SVG Charity : Distribution Of Food-Prasad In Rain-Affected Areas – Ankleshwar || 18 Sep 2023

અંકલેશ્વરમાં પુરના કારણે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઘણા વિસ્તારોમાં પુરના પાણી ઘુસી ગયા છે. તેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ સમયે સર્વાંવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંસ્થાપિત સિદ્ધાંતો અને શિક્ષાપત્રી આજ્ઞા પ્રમાણે, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી એવં સમસ્ત શ્રી ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી સંતોના માર્ગદર્શન પ્રમાણે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ – અંકલેશ્વર (LNDYM-Ankleshwar)ના યુવાનો અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ – અંકલેશ્વર (LNDMM-Ankleshwar)ની બહેનો દ્વારા શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી (SVG) અંતર્ગત SVG CHARITY ના માધ્યમથી શ્રી સ્વામિનારાયણ મંદિર – અંકલેશ્વર દ્વારા ફૂડપેકેટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવી રહ્યા છે.