SVG Charity : 72,000 tree plantation By Swaminarayan Sect | 2021

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના 72માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે નવપલ્લવિત ધરા મહોત્સવ- ૨૦૨૧ અંતર્ગત  અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ (LNDMM), તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ (LNDYM)  દ્વારા 72,000 વૃક્ષોના વાવેતરના શુભ સંકલ્પની શુભ શરૂઆત સ્વયં શ્રી ધર્મકુળ પરિવાર દ્રારા કરવામાં આવી.

215 વર્ષ પૂર્વે જેતલપૂરનાં ગંગામાં વડતાલ ખાતે જ્યાં નિવાસ કરતા હતા (આચાર્ય નિવાસસ્થાન, શ્રી રઘુવીર વાડી, વડતાલ) ત્યાં તેઓની બંગલી પાસે એક ઘટાદાર બોરસલ્લીનું વૃક્ષ હતું. જેની શીતળ છાયા માં અનેકો અનેક વાર શ્રીહરી બિરાજમાન થયા હતા. શ્રીજી મહારાજના આ લીલા ચરિત્રની દિવ્ય સ્મૃતિ રૂપે આજે એજ પ્રસાદીના સ્થાન સમીપ બોરસલ્લીના છોડનું આરોપણ સ્વયં શ્રીજી મહારાજના આઠમાં વંશજ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી દ્વારા કરવામાં આવ્યું. જેમાં આણંદ શહેરનાં મા.સાંસદ સભ્ય શ્રી મિતેષભાઈ પટેલ (બકાભાઈ), ધર્મકુળ આશ્રિત સંતો- પાર્ષદો, હરીભક્તો, સાંખ્યોગી બહેનો તથા સ્ત્રીભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ, ભાવનગર, સુરત  ખાતે પણ શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનો (LNDYM) અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળના બહેનોના (LNDMM) સહિયારા પ્રયાસથી વર્તમાન વડતાલ ગાદીપતિ વિદ્યમાન આચાર્ય શ્રી પ.પ.ધ.ધૂ. શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના 72 માં પ્રાગટ્ય દિવસ નિમિતે 72,000 વૃક્ષોના વાવેતરનો શુભ સંકલ્પ પરિપૂર્ણ કરવા માટે વૃક્ષોનું વાવેતર કરીને, વૃક્ષોના ઉછેરનો સંકલ્પ લઈને મહારાજશ્રીને સપ્રેમભેટ અર્પણ કરે છે.