SVG Charity : Educational kit distribution – Salangparda, Holaya, Ratanpar and Ratanvav || 13 March 2023

તારીખ: ૧૩/૦૩/૨૦૨૩
કાર્યક્રમ: શૈક્ષણિક કીટ વિતરણ
સ્થળ: સાળંગપરડા, હોળાયા, રતનપર અને રતનવાવ
અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી *પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી* તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા *પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી* ના શુભ આશીર્વાદથી તેમજ *પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા* ( બાબારાજાશ્રી ) ના સુયોગ્ય માર્ગદર્શન હેઠળ *શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ* દ્વારા *ગઢપુર* ધામના આંગણે યોજાયેલ *આંતર રાષ્ટ્રીય મહિલા અધિવેશન; ભક્તિ ઔર શક્તિ કા સમન્વય- ૨૦૨૩* માં *”હમારી બેટી; સુશિક્ષિત બેટી”* અભિયાન નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા તારીખ ૧૩/૦૩/૨૦૨૩ ના રોજ ગઢપુર ગામની આસપાસ ના આંતરિયાળ તેમજ આર્થિક પછાત ગામ સાળંગપરડા, હોળાયા, રતનપર અને રતનવાવ પ્રાથમિક શાળાની કુલ *૩૬૫* દીકરીઓ ને *શૈક્ષણિક કીટ નું વિતરણ* કરવામાં આવ્યું.