Lunar Eclipse (ચંદ્ર ગ્રહણ)

Asset 1
Asset 2

ચંદ્ર ગ્રહણ - અષાઢ સુદ 14

ક્યા  દેખાશે : અમેરિકા, આફ્રિકા, પૂર્વ યુરોપ વગેરે દેશોમા દેખાશે માટે પાળવું પરંતુ ભારતમાં દેખાશે નહિ માટે પાળવું નહિ

ક્યારે દેખાશે : તારીખ 04-07-2020 , શનિવાર


Grahan Detail

For more Detail of your City : https://www.timeanddate.com/eclipse/lunar/2018-july-27

Asset 2

શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજની આજ્ઞા: 

  • અને સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો. ||૮૬||
  • અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય, તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. ||૮૭||

ગ્રહણમાં આટલું કરવું જરૂરી છે......

રસોડા વિભાગ

નિકાલ કરવા યોગ્ય 

દાળ શાક વગેરેના રોજીંદા વપરાતા મશાલા ગ્રહણનું સુતક લાગવાથી અશુદ્ધ થાય છે એટલે પછી ઉપયોગ કરી શકાતો નથી

તાવડી કાઢી નાખવી

રોજીંદા વપરાશના ઘી તેલ લોટ ગ્રહણ પછી ન વાપરવા ગ્રહણ પહેલા તેનો યોગ્ય નિકાલ કરવો...

પાણી પીવાના પાત્રો ગોળો માટલું માટલી વગેરે માટીના વાસણ જો રસોઈ બનાવતા બનાવતા લોટ વાળા હાથે અડતા હો તો તેનો યોગ્ય નિકાલ કરી નવા પાત્ર વસાવવા પડે...

લોટ પાણીથી બનાવેલી રસોઈ ગ્રહણ સમયે રાખવી નહિ

સેવ ગાંઠિયા ન રાખવા

 

સફાઈ કરવા યોગ્ય 

તો મશાલા ખાલી કરી મશાલ્યું-પાત્રો ઉટકી લેવા-માંજવા પછી નવા મશાલા ભરવા....

લોઢી તવી ઉટકીને સાફ કરવા

પાણીનું RO મશીન હોય તો તેનો નળ સાબુથી સાફ કરી મશીનને બહારથી ધોઈને સાફ કરવું...

 

રાખવા યોગ્ય 

ખારી સીંગ મમરા રાખી શકાય,

દૂધ દહીં ને સુતક લાગતું નથી ઢાંકીને રાખી મુકવા

આખું રસોડુ ધોઈને સાફ કરવું...

ગ્રહણ સમય દરમ્યાન રસોડામાં જવું નહિ...

 

અન્ય સફાઈ 

પૂજાના વસ્ત્રો તેમજ  બેડિંગ વગેરે રોજના વપરાશના વસ્ત્રો ધોવા યોગ્ય હોય તે ધોવા

બાકીના ખંખેરી ઝાટકી લેવા

ગ્રહણ સમયે 

ગ્રહણ સમય પહેલા સ્નાન કરી ભજન કરવા બેસવું....શિક્ષાપત્રી(86-87)

ઘરે અથવા મંદિરે સમૂહમાં ધૂન, કીર્તન, કથા, માળા શાસ્ત્ર વાંચવા...

 

ભજનનો પ્રાયોલિટી વાળો ક્રમ

?સૌથી શ્રેષ્ઠ   ઉંઘ આળશ વગરનું ધ્યાન

ઉંઘ આળશ વગરની માળા મંત્ર જાપ

? પછી ?    મૌન ભજન ધૂન

? પછી ?    કીર્તન, કથા શ્રવણ વાંચન

? પછી ?   રાસ વગેરે વંદ સહજાનંદ રસરૂપ આ પદ ગાન ખૂબ ઉત્તમ છે

  જેમ ઉંચો ?ક્રમ તેમ વધારે ફળ

 

કોઈ પણ સંજોગોમાં સુવાનું નહિ તેમજ કોઈ કામ કાજ વર્ક કરવું જ નહિ,

ગ્રામ્ય વાતો ન કરવી, પેપર ન વાંચવા, ટી. વી. ન જોવું...

ભજન સિવાય કોઈ પ્રવૃત્તિ ન કરવી...

 

જે લોકો ગ્રહણ નથી પાળતા તો તે કાયમી સુતકી ગણાય...જન્મ મરણના સુતક કરતા આ મોટું સુતક  છે...

તેના ઘરની રસોઈ ભગવાન અને સાધુ જમતા નથી, વૃદ્ધ અને બિમાર અપવાદમાં છે

 

ગ્રહણ પછી 

દાનનો સંકલ્પ ગ્રહણ સમય દરમ્યાન કરી લેવો શક્ય હોય તો

ગ્રહણનું ભજન અને દાન મોટું ફળ આપે છે, સ્નાન કર્યા પછી દાન કરવું...

 

સબોળ સ્નાન કર્યા પછીજ રસોડામાં જવું...

પહેરેલા તમામ વસ્ત્રો સ્નાન વખતે પલાળી દઈ વૃદ્ધ અને બિમાર સિવાયના લોકોએ ઠંડા જળથી સ્નાન કરવું.