Importance of Shivratri festival in Swaminarayan Sampraday | સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિવરાત્રી પર્વનું મહત્વ

ગુજરાતી
શિવરાત્રી ભક્તિ અને શ્રધ્ધા સાથે આનંદ અને ઉલ્લાસનું પર્વ. શિવરાત્રી એ હિન્દૂ સનાતન સંસ્કૃતિના ઉત્સવોની પરંપરાનો એક અતિ મહત્વનો તહેવાર છે. નામ પ્રમાણે આ તહેવાર ભગવાન ભોળાનાથની વિશેષ ઉપાસના માટેનો તહેવાર છે. આ દિવસે શિવજીની ઉપાસના અને શ્રદ્ધા-ભક્તિએ જે કોઈ વ્યક્તિ ભાવથી પૂજન કરે છે તેના પર મહાદેવની કૃપા વિશેષ થાય છે અને પોતાની મનોકામના હોય તો તે પૂર્ણ થાય છે.
શિવરાત્રીની ઉજવણી :
શિવરાત્રીના દિવસે શ્રદ્ધાળુઓ શિવાલયમાં શિવજીનો યથા શક્તિ પદાર્થો વડે ભાવથી પૂજન – અર્ચન કરે છે. શિવજીનું પવિત્ર જળ, દૂધ, પંચામૃત વગેરે પદાર્થોથી અભિષેક પણ કરતા હોય છે. ઉપરાંત શિવજીની પૂજા ખાસ પદાર્થો જેમકે ધતુરાનું ફૂલ અને ભભૂત તથા બિલ્વપત્રાદિકથી કરતા હોય છે. શિવરાત્રીના દિવસે ઉપવાસ કરવાનો હોય છે. શિવરાત્રીનું પાવન પર્વ એ માત્ર ધાર્મિક પર્વ ના બનતા સમગ્ર સમાજ માટે એકે લોકપર્વ પણ બનું રહ્યું છે. આ દિવસે જ્યાં મહાદેવના મુખ્ય તીર્થ સ્થાનો કે પૌરાણિકે શિવાલયો છે ત્યાં લોકમેળા ભજન સંતવાણીના વિશેષ આયોજન થતા હોય છે.
સ્વામિનારાયણ સંપ્રદાય અને મહાદેવ :
સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે એકેશ્વરવાદને પ્રસ્થાપિત કરતા શિવજીનું પૂજન તથા દર્શન તથા વ્રત કરવાની આજ્ઞાઓ કરેલી છે :
શિક્ષાપત્રી :
- રસ્તે ચાલતા શિવાલયાદિક દેવમંદિર આવે ત્યારે આદર થકી નમસ્કાર કરવા તથા વંદન કરવા (શ્લોકઃ 22)
- શિવરાત્રીનું વ્રત આદરથકી કરવું (શ્લોક 79)
- અમારા આશ્રિતોએ વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય આદિ પંચદેવને આદર થકી માનવા.(શ્લોક 84)
- શ્રાવણ માસમાં શિવજીનું બિલ્વપત્રાદિકે કરીને પૂજન કરવું અથવા બીજા પાસે કરાવવું (શ્લોક 149). નારાયણ તથા શિવજીનું એકાત્મપણુ જાણવું (શ્લોક 47)
વચનામૃત :
- શિવ બ્રહ્મા જેવા કોઈ સમર્થ કહેવાય નહિ એ તો નારદ જેવાના પણ ગુરુ છે અને એ જેવા બ્રહ્મસ્વરૂપે વર્તે છે તેવું તો બીજાને વર્તવું કઠણ છે (ગઢડા મ. 51)
- શિવજી પ્રત્યે અમને બહુ માન અને આદર છે. (લોયા 1)
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિવરાત્રી
સંપ્રદાયના ધર્મશાસ્ત્ર એવા ગ્રંથરાજ શ્રીમદ સત્સંગિજીવનના ચતુર્થ પ્રકરણના 59માં અધ્યાયમાં સ્વયં શ્રી હરિ શિવરાત્રીનો ઉત્સવ કેવી રીતે કરવો તે અંગે આજ્ઞા કરતા કહે છે કે…
- આ શિવરાત્રીના ઉત્સવમાં શ્રીવાસુદેવ ભગવાનને અને લક્ષ્મીજીને ચિત્ર વિચિત્ર વસ્ત્રો ધારણ કરાવવાં અને સુવર્ણનાં આભૂષણો ધારણ કરાવવાં. (શ્લોક ૩૩)
- મધ્યારાત્રીએ રૂદ્રસૂક્તથી શિવજીનો વિધિપૂર્વક મહાભિષેક કરવો. અને શ્રીફળ તથા બિલ્વપત્રોથી ગણોએ સહિત શંકરનું પ્રેમથી પૂજન કરવું. (શ્લોક ૩૪)
- ને મલ્લિકા, કુંદ, કણેર, ધતૂરો આદિ પુષ્પો અર્પણ કરવાં. ત્યારપછી નૈવેદ્યમાં ખીરવડાં ધરાવવાં અને તે દિવસે પૂજારીએ ઉપવાસ કરવો. (શ્લોક ૩૫)
- તે દિવસે નારાયણ અને શિવજીના એકાત્મભાવને જણાવતાં પદોનું ગાન કરાવવું. આ ઉત્સવમાં આટલો વિધિ વિશેષ છે. બાકી પૂર્વવત્ જાણવો. (શ્લોક ૩૬)
શિવરાત્રી સાથે જોડાયેલી પૌરાણિક કથા :
આમ તો કથા લાંબી છે પરંતુ સાર જોઈએ તો જંગલમાં એક શિકારી શિકારની શોધમાં બિલ્વના વૃક્ષની ઉપર બેઠો હતો. સમય પસાર કરવા તે વૃક્ષના પર્ણો તોડીને નીચે નાખતો હતો પરંતુ તેને ખ્યાલ નહોતો કે નીચે ધૂળ અને સુકાયેલા પર્ણોથી શિવલિંગ ઢંકાયેલું છે અને તે જે પણ તોડીને નીચે નાખે છે તેનાથી શિવલિંગનો પૂજન થાય છે.
શિકારની રાહમાં આખો દિવસ પસાર થયો, રાત્રીના એક પ્રહાર, બીજું પ્રહાર અને ત્રીજું પ્રહર પણ પસાર થયું છતાંયે તેનું પાન તોડી નીચે નાખવાનું કામ ચાલુ હતું. આ કાર્ય ચોથા પ્રહરમાં પણ ચાલ્યું અને જેવો ચોથો પ્રહાર પૂર્ણ થયો કે તરત શિવાજી પ્રસન્ન થયા અને દર્શન આપી વરદાન આપતા કહ્યું કે “આવતા જન્મે તું નિશાદ નામે ઓળખાઈશ અને તને શ્રીરામ ભગવાનની સેવા કરવાનો અવસર મળશે”
ભગવાન શ્રી સ્વામિનારાયણ અને શિવજી :
ઘનશ્યામ મહારાજ પોતાની બાલ્યાવસ્થામાં ઘણી વાર સુધી શિવાલયમાં બેસતા. ઉપરાંત જ્યારે નીલકંઠ વેશે વનવિચરણ કરતા હતા ત્યારે એકવાર ઘણા દિવસના ઉપવાસ અને વિચારણને અંતે માત્ર જળ મળ્યું ત્યારે શિવજી અને પાર્વતીજીએ આવી અને નીલકંઠવર્ણીને સાથવો અર્પણ કર્યો હતો.
જયારે શ્રીજી મહારાજ ઉપાસનાનો માર્ગ અવિચલ રહે તે હેતુથી મંદિર બંધાવ્યા ત્યારે તેમાં જૂનાગઢ મંદિરમાં શિવજીની સિદ્ધેશ્વર મહાદેવ સ્વરૂપે સ્થાપના કરી અને ઉપરાંત જ્યાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના શિખરબદ્ધ મંદિર હોય છે ત્યાં શિવલિંગ સ્વરૂપે શિવજીની સ્થાપના થયેલી હોય છે અને સત્સંગી હરિભક્તો પણ શિવજીના શ્રદ્ધાપૂર્વક દર્શન-પૂજન કરતા હોય છે.
English
Shivaratri: A festival of joy and exhilaration with devotion and faith Shivratri is a very important festival in the tradition of Hindu Sanatan Sanskriti. As the name suggests, this festival is for worshipping Lord Shiva in particular. When an individual worships Lord Shiva with faith and reverence on this day, Mahadev is specially pleased with him and his wishes are fulfilled through Shiva’s grace.Celebration of Shivratri :
On the day of Shivratri, devotees visit Shivalay and worship Shivaji in many ways according to their ability. With holy water, milk, Panchamrut etc. objects are used for Abhishek of Lord Shiva. Moreover, Shivaji is worshipped through special objects such as dhatura flowers, ash, and bilvapatra. On this day fast is also observed. The occasion of Shivratri is not only a religious festival but also a cheered celebration for the whole society. On this day the major pilgrimages of Mahadev or renowned Shiva temples are full of events like Bhakti or Santvani (Spiritual Talk) or Lok MelaSwaminarayan Sampradaya and Mahadev :
Bhagwan Shree Swaminarayan has commanded his devotees to worship, darshan, and fasting for the grandeur of Lord Shiva.Shikshapatri :
- If one walks by a shivalay or a dev mandir, then one should bow down with respect ( Shlok 22)
- Fast on Shivratri should be courteously commemorated ( Shlok 79)
- My devotees should respectfully acknowledge the 5 dev Vishnu, Shiva, Ganesha, Parvati, and the sun (Shlok 84)
- In the month of Shravan, one should personally or through others worship Lord Shiva with the means of bilvapatra and other holy objects ( Shlok 149)
- All shall realize oneness of Narayan and Lord Shiva ( Shlok 47)
Vachnamrut :
- There are none as able as Shiva and Brahma while they are a guru of even someone like Narad and the way they act as Brahmaswaroop is hard to achieve by others ( Gadhada Madhya 51)
- I have great respect and admiration towards Shivji. ( Loya 1)
Shivaratri in Swaminarayan sect
In the doctrine of Swaminarayan Sampraday, noblest scripture Shrimad Satsangijivan describes in section IV, chapter 59 that Shree Hari himself commands to celebrate the festival of Shivratri in the following way- On Shivratri, Bhagwan Vasudev and Laxmiji should be adorned with rich clothes and gold Jewelry (Shlok 33)
- A methodical Maha Abhishek of Lord Shiva should be done at Midnight. Also, Shiva and his deputy compatriots should be worshipped with coconut and bilvapatra. (Shlok 34)
- Flowers like Mallika, kund, kanera, dhatura should be offered to Shivji thereafter, offerings of khir-vada should be made and pujari should hold fast on that day. (Shlok 35)
- That day, songs (Bhajan) glorifying oneness of Narayan and Shiv should be recited. These rituals are significant for the celebrations. (Shlok 36)