Surat : Shree Mad Satsangi Jivan Katha | Aug 2021

તારીખ: ૧૬/૮/૨૦૨૧
સ્થળ: અમરેલી
કાર્યક્રમ: “શ્રીમદ્ સત્સંગીજીવન” મહિલા પારાયણ

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના તમામ સ્ત્રીભક્તોના ગુરૂપદે બિરાજમાન પ.પૂ.અ.સૌ.ગાદીવાળા માતૃશ્રી ના રુડા આશીર્વાદ તેમજ પ.પૂ.બાબારાજાશ્રી ના શુભ માર્ગદર્શન હેઠળ અમરેલી મહિલા મંડળ દ્વારા તા: ૧૬/૦૮/૨૦૨૧ ના રોજ આયોજિત “શ્રીમદ્ સત્સંગી જીવન” મહિલા પારાયણમાં સર્વે સ્ત્રીહરીભક્તોને પ.પૂ.બાબારાજાશ્રીએ પોતાના સાંનિધ્યથી આનંદીત કરી “શ્રીજી મહારાજે કરેલ શ્રીમદ્ સત્સંગીજીવન થકી આજ્ઞાનું યથાર્થ પાલન કરી આલોકમાં સુખી રહેવાનો માર્ગ સમજાવ્યો હતો. વિશેષમાં સ્વયં શ્રીજી મહારાજ દ્વારા પ્રસ્થાપીત ષડઅંગી સંપ્રદાય અંગે માહિતગાર કરી મૂળ સિદ્ધાંતોનું પાલન કરી સાચા અર્થે આશ્રિત થવાનો ઉત્તમ ઉપદેશ પણ આપ્યો હતો.”