Surat : Shakotsav | 26 JAN 2025
અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ પ.પૂ. 1008 આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાના અને આશીર્વાદથી તેમજ પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ માર્ગદર્શન હેઠળ શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ – સુરત તેમજ શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ – સુરત દ્વારા આયોજીત સુરતને આંગણે તા. 26/01/2025, રવિવારના રોજ “ઐતિહાસિક શાકોત્સવ ” ઉજવાયો હતો.
200 વર્ષ પહેલાં સ્વયં ભગવાન સ્વામીનારાયણે પોતાના હાથે રિંગણાંનું શાક બનાવીને ભક્તોને ખવડાવ્યું હતું ત્યારથી આ પરંપરા છે. સુરતમા ઐતિહાસિક શાકોત્સવ પ્રસંગે પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ભક્તોને શાકોત્સવનો મહિમા સમજાવ્યો હતો.
આ શાકોત્સવમામાં 1લાખ થી વધારે હરિભકતોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો..