Surat : Cervical Cancer Vaccination Drive | 3 April 2022 | LNDMM

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી *પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી* તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા *પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી* ના શુભ આશીર્વાદથી અને *પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા* ( બાબારાજા શ્રી ) ના સુયોગ્ય માર્ગદર્શન થી અભિસિંચિત શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્રારા શ્રી ધર્મકુલ આશ્રિત શ્રીજી મંદિર સુરત ખાતેથી સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી જેમાં 200 છોકરીઓ અને યુવતીઓને રસી આપવામાં આવી હતી.