Shreemad Satsangi Jeevan

શ્રીમદ્દ સત્સંગીજીવન ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. જે ગ્રંથની રચના ત્રિકાળદર્શી સદ્. શતાનંદ સ્વામી એ પોતાની કલમે સંસ્કૃત ભાષામાં કરેલી હોવા છતાં સૌને સુગમતાથી સમજાય તેવી રીતે કંડારેલી છે. આ ગ્રંથ ની રચના સ્વામી જયારે કરતા હોય  ત્યારે દરેક પ્રકરણ પૂર્ણ થતા ભગવાન શ્રી  સ્વામિનારાયણને અર્પણ કરતા અને ભગવાન શ્રીહરિ તે તે પ્રકારણોનું વાંચન કરતાં હતા.

સદ્. શતાનંદ મુનિ એક એક પ્રકરણ સંપૂર્ણ  કરીને અક્ષરાદિ સર્વના નિયન્તા પોતાના નિવાસ સ્થાન (ગઢપુરસ્થ અક્ષર ઓરડી) માં  રહેલા શ્રીહરિને સંભળાવતા હતા.

તેમજ સદ્. શતાનંદ સ્વામી આ ગ્રંથનો મહિમા વર્ણવતા લખે છે.

અતિ આદરપૂર્વક જેઓ આ સત્સંગિજીવનરૂપી  અમૃત પીએ છે. તેઓ કાળરૂપી મોટા સર્પના ત્રાસથી છૂટીને ભગવાનના ધામને પામે છે.

આ આખો ગ્રંથ તો શું પણ સ્વામી કહે છે :

એક મુહૂર્ત અથવા  અડધું મુહૂર્ત અથવ એક ક્ષણ વાર જો માણસ શ્રદ્ધા-ભકતિપૂર્વક આ કથા સંભાળે છે તો તેની કોઈ દિવસ અસદગતિ થતી નથી. સર્વ પ્રકરણ યજ્ઞો કરવાથી જે ફળ થાય.તેમજ સર્વ પ્રકારના દાન આપવાથી જે ફળ થાય છે.તે સમગ્ર ફળ સ્નેહપૂર્વક આ કથાના શ્રવણથી જ મનુષ્યને મળે છે.

જયારે જીવાત્મા પાપ કરે છે. અને તે પાપ પ્રારબ્ધ બનીને ભોગવવાનો વારો આવે છે. ત્યારે આખું જગત રડતું હોય છે.પરંતુ આ ગ્રંથ તો એટલો મહાન છે. કે જીવાત્મા જયારે આ ગ્રંથની કંઠ આ શ્રાવણ કરવાનો પ્રારંભ કરે છે ત્યારે સર્વે પાપો જ ભેગા થઇ ને રડવા લાગે છે. સ્વામી લખે છે;

આ કથા સંભાળવાની શરૂઆતની ક્ષણમાં જ અનેકવિધ પાપો રુદન કરવા લાગે છે કે અરે....રે! આ કંઠ તો આપણો સર્વેનો પ્રજળાવીને તત્કાળ વિનાશ કરી નાખશે

આ  ગ્રંથ જયારે પૂર્ણ થયો ત્યારે અનંતકોટી બ્રહ્માંડના આધિપતિ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં તેનું પૂજન કરવા માટે તત્પર થઇ પોતાની ત્રણ છોગલાવાળી પાઘ ઉપર આ ગ્રંથને પધરાવી ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરેથી શ્રી લક્ષ્મીવાડી સુધી નાચતા નાચતા ગયા.અને તેની પોતે સ્વયં આરતી ઉતારી અને પોતાના શ્રીમુખે આ શાસ્ત્રની પ્રશંસા કરતા થાક ગ્રંથકર્તા પ્રત્યે કહ્યું :

'હે શતાનંદ સ્વામી ! તમારા દ્વારા લખાયેલા રમણીય આ શાસ્ત્ર સર્વ શાસ્ત્રોમાં શિરોમણિરૂપ છે. અને ભવિષ્યમાં પણ શિરમોડ બની રહેશે '

એટલું જ  નહિ, ભગવાન શ્રીહરિ આ લોકમાંથી જયારે વિદાય લેવાનો વિચાર  કર્યો ત્યારે પણ આ ગ્રંથ ને યાદ કર્યો હતો.

કળિયુગમાં ભવિષ્યકાળમાં થનારા જનોના સંસારસાગરમાંથી ઉદ્ધાર કરવા માટે શતાનંદ મુનિ પાસે 'સંત્સંગીજીવન' નામનો ગ્રંથ કરાવ્યો છે તે ગ્રંથ પણ ઘણું કરી સમાપ્તપ્રાય જ થયેલો છે.(માટે હવે હું આ લોકમાંથી વિદાય લઉં તો ચિંતા નહિ.)

આમ, સર્વે રીતે આ ગ્રંથની મહતા વર્ણવી જાય તેમ નથી.સદ્.શતાનંદ સ્વામી તો એમ કહે છે  : " આ જગતમાં લખાયેલ તમામ ગ્રંથો કરતા હું આ શ્રીહરિના ચરિત્રોસભર ગ્રંથને મહતા આપું છું. "

આ શુભ 'સત્સંગિજીવન શાસ્ત્ર' મેં ભગવાન શ્રીહરિના અનુગ્રહથી તેમજ એમની આજ્ઞાથી તેમની સમીપે નિવાસ કરીને લખેલું છે.

વળી આ ગ્રંથ ફક્ત ચરિત્રનો જ ગ્રંથ નથી.પરંતુ તેમાં ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય અને ભક્તિ એમ ચારેયનું પરિપૂર્ણ વર્ણન કરવામાં આવેલું છે.

આ ગ્રંથ ની અંદર 5 પ્રકરણ છે, 319 અધ્યાયો  છે અને 17627 શ્લોક છે.

આરાધ્ય દેવ : ભગવાન સ્વામિનારાયણ

ગ્રંથ કરતા : સ.ગુ. શતાનંદ સ્વામી

ગ્રંથના વકતા : સ.ગુ. સ્વરૂપાનંદ સ્વામી (સુવ્રત મુનિ )

ગ્રંથના પ્રથમ શ્રોતા : દરબાર પ્રતાપસિંહ રાજા - ભાડેર

ગ્રંથ સંવાદ : ચક્રતીર્થ જગન્નાથપુરી

કુલ પ્રકરણ :

કુલ અધ્યાય : ૩૧૯

કુલ શ્લોક : ૧૭૬૨૭

માહાત્મય ગ્રંથના કરતા : સ.ગુ. મુકતાનંદ સ્વામી

માહાત્મ્ય ગ્રંથના વકતા : સ.ગુ. શતાનંદસ્વામી

માહાત્મ્ય ગ્રંથના શ્રોતા : દરબાર શ્રી જીણાભાઇ -પંચાળા

Kath Clip :- Shreemad Satsangijivan Granth Mahima | Pu. Lalji Maharaj