Inauguration of Nutrition Prasad Distribution | 2022 | LNDMM

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી *પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી* તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા *પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી* ના શુભ આશીર્વાદથી અને *પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા* ( બાબારાજા શ્રી ) ના સુયોગ્ય માર્ગદર્શન થી અભિસિંચિત શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્રારા પ.પૂ.અ.સૌ.ગાદીવાળા માતૃશ્રી ના શુભ જન્મોત્સવ ના ઉપલક્ષ માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના શુભ અવસર પર *”આંતરરા્ટ્રીય મહિલા અધિવેશન – ૨૦૨૨ ભક્તિ ઔર શક્તિ કા સમનવય“* નું દિવ્ય આયોજન તારિખ ૦૮/૦૩/૨૦૨૨, સુરત ના આંગણે કરવામાં આવ્યું. જેમાં, *પૂ. શ્રી રમાકુંવરબા*, *પૂ. શ્રી ઉર્વશીકુંવરબા* તથા *માનનીય શ્રીમતી આનંદીબેન પટેલ (મહામહિમ રાજ્યપાલ શ્રી, ઉત્તર પ્રદેશ – ભારત)*, ના કરકમળો હસ્તે *”પોષણ પ્રસાદ- સુપોષિત ગુજરાત” અભિયાન* નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત “પોષણ પ્રસાદ” વિતરણ *શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ – વિવિધ શહેરો માં કાર્યરત મહિલા મંડળો દ્વારા પોષણ પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું.