ધામમાં ફરે તેનાથી એકવાર અહીં દર્શન કરે તેને અધિક ફળ મળે છે તેવું દૈવત આ મૂર્તિમાં છે. ભાવ વિના પણ દર્શન કરશે તે ફરી મનુષ્યતન પામશે અને સત્સંગ કરી અવિનાશી સુખ મેળવશે. શ્રીજીમહારાજ લક્ષ્મીનારાયણદેવ સ્વરૂપે પોતાના ભક્તોને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, વૈભવ, ધનધાન્ય, પુત્ર, પરિવાર, વિદ્યા, બળ, બુદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિવિગેરે તમામ મનોવાંછિત ફળને આપે છે."
૫.પૂ. ધ.ધુ. આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ 'શ્રીહરિલીલાકલ્પતરુ' ગ્રંથમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવનો મહિમા કહેતા લખે છે:
'लक्ष्मीनारायणादीनां कुर्वतामत्र दार्शनम्।
एकाहेन फलं हि स्याच्वन्द्रपर्वशतोद्भवम् ॥३०॥
અહીં શ્રી લક્ષ્મીનારાયણાદિના દર્શન કરનારાઓને એક દિવસમાં સો ચંદ્ર પર્વથી થતું ફળ થાય છે. સો ચંદ્રગ્રહણોમાં કરોડ ગાયોના દાન કુરુક્ષેત્રમાં અર્પણ કરવાથી જે પુણ્ય થાય છે તે અહીં શ્રી લક્ષ્મીનારાયણના એક દિવસના ક્ષણમાત્રના દર્શનથી થાય છે. (શ્રી હરિલીલાકલ્પતરુ : ૯/૩૬)
2) શ્રી રણછોડરાયજી
ભગવાન શ્રીકૃષ્ણે ભૂ-ભારરૂપ અનંત અસુરોનો નાશ કરી દ્વારિકાને પોતાની રાજધાની બનાવી રણછોડરાય રૂપે વિખ્યાત થઈ અને દ્વારિકામાં કાયમને માટે નિવાસ કરીને રહ્યા.
તે જ ભગવાન સર્વ તીર્થ શિરોમણીરૂપ ગોમતીજી તથા પોતાનાં અપરિમિત કલ્યાણકારી દિવ્યાયુધ શંખ, ચક્ર, ગદા, પદ્મ સહિત સ.ગુ. શ્રી સચ્ચિદાનંદ સ્વામીની સાથે સપરિવાર સ્વભક્તોનાં સમગ્ર પાપોનો સમુળો નાશ કરવાને માટે વડતાલ ધામમાં પધાર્યા.
આ સ્વરૂપ વડતાલધામ મંદિરના મધ્ય દેરામાં શ્રી લક્ષ્મીનારાયણદેવ સમીપે પ.પૂ. ધ.ધુ. આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે વિ.સં. ૧૮૮૨ ચૈત્ર વદ - ૭ના રોજ શ્રી રણછોડરાયજીની મૂર્તિની વેદોક્ત વિધિથી આનંદોલ્લાસભર્યા વાતાવરણમાં પ્રતિષ્ઠા કરી હતી.
આ સ્વરૂપનાં દર્શન, મનન, ચિંતવનથી મનુષ્યનાં કળિનાં તમામ પાપ નાશ થાય છે. માટે જ આ સ્વરૂપનાં સબંધથી ગોમતી સ્નાનનો મહિમા અને તપ્તમુદ્રાનો મહિમા અપરંપાર છે.
મુંબૈના પતિને મળ્યા નૃપગઢે આચાર્ય હસ્તે વળી,
સ્થાપ્યા શ્રીરણછોડજી વૃતપુરે તેને નમું છું લળી. (શ્રીહરિલીલામૃત : ૯/૧)
3) શ્રી રાધાકૃષ્ણ દેવ
અનંત કોટિ બ્રહ્માંડના પતિ ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વસ્વરૂપ હરિકૃષ્ણ મહારાજની પડખે પોતાનું અવતાર સ્વરૂપ રાધાકૃષ્ણ પધરાવ્યું. રાધા નામે પોતાની શક્તિ તેનું શ્રીહરિ શિક્ષાપત્રીમાં સર્વપ્રથમ સ્મરણ કરે છે. वामे यस्य स्थिता राधा રાધા એટલે શું? રાધા શબ્દનો 'ર્' કાર અનેક જન્મના પાપ અને કર્મ શુભાશુભનો નાશ કરે છે. 'આ' કાર ગર્ભવાસ અને મૃત્યુરોગનો નાશ કરે છે. 'ધૂ' કાર આયુષ્યની હાનિનો નાશ કરે છે 'આ' કાર ભવબંધનનો નાશ કરે છે. તથા '૨' કાર કૃષ્ણની નિશ્ચલ ભક્તિ અને ભગવાનના ચરણારવિંદમાં દાસત્વપણું ઈચ્છિત આનંદ તથા સર્વસિદ્ધિ આપે છે. 'ધૂ' કાર સાયુજ્ય, સારુપ્ય અને તત્ત્વજ્ઞાન સંબંધી સુખ આપે છે. 'આ' છે તે તેજ, દાન, શક્તિ, યોગશક્તિ, અને સર્વ સમયને વિશે ભગવાન શ્રીહરિની સ્મૃતિ ને આપે છે.
કૃષ્ણ એટલે સદાનંદ સ્વરૂપ હોવાથી સ્વાશ્રિતોના સકલ કહેતાં બધા જ દુઃખોનું ઉન્મૂલન કરે છે.
4) શ્રી ધર્મ-ભક્તિ શ્રી વાસુદેવનારાયણ
વડતાલ મંદિરના ઉત્તરખંડમાં પિતા ધર્મદેવ અને માતા ભક્તિદેવી સાથે વાસુદેવ સ્વરૂપે બિરાજમાન થઈને દર્શન દાન આપી રહ્યા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પિતા ધર્મદેવ તથા માતા ભક્તિદેવીનું પ્રતિષ્ઠા-પૂજન- અર્ચન કરી “માતૃદેવો ભવ'' તથા "પિતૃદેવોભવ"ના ઔપનિષદ આદર્શનું સ્થાપન કર્યું છે. સાથે વાસુદેવ સ્વરૂપે પોતે સ્વયં દર્શન આપી ભક્તોના દુઃખ, કલેશ, ચિંતા, ભય, આધિ, વ્યાધિ, ઉપાપિ, જન્મમરણ, લખ ચોરાશી વિગેરે દૂર કરી ભક્તોને સુખ-સમૃદ્ધિ, સંપત્તિ, વૈભવ, ધનધાન્ય, પુત્ર પરિવાર, વિદ્યા, બળ બુદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિ વગેરે મનોવાંછિત ફળને આપી રહ્યા છે.
પોતાના એકાંતિક ભક્તોનાં સમગ્ર દુઃખ કલેશ, ચિંતા, ભય, આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ મરણ લખચોરાશી, ગર્ભવાસનો સદાને માટે સમગ્રપણે સમૂળ નાશ કરવા માટે તથા પોતાના ભક્તના સફળ કાર્યના મંગળને સર્વથા વિસ્તારવા માટે અને સ્વભક્તોના આત્યંતિક કલ્યાણ ને માટે પિતા ધર્મદેવ અને માતા ભક્તિદેવી સાથે વાસુદેવ સ્વરૂપે બિરાજમાન છે.
5) શ્રી લક્ષ્મીનારાયણદેવનો મંડપ
સં.૧૮૮૨ ના મહા સુદ - ૧ને દિવસે શ્રીજીમહારાજ શ્રી વડતાલ મધ્યે સંધ્યા આરતી થઈ ગયા પછી શ્રી લક્ષ્મીનારાયણના મંડપમાં ગાદી તકિયા નંખાવીને વિરાજમાન થયા.
પોતાની ચારેકોરે મંડપને ઉપર તથા હેઠે પરમહંસ સર્વે તથા દેશદેશના હરિભક્ત સર્વે બેઠા હતા. (વચ. વડતાલનું ૧૮મું) શ્રીજીમહારાજ આ મંદિરના મંડપમાં અનેક વખત પોઢેલા છે, થાળ જમેલા છે, સભા ભરી કથાવાતાં કરેલી છે. દંડવત કરેલા છે, તેથી આ મંદિર તુલ્ય બીજુ કોઈ સ્થાન આવતું નથી.
આ મંદિરના ઘુમ્મટમાં શ્રીજીમહારાજના જીવન પ્રસંગોની મૂર્તિઓનું સુંદર કામ થયેલું છે. જે પૂતળા નચાવ્યા હતા તે આ ઘુમ્મટમાં છે.
6) શ્રી હરિમંડપ
लिखामि सहजानंदस्वामी सर्वात्रिजाश्रितान् ॥
नानादेशस्थितान् शिक्षापत्री वृत्तालयस्थितः ।।
વડતાલ ધામમાં આવેલા અગત્યના પ્રસાદિના સ્થાનોમાં સૌથી વધુ વૈશિષ્ટય ધરાવતું કોઇ સ્થાન હોય તો તે હરિમંડપ છે. શ્રીહરિએ પોતાના નિવાસથી આ મંડપને તીર્થોત્તમનું સૌભાગ્ય આપ્યું છે. એટલું જ નહિ સત્સંગની પ્રસિદ્ધિ પ્રમાણે વડતાલ વિહારીના વાઙમય સ્વરૂપ શિક્ષાપત્રી પણ આપણને અહિંથી જ પ્રાપ્ત થઇ છે.
જયારથી આ વિશ્વનું સર્જન થયુ અને આધ્યાત્મિકતાનો સૂર્યોદય થયો ત્યારથી આજ સુધીમાં સ્વયં પરબ્રહ્મના હસ્તે આલેખાયેલ કોઇ ગ્રંથ રત્ન હોય તો તે આપણી આચાર સંહિતા 'શિક્ષાપત્રી' જ છે અને તેનું આ મંડપમાં જ પ્રાગટય થયું છે એવો પવિત્ર આ હરિમંડપછે.
મંદિરથી નૈઋત્ય ખુણામાં પૂર્વે અહિં એક કોઠી હતી. તેને પડાવીને સ્વયં શ્રીહરિએ આ મંડપની રચના કરાવી છે. 'હરિમંડપ હાલ છે જ્યાંય, એક કોઠો અસલ હતો ત્યાંય; પાસે રહીને તે કોઠો પડાવ્યો, હરિમંડપ હરિયે કરાવ્યો.' એ પણ સંતોને ધ્યાન માટે.....
ભગવાન શ્રીહરિ અહિં નિવાસ કરીને રહેતા તેની ચિરંતન સ્મૃતિ રૂપે આજે પણ સ્નાન માટેની ચોકડી, સ્નાન માટે પાણીની તાંબા કુંડી, પાણી ગરમ કરવાનું દેગડું અને અનેક પ્રસાદિની વસ્તુઓ વગેરે દર્શકોની આંખોને શાતા આપી રહ્યા છે.
આ સ્થાનની અનેક દિવ્ય લીલાઓ છે. એકવાર શ્રીહરિ શુકાનંદ સ્વામી પાસે પત્ર લખાવી રહ્યા હતા તેવામાં પવનની લેરખી આવી ને દીવો બુજાય ગયો.... અંધકારના આ સમયે શ્રીહરિએ પોતાના જમણા ચરણમાંથી ધવલ તેજ રશ્મિઓ પ્રગટ કરીને શુકાનંદ સ્વામી પાસે પત્ર પૂર્ણ કરાવ્યો.
એકવાર ભગવાન શ્રીહરિએ ભગવદાનંદ સ્વામી આદિક ભણનારા સંતોને બોલાવી કહ્યું કે “અમે સૌને ધ્યાન કરવા માટે યોગ્ય અને એકાંત સ્થાન નારાયણ મહોલ કરાવેલ તે રામપ્રતા૫ભાઈને ધ્યાન કરવા અને રહેવા આપ્યો પછી હરિમંડપ કરાવ્યો તે સૌને ધ્યાન કરવા માટે અનુકૂળ છે. અક્ષરમુક્તો પણ હરિમંડપમાં આવી ધ્યાન કરે છે અમે અક્ષરમુક્તોને હરિમંડપમાં આવવાનું કારણ પૂછયું તો જવાબ મળ્યો કે “આ હરિમંડપ ને અક્ષરધામ એક છે. અહીં જે તમારું રૂપ છે તે અક્ષરધામમાં છે. માટે અમે અહીં આવીને તમારું ધ્યાન ધરીએ છીએ.” એમકહી શ્રીહરિએ ભણનારા સંતોને આજ્ઞા કરી કે તમે સૌ બણનારા કલ્યાણ માટે હરિમંડપમાં મારી મૂર્તિમાં ચિત્ત રાખી ધ્યાન કરજો. આ પ્રમાણે શ્રીહરિનું અતિ પ્રિય નિવાસ સ્થાન હોવાથી આ સ્થળનું મહત્ત્વ ખૂબજ વધારે છે. શ્રીહરિમંડપની અન્ય લલિત લીલાઓ સાંપ્રદાયિક ગ્રંથો દ્વારા માણવા જેવી છે.
આજે અહિં શ્રી ધનશ્યામ મહારાજની કાષ્ટ પ્રતિમા - પ્રસાદીની ૬૩ જેટલી એ છબિઓ અને સુખશાના દર્શન થાય છે... નીચેના ભાગે શિક્ષાપત્રી આલેખનની દિવ્ય ક્ષણોને જીવંત બનાવતી શ્લોકાત્મક સ્મૃતિઓ કંડારવામાં આવી છે.
સડો હરિમંડપ નૈરુતે છે, પ્રસાદીનું સ્થાન પવિત્ર એ છે;
જહાં બીરાજી જનને પ્રબોધિ, શિક્ષાની પત્રી ઘનશ્યામ શોધિ.
(શ્રીહરિલીલામૃત : ૧/૫/૩૪)