Please Wait...

Swaminarayan Vadtal Gadi – SVG
  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us
  • Sign in / Sign up

SVG.ORG

  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us

SVG.ORG

Home » Festival » Kalichaudas – (કાળીચૌદશ)

Kalichaudas – (કાળીચૌદશ)

  • Published On: 02 March 2018
Kalichaudas – (કાળીચૌદશ)

ગુજરાતી

આજના દિવસ સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. ભગવાન શ્રીકૃષ્ણે સત્યભામા સાથે જઈને ભૌમાસુર જે નરકાસુર તેનો નાશ કરી તેને કેદ કરેલી ૧૬૦૦૦ સ્ત્રીઓને છોડાવી. તેથી દેવોએ આનંદમાં આવી દિવાઓ પ્રગટાવી દિપોત્સવ મનાવેલ. ત્યારબાદ ભૌમાસુર-નરકાસુર તે પૃથ્વી ઉપર પડ્યો થકો છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે તેણે ભગવાનને પ્રાર્થના કરીને કહ્યું : “હે પ્રભુ ! મારી મૃત્યુતિથિએ જે સૂર્યોદય પહેલા સ્નાન કરે તેને નરકની પીડા ન થાય.” તે વર ભગવાને તેમને આપેલો તેથી આજના દિવસે બ્રાહ્મમુહૂર્તે સ્નાનનો અધિક મહિમા કહ્યો છે.

 

સોળ હજાર જેટલી સ્ત્રીઓની એવી ભાવના હતી કે અમોને કેદમાંથી છોડાવી ભગવાન પોતાના સાનિધ્યનું સુખ આપે. તે ભાવને વશ થઈ ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો નાશ કર્યો અને તે સૌ સ્ત્રીઓના મનોરથ પૂર્ણ કર્યા. આ વાતને જ લક્ષ્ય બનાવી ભગવાન શ્રી સ્વામિનારાયણ કારિયાણી પ્રકરણના પાંચમા વચનામૃતમાં આસો વદિ આ ચૌદશના દિવસે જ એ વાત કરતા કહે છે : “ભગવાન પોતાના ભક્તના મનોરથ પૂર્ણ કરવાને કાજે પૃથ્વી પર દેહ ધરે છે અને તે ભેળું અનેક જીવનું કલ્યાણ કરે ને ધર્મનું સ્થાપન પણ કરે છે.”

 

શ્રીજીમહારાજે આ દિવસે ઘણીવાર વડતાલ, ગઢપુર, સરધાર વગેરે સ્થાનોમાં જ્યાં જ્યાં બિરાજતા ત્યાં ત્યાં પોતાના ધર્મકુળની રીત પ્રમાણે હનુમાનજીનું પૂજન-અર્ચન કરીને હનુમાનજીની દાસત્વ ભક્તિને બિરદાવી છે. અને તેથી ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રીમાં આચાર્યશ્રીના ધર્મ નિરૂપણના ૧૨૭માં શ્લોકમાં કહ્યું છે : ‘ઈષકૃષ્ણચતુર્દશ્યાં કાર્યાડર્ચા ચ હનૂમતઃ ||’ – ‘…આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી.’

 

આજના દિવસે તમામ અશુભો દૂર થાય તે માટે હનુમાનજીની પૂજા-પ્રાર્થના કરવામાં આવે છે. અને એટલે જ આપણે પણ આજના દિવસે હનુમાનજીના જેવી દાસત્વ ભક્તિ આપણને સૌને પ્રગટે તેવી શરૂઆત કરીએ. હાસ્યલેખક અને હાસ્યકલાકાર શ્રી જગદિશ ત્રિવેદી કાળીચૌદશ અને દિવાળીની પોતાના એક પુસ્તકમાં સુંદર વ્યાખ્યા કરતા લખે છે :- “જૂના જમાનામાં ચૌદસના દિવસે જન્મ થાય તો અપશુકન માનવાનો કુરિવાજ હતો. એમાં પણ કાળીચૌદશના દિવસે જનમવું એ મરવા બરાબર ગણાતું. તેથી આજે પણ કોઈના ઉપર ગુસ્સો આવે તો એને ‘કાળીચૌદશની પેદાશ’ કહેવાય છે.કાળીચૌદશ કરતાં કાળીચૌદશની પેદાશ સમાજને વધુ કનડે છે. કાળીચૌદશ વર્ષમાં એકવાર આવે. જ્યારે કાળીચૌદશની પેદાશ તો દરરોજ આવી શકે છે, ગમે ત્યારે આવે છે. (૧) ભ્રષ્ટાચારી નેતા (૨) કટકીપ્રિય સરકારી નોકર (૩) લૂંટણિયો વેપારી (૪) લાલચુ ગુરુ (૫) દંભી સાહિત્યકાર (૬) ઈર્ષાળુ કલાકાર અને (૭) આંધળો આગેવાન – આ સાત પ્રકારના લોકો કાળીચૌદશની પેદાશ જેવા હોય છે.

 

દિવાળીને આપણે દીવાસળી બનાવી દીધી છે. અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવવાનું પર્વ એટલે દિવાળી. પરંતુ આપણે તો બીજાના પ્રગટેલા દીવાને સળી કરીને ઓલવી નાખવામાં એટલે કે દીવા-સળી કરવામાં જ સમય પસાર કરીએ છીએ. આપણે ત્યાં રોજ દીવાસળી આવે છે, પરંતુ આસો વદ અમાસે પણ દિવાળી આવતી નથી.

 

વિશ્વનો દરેક જીવ ભૂખડીબારસમાંથી વાઘબારસ બને, ધનતરસ ભૂલીને ધનતેરશ ઊજવે, કાળીચૌદશની પેદાશમાંથી કાળીચૌદશ તરફ સરકીને છેલ્લે દીવાસળી બંધ કરીને સાચા અર્થમાં દિવાળી ઊજવે એવી શુભકામના…”

English

Kali means Dark (evil) and Chaudas - Fourteenth. Thus, celebrated 14th day of Ashwin, Kali Chaudas is the day allotted to the worship of Maha-Kali or Shakti and is believed that on this day Kali killed the wicked Raktavija. Also referred to as Narak-Chaturdashi, Kali Chaudas is day to abolish laziness and evil which create hell in our life and shine light on life. The strength to protect others is referred as Kali, and if its used for Gods work it is called Mahakali.

Kali Chaudous is also attached to the legend of Lord Hanuman. Hanumanji as a baby was very hungry. Whilst lying down he saw the sun in the sky and thought it was a fruit and went to pick it. He flew into the sky and put the whole sun in his mouth causing darkness throughout the entire universe. Lord Indra requested that Hanumanji return the sun. When Hanumanji refused, Lord Indra unleashed his vajra and knocked Hanumanji down to earth releasing the Sun.

On this day we offer poojan to Hanumanji as Kuldev to protect us from Evil. The poojan is performed with oil, flowers, chandan and sindur. Coconuts are also offered to Hanumanji and prashad of Sesame seed, ladoos and rice with ghee and sugar.

On this day, a head wash and application of kajal in the eyes is believed to keep away the kali nazar (evil eye). Some say that those who are into tantra, learn their mantras on this day. Alternatively, people offer Nived (food) to the goddess that is local to where they are originally from. This goddess is called their Kul Devi, in order to cast off evil spirits. Some families also offer food to their forefathers on this day. The second day of Diwali is known as Kali Choudas in Gujarat, Rajasthan & few part of Maharashtra. This reverence is called "Kali Chaudas or Kal Chaturdasi".

Categories

  • Avatar (16)
  • Bhakt Charitra (29)
  • Ekadashi (25)
  • Festival (25)
  • Ghanshyam Lila (2)
  • Jaynti (4)
  • Jivan Prasang (6)
  • Kirtan Vivechan (4)
  • Lilaa Charitra (7)
  • Nand Santo (57)
  • Parichay (2)
  • Parichay / Acharya (7)
  • Philosofy (3)
  • Poojavidhi (4)
  • Prasadi Vasti / Lilacharitra (2)
  • Shashtra (7)
Useful Link
  • Login
  • Acharyas
  • Mantralekhan
  • Vachanamrut
  • Kirtanavali
  • Purushottam Prakash
  • Temples
  • PRIVACY & REFUND POLICY, TERMS & CONDITION
Connect with SVG
Apps
  • SVG App
    SVG
    iphone Android
  • Nirnay App
    Nirnay
    iphone Android
  • Youtube
  • Facebook
  • Twitter
  • Email
Copyright © 1999-2022. Shree Swaminarayan Vadtal Gadi (SVG.org).
DMCA.com Protection Status
More Below