ભગવાન સ્વામિનારાયણ અને હનુમાનજી મહારાજ

ગુજરાતી
આજે ભગવાનના મહાન ભક્ત જેમને દરેક આવતારોની સેવાનો લાભ મળ્યો છે અને સેવાથી પ્રભાવિત થઇ ભગવાન રામચંદ્રજીએ જેમને ચિરંજીવી થવાનો વરદાન આપ્યું તેવા રામભક્ત શ્રી હનુમાનજી મહારાજનો આજે જન્મદિન છે.
હનુમાનજી મહારાજથી તો કોણ અજાણ હોય પંરતુ આજે તેમના જન્મદિને તેમાં ગુણોને યાદ કરી પ્રાર્થના કરીએ કે આપના જેવા ગુણો અમારામાં પણ આવે અને ભગવાનને રાજી કરવાનું તાન છે તેવું તાન અને તાલાવેલી અમને પણ થાય.
ભગવાનશ્રી સ્વામિનારાયણના જન્મ પહેલા તેમના માતા-પિતા ધર્મદેવ અને ભક્તીમાતાને જયારે અસુરો થાકી દુખ આવ્યું ત્યારે ધર્મદેવ અયોધ્યામાં હનુમાંનગઢી ગયા અને ત્યાં એક પગે ઉભા રહી હનુમાનજીની સ્તુતિ કરી હતી, પછી ધર્મદેવને હનુમાનજીએ દર્શન આપી સાંત્વના આપી અને વૃંદાવન જવા માટે કહ્યું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે સારંગપુરનું હનુમાનજી દેવ મંદિર દેશ-વિદેશમાં શ્રદ્ધાળુનાં આસ્થાનું કેન્દ્ર છે ઉપરાંત સ્વામિનારાયાણ સંપ્રદાયના દરેક મંદિરોમાં હનુમાનજીનું સ્થાન હોય છે અને શિક્ષાપત્રીમાં હનુમાનજીના પૂજનની આજ્ઞા સ્વયં ભગવાને કરેલી છે, અને મુખ્યરૂપે તો હનુમાનજીદાદા ધર્મકુળનાં કુળદેવતા છે.
અને જો ક્યારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણ કવચનો જપ કરવો અથવા હનુમાનજીના મંત્રનો જપ કરવો,
પણ એ વિના બીજા કોઈ ક્ષુદ્ર દેવના સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. (શિક્ષાપત્રી શ્લોક ન.૮૫)
૬ દિવસના બાળપ્રભુ ઘનશ્યામ મહારાજને જ્યારે કોટરાઓ(રાક્ષશ) ભક્તીમાતા પાસેથી છીનવીને લઇ જાય છે ત્યારે ભક્તીમાતાનો સંતાપ ટાળવા માટે હનુમાનજી બાળપ્રભુને લેવા માટે જાય છે.
નીલકંઠવર્ણી સ્વરૂપે વન વિચરણ દરમ્યાન પણ શ્રી હરિની સેવામાં હનુમાનજી હતા. પછી તે કાલ ભૈરવને મારવાનો હોય કે પ્રખર તાંત્રિક પીબેકને સબક શીખડાવવાનો હોય ત્યાએ હનુમાનજી હાજર જ હોય. અને વન વિચરણ દરમ્યાન અયોધ્યાવાસીને થયેલા ઘનશ્યામ પ્રભુના વિરહની સાંતવના પણ હનુમાનજીએ જ આપેલી.
English
Today is the birthday of Lord Hanumanji Maharaj, who is blessed by Lord Ramchandraji, who is blessed by the great devotees of God, who has been benefited from the service of every Occupation. Who is unaware of Hanumanji Maharaj? Today, remember his qualities in his birthdays and pray that your qualities like yours also come in us and that we have the desire to please God, we will also be blessed with salvation. When Lord Swaminarayan was born before his parents Dharmadev and Bhaktimata, Dharmadev went to Hanumangarh in Ayodhya and praised Hanuman, standing there on one leg, then Hanuman gave a vision to Hanuman and gave him a meditation and told him to go to Vrindavan. Today in the Swaminarayan sect, the Hanuman temple of Sarangapur is the center of pilgrimage of God, besides Hanumanji in every temple of Swaminarayan sect, and Lord Hanuman has worshiped Lord Hanuman in Shikshapatri, and chiefly is Hanuman-Zidada clan of dogma. When 6-day child-devotee Ghanshyam Maharaj takes away the Kotars from Bhaktima, Hmamaji goes to take a child to avoid the wrath of devotees. In the form of Neelkanthwari, during the forest deployment, Hanumanji was also in the service of Shri Hariñi. Then Hanumanji is present in that time if he wants to kill Kaal Bhairav or to impart an ardent Tantric Pitabu. And Hanumanji also gave the help of Ghanshyam Lords evening relief to the Ayodhya during the forest devas.