Bhaktraj Shree Mohanram – (ભક્તરાજ શ્રી મોહનરામ)

Gujarati
વિપ્રવર્ય મોહનરામ વરતાલના વતની હતા. તેઓને જીવનની પાંગરતી વયમાંજ સત્ અને અસત્ વિવેક સમજીને સત્સંગ થયો. ત્યારબાદ શ્રીહરિને વિષે પ્રીતિ અને અનન્ય નિષ્ઠા થતા પોતાનું જીવન સમર્પિત કરી દીધુ.
શ્રીજીમહારાજ જ્યારે વરતાલમાં મંદિર બંધાવાનો પ્રારંભ કર્યો ત્યારે મોહનરામને તે મંદિરની સંભાળ રાખવા શ્રીજીમહારાજે ભલામણ કરી હતી. તેની નોંધ વિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથમાં લીધી છે.
બોલ્યા પછી મોહનરામભાઈ, તથા હરિશંકર ચિત્ત ચાઈ।
જે જે વસે છે વરતાલમાંય, શક્તિ પ્રમાણે કરશે સહાય॥
વરતાલ મંદિરમાં તેઓનો સમર્પણભાવ અને સેવા અનન્ય હતી જ્યારે નિત્યાનંદ સ્વામી મોહનરામ, હરિશંકર અને વાલાધ્રુને વરતાલ મંદિરનો પથ્થર લેવા ધ્રાંગધ્રા જવા કહે છે ત્યારે ત્રણે ભક્તોના મુખમાંથી શબ્દો નીકળ્યા કે
“સુણી ત્રણે તે ઉચ્ચર્યા સુજાણ, અમે સમર્પ્યા પ્રભુ અર્થ પ્રાણ”
આ રીતે સ્વામીની આજ્ઞા શિર સાટે પાળીને સત્સંગની સેવામાં અર્થ અને પ્રાણ સમર્પિત કર્યા હતા. આવા ભક્તરાજની સેવા અને સમર્પણ ભાવનો કિર્તીધ્વજ યાવચ્ચંદ્રદીવાકરૌ સુધી ફરકતો રહેશે અને અન્યને પ્રેરણા આપતો રહેશે. ધન્ય હો આવા ભક્તરાજને…