Botad : Mahila Shashktikaran Shibir Evam Cervical Cancer Vaccination Drive | 9 July 2023 | LNDMM

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી *પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી* તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા *પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી* ના શુભ આશીર્વાદથી તથા *પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા* ( બાબારાજાશ્રી ) ના સુયોગ્ય માર્ગદર્શન થી અભિસિંચિત *શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ બોટાદ* દ્વારા ત્રિમાસિક સભા એવમ્ મહિલા સશક્તિકરણ શિબિર સાથે સર્વાઇકલ કેન્સર રસીકરણ કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવ્યું. પ. પૂ. બાબારાજાશ્રી ના પાવન સાનિધ્યમાં યોજાયેલ ત્રિવેણી કાર્યક્રમમાં બોટાદ તેમજ આસપાસના ગામના સ્ત્રી ભક્તો મોટી સંખ્યામાં જોડાયા અને 30 બહેનોને સર્વાઇકલ કેન્સર વેક્સિન મૂકવામાં આવી. બોટાદ બાલિકા મંડળની દીકરીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં. ઉપસ્થિત સર્વે સ્ત્રી ભક્તોને પ. પૂ. બાબારાજાશ્રી ના દિવ્ય આશીર્વચન નો અદભુત લાભ પ્રાપ્ત થયો.