Bhaktraj Shree Narotam Thakar – (ભક્તરાજ શ્રી નરોત્તમ ઠાકર)

Gujarati
ઉમરેઠના વેદજ્ઞ વિદ્વાનોમાં શ્રીનરોત્તમઠાકર પ્રથમ પંક્તિના વિદ્વાન ગણાતા. તેઓ ઉમરેઠ સત્સંગના મોભી રૂપરામ ઠાકરના નજીકના સગા હતા. ધન-સંપત્તિના ઢગલાં હતા. વાગ્માધુર્ય, વૈદિક વિજ્ઞાન અને વિદ્વાનોની શોભા રૂપ હોવા છતાં શ્રીહરિ અને સત્સંગને સદાયદાસ ભાવે ભજતા.
શ્રીહરિ વરતાલ આદિ ધામોમાં જ્યારે યજ્ઞ કરતાં ત્યારે માત્ર મંત્રો બોલવા નહિ પણ સેવા માટે ખાસ જતા. યજ્ઞમાં વિદ્વત્તાની સાથે દ્રવ્ય પણ વાપરતાં. ત્રણ-ચાર ભક્તો સાથે મળીને સત્સંગીઓે સહિત શ્રીહરિને રસોઈ આપીને જમાડતા.
શ્રીનરોત્તમ ઠાકરને ચાર પુત્રો હતા. આ ચારેય પુત્રો સત્સંગ અને જ્ઞાતિમાં આગેવાન હતા.