Surat : Trimasik Satsang Sabha Evam Mahila Sashaktikaran Shibir | 10 Oct 2021

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના તમામ સ્ત્રીભક્તોના ગુરૂપદે બિરાજમાન પ.પૂ.અ.સૌ.ગાદીવાળા માતૃશ્રી ના રુડા આશીર્વાદ તેમજ પ.પૂ.બાબારાજાશ્રી ના શુભ માર્ગદર્શન હેઠળ સુરત મહિલા મંડળ દ્વારા તા: ૧૦/૧૦/૨૦૨૧ ના રોજ આયોજિત “ત્રિમાસિક સત્સંગ સભા એવમ મહિલા સશક્તિકરણ શિબિર” માં પ.પૂ અ.સૌ.ગાદીવાળા માતૃશ્રીએ સર્વે સ્ત્રીહરીભક્તોને સ્વસાનિધ્યથી કૃતકૃતાર્થ કર્યા. આ ઉપરાંત યુવતીઓએ ઉત્સાહ સભર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી સભાની શોભામાં અભિવૃદ્ધિ કરી જે પૈકી એક વૃક્ષારોપણનું મહત્વ સમજાવતું નાટ્ય રૂપાંતર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું. વિશેષમાં પ.પૂ.બાબારાજાશ્રીએ “શ્રીજી મહારાજે કરેલ શ્રીમદ્ સત્સંગીજીવન આદી સત્શાસ્ત્રો થકી આજ્ઞાનું યથાર્થ પાલન કરી શ્રીજી મહારાજને સહજ રાજી કરવાની કુંજી બતાવી હતી. ઉપરાંત સ્વયં શ્રીજી મહારાજ દ્વારા પ્રસ્થાપીત ષડઅંગી સંપ્રદાય અંગે માહિતગાર કરી મૂળ સિદ્ધાંતોનું પાલન કરી સાચા અર્થે આશ્રિત થવાનો ઉત્તમ ઉપદેશ પણ આપ્યો હતો.