Houston (USA) : Maruti Yagna on the occasion of Hanuman Jayanti | May 2021

ભારત અને વિશ્વમાં હાલ કોરોનની બીજી લહેરે સમગ્ર જીવસૃષ્ટિને ભરડામાં લીધેલ છે. તેવામાં અમેરિકાના હ્યુસ્ટન સિટીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના 7મા વારસદાર દક્ષિણ વિભાગ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના વર્તમાન આચાર્યશ્રી પ.પૂ.ધ.ધુ ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી અને પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ અમેરિકાની ધરતી પર હ્યુસ્ટન સિટીમાં સાકાર થઇ રહેલા વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ હિન્દૂ મંદિરના હરિભક્તો દ્વારા શ્રી હનુમાન જયંતિ નિમિતે કોરોના વાઇરસ નાબૂદ થાય અને કોરોનામાં મૃત્યુ પામનારના આત્માને શાંતિ મળે તે માટે મારુતિ યજ્ઞ અને જનમંગલ નામાવલી મંત્રોજાપનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં હરિભકતોએ શ્રી હનુમાન જયંતિ નિમિતે આયુર્વેદિક ઔષધીઓ જેવી કે, ગૌ છાણ, કપૂર, તુલસી, સહિતની સામગ્રીની આહુતિ આપવામાં આવી. આ સાથે શ્રી હનુમાનજીને પ્રાથના કરવામાં આવી કે, હનુમાનજી તમે તો કષ્ટ હરનારા છો. તમારા નામ સ્મરણથી ગમે તેવો રોગ હોય તે પણ દૂર થાય. તમે એવું કંઈક કરો કે હવે સમગ્ર પૃથ્વી પરથી આ કોરોના વાયરસ નષ્ટ થઇ જાય. અને સમગ્ર પૃથ્વી પરની જીવસૃષ્ટિ ફરીથી શાંતિ અને હર્ષ ઉલ્લાસથી જીવન જીવે.

વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ હિન્દૂ મંદિર – હ્યુસ્ટનના હરિભકતો દ્વારા આ કોરોના મહામારી સમયમાં અવિરત SVG Charityના માધ્યમથી ચેરિટીના કર્યો પણ કરવામાં આવ્યા છે. જેમાં હરિભક્તો દ્વારા જરૂરિયાત મંદ લોકોને માસ્ક, સૅનેટાઇઝ, ફૂડ વિતરણ, રાશન સામગ્રી, બ્લડ ડોનેશન કેમ્પ, વેક્સિન કેમ્પ, ભારત દેશમાં ઓક્સિજન સપ્લાય અને ફ્રી ટિફિન સેવામાં અગ્રેસર રહીને માનવતા માટેનું એક ઉદાહરણ પૂરું પડ્યું છે.

આ હરિભક્તો દ્વારા થતા ઉમદા કર્યો પરથી એવું સાબિત થાય છે કે વિદેશની ધરતી પર રહીને આ હરિભક્તો હિન્દૂ ધર્મની જે ગરિમા છે અને હિન્દૂ સંસ્કૃતિની ફરજ તે હજી ભુલાય નથી. આ તમામ હરિભક્તોને સૌ સૌ સલામ છે.