Tuesday, 27 June 2017
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Temple Junagadh
Junagadh Temple

ગિરનારની ગોદમાં આવેલું સોરઠ પ્રદેશનાં સત્સંગીઓના આસ્થાનુ કેન્દ્ર ભગવાન શ્રીહરિ સ્થાપિત છ ધામપૈકિ


સર્વોપરીધામ જૂનાગઢ મંદિર

વિમાનની ઉપમા આપવા યોગ્ય, મહા શોભાયમાન, ત્રણ શિખરોથી યુક્ત, દશર્નીય, અદભુત શોભાવાળું, જે મંદિરમાં શિલ્પીઓની નિપુણતા જોવામાં આવે છે તેવું, જેની શિલ્પકળાની ઉત્તમ રચનાથી સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રસન્ન થયેલા છે.
આ મંદિરની રચનામાં શ્રી બ્રહ્માનંદ સ્વામી, શ્રી ગુણાતીતાનંદ સ્વામી, ઝીણાભાઈ, રૂપશંકરભાઈ, દાદાભાઈ, ગગોભાઈ, ઉમેદસંગભાઈ આદિક સંતો-ભક્તોના સમર્પણની ઝાલર ઝણઝણે છે.
આ મંદિર સર્વાવતારી, સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વહસ્તે પ્રસ્થાપિત થયેલું એક પુરાતન ધામ છે.

પ.પૂ. ધ.ધુ. આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ રચિત ‘શ્રીહરિલીલાકલ્પતરુ’ ગ્રંથમાં ભગવાન શ્રીહરિ આ મંદિરનો મહિમા કહેતા કહે છે :-

“હે જનો ! અહીં જે જનો દરરોજ ભકિતપૂર્વક આ મૂર્તિઓના દર્શન કરશે તે દુસ્તર એવા આ સંસારથી જરૂર મુકિત પામશે. તેમજ આ મૂર્તિઓની પ્રસન્નતાથી તેઓ ભક્તિ અને મુક્તિ પામશે. આ મંદિરમાં આ મૂર્તિઓની આગળ ભક્તિપૂર્વક જે જપ કરશે તથા પુરશ્ચરણ વગેરે કરશે તે સર્વનું હજારગણું ફળ તેમને મળશે. જે જનો આ મંદિરમાં એકાદશી વગેરે વ્રતોનું ઉદ્યાપન કરશે તેઓ ઇચ્છિત ફળ પામશે. આ મંદિરમાં જે જનો વસ્ત્રો, ભૂષણો, ધન વગેરેથી આ મૂર્તિઓની સેવા કરશે તે ચાર પ્રકારની સિિદ્ધ જરૂર પામશે.”

જૂનાગઢ મંદિરમાં દેવ દર્શન

શ્રી રાધારમણ દેવ

श्रीद्वारिकधीश्वरदक्शभागे ततश्च राधारमणस्य मूर्तिम् |

स स्थापयामास सुमन्दिरेऽसौ यद्र्सनात्तीर्थफलं त्विह स्यात् ||

‘જીરનગઢમાંહિ જગપતિ, મંદિર રચ્યો મોરાર;
  મુર્તિ રાધા રમનકી, સ્થાપન કીન ઉદાર.’

(સ.ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામી)


શ્રી રાધારમણ દેવ

પછી શ્રી દ્વારિકેશને મધ્યમંદિરમાં સ્થાપના કરનારા શ્રીહરિ, દ્વારકાધીશના મંદિરમાં, જમણી બાજુએ રાધારમણની મૂર્તિની સ્થાપના કરતા હતા, જેના દર્શનથી આ જૂનાગઢમાં જ દ્વારિકા – વૃંદાવન આદિ તીર્થ માત્રનું સંપૂર્ણ ફલ પ્રાપ્ત થાય છે.(શ્રી સત્સંગિજીવન : ૫/૪૯/૨૮)
ભગવાન શ્રીહરિએ શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે જેવી રીતે વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ આદિક દેવોની પ્રતિષ્ઠા કરીને ઉત્સવ કર્યો હતો, તે જ રીતે સં. ૧૮૮૪ના વૈશાખ વદ -૨(તા. ૧-૫-૧૮૨૮, ગુરુવાર)ના રોજ જૂનાગઢ મંદિરમાં મધ્ય દેરાથી જમણી બાજુના દેરામાં શ્રી રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરીને સ્થાપના કરી છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણ જૂનાગઢમાં પ્રતિષ્ઠાવિધિ કરીને મંદિરની બાજુમાં પૂર્વ ભાગના વિશાળ અને સુંદર પ્રવેશદ્વારમાં ભક્તોના સમૂહની સભામાં કોમળ અને સુંદર ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન થઈને શ્રી રાધારમણ દેવનો મહિમા કહેતા પોતાના આત્મીય ભક્તજનોને કહે છે :-

‘श्रीराधारमणादीनां मूर्तीनामत्र भङ्रलम् |कृतं मया जनौघानां मुक्त्कै स्थापनं जना: ||

दर्शनेन किलैतासां फलं यास्यन्ति देहिन: | अध्वराणां समग्राणां तीर्थानां चापि सर्वश: ||’

(સ.ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામી)

“મેં જૂનાગઢમાં જનસમૂહની મુક્તિ માટે શ્રીરાધારમણ આદિ મૂર્તિઓની મંગળ પ્રતિષ્ઠા કરી છે. આ મૂર્તિઓના દર્શનથી મનુષ્યોને યજ્ઞો તથા સર્વ તીર્થોનું સમગ્ર ફળ પામશે. અહીં જે જનો દરરોજ ભક્તિપૂર્વક આ મૂર્તિઓના દર્શન કરશે તે દુસ્તર એવા આ સંસારથી જરૂર મુકિત પામશે. અન્ય ગામમાંથી પણ જે જનો અહીં દરેક પૂર્ણમાસીએ આવીને આ મૂર્તિઓના દર્શન કરશે. તેમના સર્વ મનોરથો તત્કાળ સિદ્ધ થશે. તેમજ આ મૂર્તિઓની પ્રસન્નતાથી તેઓ ભુક્તિ અને મુક્તિ પામશે.” આજે પણ શ્રી રાધારમણ દેવ સોરઠ દેશના સર્વ ભક્તજનોના દુ:ખનું હરણ કરીને શાશ્વત સુખ આપી રહ્યા છે.


હરિકૃષ્ણ મહારાજ

‘अथासौ तत्प्रतिष्ठार्थ साकं सद्धिश्च वर्णिभि: |

पत्तिसादिगणैश्चायाज्जीर्णदुर्गपुरं मुदा ||

सन्मुहुर्त्तेऽथ तत्राऽसौ श्रीराधारमणालये | सोत्सवं हरिकृष्णार्च्चां

सोत्सवं हरिकृष्णार्च्चां यथाशास्त्रमतिष्ठिपत् ||’