Vidhyanagar : Navratri Mahotsav || 15 Oct 2023

વિદ્યાનગર રોડ સ્થિત સરદાર પટેલ યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેનો શુભારંભ પ.પૂ. નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ તથા કરમસદ સંતરામ મંદિરના મહંત શ્રી મોરારીદાસ મહારાજના વરદહસ્તે કરવામાં આવ્યો.
આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઇ પટેલ, ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ શાહ, રણજીતસિંહ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, યુવામોરચા પ્રમુખ શ્રી પથિકભાઈ પટેલ, કારોબારી ચેરમેનશ્રી નિલેશભાઈ પટેલ, પૂર્વ સાંસદશ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી મહેશભાઈ પટેલ સહિત વિદ્યાનગર પાલિકાના પૂર્વ કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા