Vachanamrut Panchala 06

Vachanamrut Panchala Prakran 5


વચનામૃત પંચાળા પ્રકરણ ૫ – ૧૩૧

માનીપણું ને નિર્માનીપણું ક્યાં સારૂં તે વિષે

colorbar

સંવત્ ૧૮૭૭ના ફાગણ વદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીપંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી સ્વયંપ્રકાશાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો જે, “ક્યે ઠેકાણે માન સારૂં છે ને ક્યે ઠેકાણે સારૂં નથી, ને ક્યે ઠેકાણે નિર્માનીપણું સારૂં છે ને ક્યે ઠેકાણે સારૂં નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તે જ સારૂં છે અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું પણ વિમુખની આગળ નિર્માની થવું નહિ તે જ રૂડું છે અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારૂં નથી ને તેની આગળ તો માનને મૂકીને દાસાનુદાસ થઈને નિર્માનીપણે વર્તવું તે જ રૂડું છે.”

|| ઈતિ વચનામૃતમ્ || ૫ || – || ૧૩૧ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30