About Swaminarayan Sampraday, Adopted Son as Acharyas of Swaminarayan Sampraday

Sahajanand Swami

          ક્ષર અક્ષર થી પર અનંતકોટી બ્રહ્માંડોના અધિપતિ, સર્વોપરી, સર્વાવતારી, સર્વ કારણના કારણ પરબ્રહ્મ પૂર્ણપુરષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્થે સ્થાપેલ મૂળ સંપ્રદાયની બે ગાદી (વડતાલ ગાદી અને અમદાવાદ ગાદી) પૈકીની દક્ષિણ વિભાગ વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના વર્તમાન  આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ ના આશીર્વાદ તથા આજ્ઞાથી, દેશવિદેશમાં રહેતા સહજાનંદી સિંહ રૂપી સર્વ સત્સંગીઓને સત્સંગનો વિશેષ લાભ મળે તે હેતુથી આ વેબસાઈટની શરૂઆત વડતાલ ગાદીના ભાવિ આચાર્યશ્રી લાલજીમહારાજ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ના માર્ગદર્શન મુજબ થઇ છે.

          દેશવિદેશમાં વસતા સત્સંગીઓને સત્સંગના માધ્યમથી એક કરીને સર્વોપરી શ્રીજીમહારાજનો મહિમા દરેક સત્સંગીઓના દિલમાં દિવસે દિવસે વધે અને સર્વે મુમુક્ષ મોક્ષભાગી બને તે જ આચાર્ય મહારાજશ્રીનો હેતુ છે. આ વેબસાઈટની વિશેષતા એ છે કે, આ વેબસાઈટ દેશ વિદેશ માં વસતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ ના યુવાનો દ્વારા જ શ્રીજી મહારાજના મૂળભૂત સિધાન્તો ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે. અને દિવસે દિવસે પ્રગતિ કરી રહી છે. આચાર્ય મહારાજશ્રી તથા શ્રી લાલજીમહારાજશ્રી નું માર્ગદર્શન તથા તેમના આશીર્વાદથી આ વેબસાઈટમાં અનેક વિવિધતા સમાયેલી છે. આજના કમ્પ્યુટર યુગમાં શ્રીજી મહારાજના મૂળભૂત સિધાન્તોનું જ્ઞાન સર્વ મુમુક્ષોને ઘર બેઠા મળે અને અંતે શ્રીજી મહારાજના ધામ ને પામે આ વેબસાઈટનો મુખ્ય હેતુ છે, અને સર્વ સત્સંગીઓને આ વેબસાઈટનો ભરપૂર લાભ લેવા વિનંતી સાથે.

જય શ્રી સ્વામિનારાયણ.