Friday, 24 November 2017
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Re Shyam Tame – Guj

Re Shyam Tame

રે શ્યામ તમે

colorbar

રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુ:ખદાયક જાણું; રે શ્યામ ૦ટેક
રે તમ વિના સુખ સંપત્ત કાવે, તે તો સર્વે મહાદુ:ખ ઉપજાવે;
અંતે એમાં કામ કોઈ નાવે….રે શ્યામ …૦૧

રે મૂરખ લોક મરે ભટકી, જૂઠા સંગે હારે શિર પટકી;
એથી મારી મનવૃત્તિ અટકી….રે શ્યામ …૦૨

છે અખંડ અલૌકિક સુખ સારૂં, તે જોઈ જોઈ મન મોહ્યું મારું;
ધરા ધન તમ ઉપર વારું….રે શ્યામ …૦૩

રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું;
મુક્તાનંદ મન તમ સંગ મોહ્યું….રે શ્યામ …૦૪