Shree Narsingha Avatar – (શ્રી નૃસિંહા અવતાર)

Gujarati
બાળભક્ત શ્રી પ્રહલાદની રક્ષા માટે ભગવાને ધરેલ અવતારને આપણે નૃસિંહાવતાર કહીએ છીએ.
વરાહ ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો તેનું વેર વાળવા તેના નાનાભાઈ હિરણ્યકશિપુએ હજારો વર્ષની ઉગ્ર સાધનાને અંતે સૂકા-લીલા, આકાશ-પૃથ્વી, દેવમાનવ, શસ્ત્ર-અસ્ત્ર વિગેરે કોઈથી કોઈ જગ્યાએ ન મરવાનું અલભ્ય વરદાન મેળવ્યું અને ત્રિલોકીને રંજાડનારત્રિભૂવનપતિબન્યો.
પણ તે જ્યારે તીવ્ર તપશ્ચર્યામાં હતો ત્યારે તેના તપ તેજથી દાઝેલા ઈન્દ્રએ તેની પત્ની કયાધુંનું અપહરણ કર્યું. રસ્તામાં નારદજી મળતા તેમણે ઈન્દ્રને ઉપદેશ આપી કયાધુને છોડાવીને આશ્રમમાં લઈ ગયા. નારદના આશ્રમમાં રહેલા કયાધુના ગર્ભ પર સત્સંગની ઊંડી અસર થઈ અને જે બાળક થયો તે પરમ ભક્ત પ્રહલાદ થયો. વિભૂતિ સ્વરૂપ આબાળકને ગીતામાં ભગવાને કહીને નવાજ્યો છે.
પિતા હિરણ્યકશિપુ જ્યારે પ્રહલાદને પ્રિય વસ્તુ પૂછે છે ત્યારે તે વિષ્ણુનામ કહે છે. લાખો પ્રયત્નો કરવા છતાં ત્રિલોક વિજેતા આ દૈત્ય પોતાના બાળકને વિષ્ણુ નામ છોડાવી શકતો નથી. શંડામર્કના આશ્રમમાં મૂકવા છતાં કોઈ ફર્ક પડતો નથી ત્યારે પર્વતથી પછાડીને, હોળીમાં સળગાવીને, સમુદ્રમાંફેંકીને, હાથીના પગની નીચે કચડી, આવા સેંકડો મારવાના ઉપાયોમાં જ્યારે તે નિષ્ફળ જાય છે ત્યારે ક્રોધાયમાન થઈને પૂછે છે, શું તને બચાવનાર વિષ્ણુ આ સળગતા સ્તંભમાં છે.
ભક્ત પ્રહલાદ હા કહે છે. ત્યારે તેને ભેટી પડવાની આજ્ઞા મળેછે. પ્રહલાદના સ્પર્શસાથે સ્તંભ ફાટે છેઅને નૃસિંહ રૂપે ભગવાનનું પ્રાગટ્ય થાય છે. અને બ્રહ્માજીના આપેલા તમામ વરદાનને સત્ય રાખીને ભગવાન તેનો વધ કરે છે. અને પ્રહલાદની રક્ષા કરવામાં દેર કરવા બદલ ક્ષમા માંગે છે.