ભગવાન સ્વામિનારાયણ અને હનુમાનજી મહારાજ
Gujarati
આજે ભગવાનના મહાન ભક્ત જેમને દરેક આવતારોની સેવાનો લાભ મળ્યો છે અને સેવાથી પ્રભાવિત થઇ ભગવાન રામચંદ્રજીએ જેમને ચિરંજીવી થવાનો વરદાન આપ્યું તેવા રામભક્ત શ્રી હનુમાનજી મહારાજનો આજે જન્મદિન છે..
હનુમાનજી મહારાજથી તો કોણ અજાણ હોય પંરતુ આજે તેમના જન્મદિને તેમાં ગુણોને યાદ કરી પ્રાર્થના કરીએ કે આપના જેવા ગુણો અમારામાં પણ આવે અને ભગવાનને રાજી કરવાનું તાન છે તેવું તાન અને તાલાવેલી અમને પણ થાય
ભગવાનશ્રી સ્વામિનારાયણ જન્મ પહેલા તેમના માતા પિતા ધર્મદેવ અને ભક્તીમાતાને જયારે અસુરો ઠાકો દુખ આવ્યું ત્યારે ધર્મદેવ અયોધ્યામાં હનુમાંનગઢી ગયા અને ત્યાં એક પગે ઉભા રહી હનુમાનજીની સ્તુતિ કરી હતી, પછી ધર્મદેવને હનુમાનજીએ દર્શન આપી સાંત્વના આપી અને વૃંદાવન જવા માટે કહ્યું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે સારંગપૂરનું હનુમાનજી મંદિર દેવ વિદેશના શ્રદ્ધાળુનાં આસ્થાનું કેન્દ્ર છે ઉપરાંત સ્વામિનારાયાણ સંપ્રદાયના દરેક મંદિરોમાં હનુમાનજીનું સ્થાન હોય અને શિક્ષાપત્રીમાં હનુમાનજીના પૂજન ની આજ્ઞા સ્વયં ભગવાને કરેલી છે, અને મુખ્યરૂપે તો હનુમાનજીદાદા ધર્મકુળનાં કુળદેવતા છે
૬ દિવસના બાળપ્રભુ ઘનશ્યામ મહારાજને જ્યારે કોટરાઓ ભક્તીમાતા પાસેથી છીનવીને લઇ જાય છે ત્યારે ભક્તીમાતાનો સંતાપ ટાળવા માટે હનુંમાજી બાળપ્રભુને લેવા માટે જાય છે
નીલકંઠવર્ણી સ્વરૂપે વન વિચરણ દરમ્યાન પણ શ્રી હરિની સેવામાં હનુમાનજી હતા. પછી તે કાલ ભૈરવને મારવાનો હોય કે પ્રખર તાંત્રિક પીબેકને સબક શીખડાવવાનો હોય ત્યાએ હનુમાનજી હાજર જ હોય. અને વન વિચરણ દરમ્યાન અયોધ્યાવાસીને થયેલા ઘનશ્યામ પ્રભુના વિરહની સાંતવના પણ હનુમાનજીએ જ આપેલી.
ચિત્રકાર : નવીન સોની