Satsang Sabha, Mahila Mandal Sthapna || 04 June 2023

સત્સંગ સભા એવં મહિલા મંડળ સ્થાપના કાર્યક્રમ
અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી ના શુભ આશીર્વાદ તેમજ આજ્ઞાથી તથા પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા (બાબારાજાશ્રી) ના સુયોગ્ય માર્ગદર્શન થી અભિસિંચિત શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ બરવાળા દ્વારા બરવાળા ગામને આંગણે પ.પૂ. ડૉ. ઉર્વશી મિશ્રા
(બાબારાજાશ્રી) ના પાવન સાનિધ્યમાં મહિલા સત્સંગ સભા તથા મહિલા મંડળ સ્થાપના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બરવાળા, કમિગઢ, મોટા આંકડિયા, મોટી કુકાવાવ તેમજ વડેરાના સ્ત્રી ભક્તોએ સત્સંગ પ્રવચન તેમજ પ.પૂ. બાબારાજાશ્રી ના આશીર્વચન નો લાભ લીધો. આ સાથે પ.પૂ. બાબારાજા શ્રી ના શુભ કરકમળો દ્વારા મહિલા મંડળ ની સ્થાપના કરવામાં આવી.