Surat : International Mahila Adhiveshan | 8 March 2022 | LNDMM

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના તમામ સ્ત્રીભક્તોના ગુરૂપદે બિરાજમાન પ.પૂ.અ.સૌ.ગાદીવાળા માતૃશ્રી ના રુડા આશીર્વાદ તેમજ પ.પૂ.બાબારાજાશ્રી ના શુભ માર્ગદર્શન હેઠળ શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન-ભક્તિ ઔર શક્તિ કા સમન્વયમાં મોટી સંખ્યામાં ગામોગામથી બહેનોએ ભાગ લીધો હતો અને જીવન ઉત્કર્ષ બને તેવો સંકલ્પ કર્યો હતો.જેમાં સનાતન હિન્દૂ ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌપ્રથમ વિશાળ ફલક ઉપર ઉજવાય રહેલ – “આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનમાં” માનનીય શ્રીમતી આનંદીબેન પટેલ (મહામહિમ રાજ્યપાલશ્રી – ઉત્તરપ્રદેશ, ભારત) તથા માનનીય શ્રીમતીદર્શનાબેન જરદોષ પધાર્યા…..