Desh Vibhag No Lekh

દેશ વિભાગનો લેખ

|| Shree Bhaktidharmtmaj 'Shree Krishna Narayan' ||

ગુજરાતી

  1. લિખાવિતં સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ. વ. પાંડે અયોધ્યાપ્રસાદ રામપ્રતાપ તથા પાંડે રઘુવીરઈચ્છારામ.
  2. જત તમો બે ભાઈએ અમો દત્તપુત્ર કરીને અમારા સત્સંગી સર્વેના આચાર્ય સ્થાપ્યા છે.
  3. ને અમારાં મંદિર શ્રીનરનારાયણનાં તથા શ્રીલક્ષ્મીનારાયણનાં તથા શ્રીરાધાકૃષ્ણ આદિકનાં તથા સત્સંગીમાં જે ધર્માદાની પેદાશ તે તમો બે ભાઈને આપી છે ને તેની તમો બે ભાઈને વેંચણ કરી આપી છે.
  4. તેની વિગત્ય સીમાડાનાં ગામ લિખ્યાં છે. પૂર્વ દિશાને વિશે : ૧. શ્રી કલકત્તા, ૨. શ્રી કાશી, ૩. શ્રીઉજ્જેણ, ૪. શ્રી ખાચરોદ, ૫. શ્રી રતલામ, ૬. શ્રી પેટલાવાદ, ૭. શ્રી દેવદ, ૮. શ્રી ગોધરા, ૯. શ્રી ડાકોરજી,૧૦. મોજે સઈયત, ૧૧. મોજે બોરડિ, ૧૨. મોજે અલેણા ૧૩. મોજે કડી, ૧૪. મોજે ખડોલ, ૧૫. મોજેસાસતાપર, ૧૬. મોજે મહુધા, ૧૭. મોજે ઘુમજ, ૧૮. મોજે શુંઝ, ૧૯. મોજે કેસરું, ૨૦. મોજે વાંઠવાણી,૨૧. મોજે અરેરિ, ૨૨. મોજે ખાતરજ, ૨૩. શ્રી મેમદાવાદ મોટું, ૨૪. મોજે છાપરા, ૨૫. શ્રી ખેડા, ૨૬.મોજે કોશિયા, ૨૭. મોજે પિપલી, ૨૮. મોજે મેલજ, ૨૯. મોજે બરોડા, ૩૦. મોજે વઉઠા, ૩૧. મોજેવિરપર, ૩૨. મોજે પીસાવાડું, ૩૩. મોજે કૌકું, ૩૪. મોજે ધોલિ, ૩૫. મોજે ભુંભલી, ૩૬. મોજે વેજલકું,૩૭. મોજે સરઘવાળું, ૩૮. મોજે ધનાલું, ૩૯. મોજે ફેદરા, ૪૦. મોજે ખડોલ, ૪૧. શ્રી ધંધુકું, ૪૨. મોજેકોટડું, ૪૩. મોજે ગુંજાર, ૪૪. મોજે મોરસિયું, ૪૫. મોજે વાગડ, ૪૬. મોજે દેવલિયું, ૪૭. મોજે નાગનેસ,૪૮. મોજે વાણિયાવદર, ૪૯. મોજે કરમડ, ૫૦. મોજે મિણાપર, ૫૧. મોજે ચાસકા, ૫૨. મોજે કુંડલા,૫૩. મોજે ભાણેજડું, ૫૪. મોજે કોરડા, ૫૫. મોજે સુદામડા, ૫૬. મોજે સેજકપર, ૫૭. મોજે ચોટીલા, ૫૮.મોજે બામણબોર, ૫૯. મોજે કવાડવું, ૬૦. શ્રી રાજકોટ, ૬૧. મોજે રૈયા, ૬૨. મોજે વાજડી, ૬૩. મોજેઢોકલીયું, ૬૪. મોજે સરપદડ, ૬૫. મોજે ઝીલરિયું, ૬૬. મોજે વિસામણ, ૬૭. મોજે ડાંગરા, ૬૮. મોજેજાળીયું દેવાણિનું, ૬૯. મોજે તમાસિરોણ, ૭૦. મોજે વણથલી વાણિયાની, ૭૧. મોજે ચાવડા, ૭૨. મોજેઅલૈયા, ૭૩. મોજે ખિમરાણું, ૭૪. શ્રીનવાનગર આદિક પશ્ચિમ દિશાને વિશે ને પૂર્વ દિશાને વિશે શ્રી કલકત્તાપર્યંત સિમાડાનાં ગામ લિખ્યા છે, તે સર્વે શુભસ્થાન શ્રીવડતાલવાસી શ્રી લક્ષમીનારાયણ તેની હદમાં છે. તથાએ સિમાડાનાં ગામની પધોરના રસ્તાનાં ગામ લિખ્યા વિનાનાં છે તે તથા એ સિમાડાનાં ગામથી દક્ષિણ દિશાનીકોરનો દેશ સર્વે છે તે તથા શ્રી નવાનગરની ખાડીથી દક્ષિણ દિશાની કોરે, ૭૫. મોજે ખંભાલિયું તથા ૭૬. શ્રીબેટ આદિક દેશ છે તે સર્વે, શ્રી લક્ષ્મીનારાયણની હદમાં છે.
  5. તે સર્વે દેશના સત્સંગી સમસ્તની તથા કુસંગી સમસ્તની ધર્માદાની પેદાશ, અન્ન તથા દ્રવ્ય તથા વસ્ત્રતથા પશુ તથા વાહન તથા માણેક, મોતી ઝવેર તથા કંકર પથ્થર આદિક જે આવે તે તથા ધરતી, વાડી, તૃણ,તરુ આદિકની જે પેદાશ આવે તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણની છે ને શ્રી લક્ષ્મીનારાયણના દેશમાં હમણાં જે મંદિર તથા મેડીઘર છે તે તથા હવેથી જે નવી અંબારત થાય તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણની છે, તથા હરેક પ્રકારે નવીપેદાશ થાય તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણની છે.
  6. ને સિમાડાનાં ગામ શ્રીકલકત્તા તથા નવાનગર પર્યંત લિખ્યા છે તેથી ઉત્તર દિશાની કોરનો દેશ સર્વે છે.તે શુભસ્થાન શહેર અમદાવાદવાસી શ્રીનરનારાયણ તેની હદમાં છે. તથા શ્રીનવાનગરની ખાડી ઉતાર ઉત્તર દિશાની કોરે શ્રીમાંડવી બંદર તથા શ્રીલખપત બંદર આદિક દેશ સર્વે છે તે શ્રીનરનારાયણની હદમાં છે.
  7. ને સર્વે દેશના સત્સંગી સમસ્તની તથા કુસંગી સમસ્તની ધર્માદાની પેદાશ, અન્ન તથા દ્રવ્ય તથા વસ્ત્ર,પશુ તથા વાહન તથા માણેક, મોતી ઝવેર તથા કંકર પથ્થર આદિક જે આવે તે તથા ધરતી, વાડી, તૃણ, તરુઆદિકની જે પેદાશ આવે તે સર્વે શ્રીનરનારાયણની છે ને શ્રીનરનારાયણના દેશ હમણાં જે મંદિર તથા મેડીઘરછે તે તથા હવેથી જે નવી અંબારત થાય તે સર્વે શ્રી નરનારાયણની છે, તથા હરેક પ્રકારે નવી પેદાશ થાય તે સર્વે શ્રીનરનારાયણની છે.
    1. એવી રીત્યે દેશવિભાગે સહિત મંદિરોની વેંહચણ કરીને ચીઠ્ઠીયું બે પાનાની નાંખીયું.
    2. તેમાં શ્રીનરનારાયણનાં મંદિરની ચીઠ્ઠી પાંડે અયોધ્યાપ્રસાદને ભાગે આવી છે, તે શ્રીનરનારાયણના મંદિરોની દેશસહિત પેદાશ સર્વે ઉપર લિખ્યાં પ્રમાણે આવે તે પાંડે અયોધ્યાપ્રસાદની છે.
    3. શ્રીલક્ષ્મીનારાયણના મંદિરનીચિઠ્ઠી પાંડે રઘુવીરને ભાગે આવી છે. તે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરોની દેશ સહિત પેદાશ સર્વે ઉપર લિખ્યાંપ્રમાણે આવે તે પાંડે રઘુવીરની છે.
  8. ને સત્સંગીમાં તથા કુસંગીમાં ધર્માદાની ઉઘરાત કરવા જાય તે પોતપોતાની હદમાં જાય પણ કોઈકોઈની હદમાં જાય નહિ.
  9. ને કોઈ મનુષ્યને મંત્ર ઉપદેશ લેવો હોય તો બેય આચાર્યને પોતે પોતાના દેશના મનુષ્યને મંત્ર ઉપદેશ દેવો ને કંઠી બાંધવી,પણ કોઈ કોઈના દેશના મનુષ્યને મંત્ર ઉપદેશ દેવો નહીં ને કંઠી બાંધવી નહિ.
  10. ને કોઈ મનુષ્યને મંત્ર ઉપદેશ લેઈને સાધુ તથા બ્રહ્મચારી તથા ધોળા લુગડાંવાળા પાળા થાવું હોય તો પોત પોતાના દેશના મનુષ્યને સાધુ તથા બ્રહ્મચારી તથા ધોળા લુગડાંવાળા પાળા કરવાને તેની જે મિલકત ઘરહોય તે તથા જમીન, વાડી તથા આંબા આદિક વૃક્ષ હોય તે લેવું, પણ કોઈ કોઈના દેશના મનુષ્યને મંત્ર ઉપદેશ દેઈ સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા કરવા નહિ ને તેની મિલકત ઘર તથા જમીન વાડી વૃક્ષ આદિક કાંઈ લેવું નહિ, એમ અમારી આજ્ઞા છે.
  11. ને અમે તમોને મંદિરો આદિક જે આપ્યું છે તેમાં કોઈ સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા, તે કોઈ કાળેદર દાવો કરશે નહિ.
  12. ને અમારી શિક્ષાપત્રી પ્રમાણે તમો રહેજો.
  13. ને એ સર્વે પણ શિક્ષાપત્રી પ્રમાણે પોતપોતાના ધર્મમાં રહી તમારી સેવા કરશે ને સરકાર, દરબાર આદિક કોઈના વાંક તળે આવે એવું અયોગ્ય કામ કોઈ કાળે કરશે નહિ. તેમ ગમે તેવો આપતકાળ પડશે તો સત્સંગીમાં ભીખ માંગી ખાશે, પણ આચાર્યને માથે આવે એવું કોઈનું કરજ કરશે નહિ, ને કોઈ જાણે અજાણે કરશે તો કરનાર ભોગવશે, એમ અમારી આજ્ઞા છે.
  14. ને સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા એ સમસ્તના તથા સત્સંગી સમસ્તના તમો બેય ગાદીવાળાને આચાર્ય સ્થાપ્યા છે તે સર્વે નિરંતર તમારી આજ્ઞામાં રહેશે ને તમારી સેવા કરશે.
    1. ને શ્રીધર્મવંશના બેય ગાદીવાળા આચાર્ય વિના અન્ય મતવાળા હરકોઈ મનુષ્ય, શાસ્ત્રે તથા જોગે તથા તપે તથા વૈરાગયાદિક ગુણે વિશેષ હોય ને તેથી શ્રીધર્મવંશના બે ગાદીવાળા આચાર્ય ન્યૂનપણે જાણ્યામાં આવે તો પણ, સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા સમસ્ત તથા સત્સંગી સમસ્તને અમારી એમ આજ્ઞા છે જે તમારા જીવના કલ્યાણને અર્થે શ્રીધર્મવંશના બે ગાદીવાળા આચાર્યને સદાકાળ નિરંતર માનજ્યો ને મન, કર્મ, વચને આજ્ઞામાં રહેજો.
    2. ને તેમાં જે ફેર પાડી અન્ય આશ્રય કરશે ને અન્યને માનશે તેના જીવને આલોકમાં તથા પરલોકમાં કોઈ કાળે સુખ થાશે નહિ. ને અતિ કષ્ટને પામશે.
    1. ને કોઈ હરિભક્ત, શ્રીલક્ષ્મીનારાયણના દેશમાં રહેતો હોય, ને તેણે મંત્ર ઉપદેશ શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્ય પાસે લીધો હોય ને પોતાનું નામ પણ શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યના ચોપડામાં લિખાવેલ હોય, તેને અથવા તેના પુત્ર પૌત્રાદિકને ઉચાલાની ફેરવણી થાય ને શ્રીનરનારાયણના દેશમાં ઉચાલો લેઈ જઈ રેણાંક કરે ને તેને દશોંદ વિશોંદ આદિક ધર્માદાનું દેવું પડે તે શ્રીનરનારાયણની ગાદીના આચાર્યને દેવું ને ગુરુ માનવાં, પણ તેનો કશો દોષ ધારવો નહિ, જે પ્રથમ શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને ગુરુ કરી મંત્ર ઉપદેશ લીધો છે ને હવે શ્રીનરનારાયણની ગાદીના આચાર્યને ગુરુ માની દશોંદ વિશોંદ આદિક ધર્માદાનું આપું એવો સંશય રાખવો નહિ; શા માટે જે એવી અમારી આજ્ઞા છે.
    2. ને પ્રથમ જે કાંઈ શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને અન્ન તથા દ્રવ્ય તથા પશુ તથા વાહનતથા જમીન, વાડી, મેડી, મંદિર, ઘર તથા વૃક્ષ આદિક શ્રીકૃષ્ણાર્પણ આપ્યું હોય તે પાછું માગવું નહિ, કેમ જેતે શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને શ્રીકૃષ્ણાર્પણ આપેલું છે માટે તે આચાર્યને જ રહે, પણ તેની ફેરવણી થાય નહિ.
    1. તે જ પ્રમાણે, કોઈ હરિભક્ત શ્રીનરનારાયણના દેશમાં રહેતો હોય, ને તેણે મંત્ર ઉપદેશ શ્રીનરનારાયણની ગાદીના આચાર્ય પાસે લીધો હોય ને પોતાનું નામ પણ તે આચાર્યના ચોપડામાં લિખાવેલ હોય, તેને અથવા તેના પુત્ર પૌત્રાદિકને ઉચાલાની ફેરવણી થાય તે શ્રીલક્ષ્મીનારાયણના દેશમાં ઉચાલો લેઈ જઈ રેણાંક કરે ને તેને દશોંદ વિશોંદ આદિક ધર્માદાનું દેવું પડે તે શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને દેવુંને ગુરુ માનવાં, પણ તેનો કશો દોષ ધારવો નહિ, જે પ્રથમ શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને ગુરુ કરી મંત્ર ઉપદેશ લીધો છે ને હવે શ્રીનરનારાયણની ગાદીના આચાર્યને ગુરુમાની દશોંદ વિશોંદ આદિક ધર્માદાનું આપું એવો સંશય રાખવો નહિ, શા માટે જે એવી અમારી આજ્ઞા છે.
    2. ને પ્રથમ જે કાંઈ શ્રીનરનારાયણની ગાદીના આચાર્યને અન્ન તથા દ્રવ્ય તથા પશુ તથા વાહન તથા જમીન, વાડી, મેડી, મંદિર, ઘર તથા વૃક્ષ આદિકશ્રીકૃષ્ણાર્પણ આપ્યું હોય તે પાછું માગવું નહિ, કેમ જે તે શ્રીનરનારાયણની ગાદીના આચાર્યને શ્રીકૃષ્ણાર્પણ આપેલું છે માટે તે આચાર્યને જ રહે, પણ તેની ફેરવણી થાય નહિ, એવી રીત્યે અમારી આજ્ઞા છે.
  15. ને કોઈ ગરાસિયાને બેય દેશમાં ગામ, જમીન, વાડી હોય, ને કોઈ વેપારીને બેય દેશમાં દુકાનું હોય, ને કોઈ ખેડુને બેય દેશમાં ખેડ હોય, ને તેને દશોંદ વિશોંદ દેવી પડે તે જે આચાર્યના દેશમાં જે ગામ, જમીન, વાડીની કમાણી આવે તથા જે વેપારની કમાણી આવે તથા જે ખેડની કમાણી આવે તે આચાર્યને તેના દેશની કમાણીની દશોંદ વિશોંદ દેવી, તેમાં ફેર પાડવો નહિ, એમ અમારી આજ્ઞા છે.
    1. ને શ્રીલક્ષ્મીનારાયણની હદમાં કોઈ રાજા તથા વેપારી તથા ખેડુ આદિકની રેણાક હોય ને તે સત્સંગી હોય અથવા કુસંગી હોય ને તેને શ્રીનરનારાયણ આદિક દેવની આગળ ભેટ મુકવાની અથવા માનતા અર્થે મુકવાની અભિલાષા હોય, તો અન્ન તથા દ્રવ્ય તથા પશુ, વાહન તથા વસ્ત્ર તથા માણેક મોતી ઝવેર તથા કંકર પથ્થર આદિક જંગમ વસ્તુ ફેરવી ફરે તે સુખેથી મુકે, તેનો કોઈ બાધ નથી. પણ શ્રીલક્ષ્મીનારાયણની હદમાં જે ગામ તથા જમીન વાડી તથા મેડી મંદિર ઘર તથા આંબા આદિક વૃક્ષ જે કાંઈ સ્થાવર વસ્તુ, ફેરવીફરે નહિ તેવું કાંઈ આપવું નહિ.
    2. ને જો કદાચિત આપે તો શ્રીનરનારાયણની ગાદીના આચાર્યને રાખવું નહીં ને આપનારને કેવું જે તમારે આપવાનું જરૂર હોય તો એ સ્થાવર વસ્તુ અમારા દેશમાં તમારું હોય તો આપો અથવા અમારી હદમાં વેચાતું લઈ આપો તો અમોથી લેવાશે, એમ કરતાં કાંઈ સ્થાવર વસ્તુ શ્રીલક્ષ્મીનારાયણની હદનું જોરાવરી આપે તો શ્રીનરનારાયણને અર્થે રાખવું નહિ, ને પોતાને જાણે તત્કાળ શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને હવાલે કરવું.
    1. તે જ પ્રમાણે, શ્રીનરનારાયણની હદમાં કોઈ રાજા તથા વેપારી તથા ખેડુ આદિકની રેણાક હોયને તે સત્સંગી હોય અથવા કુસંગી હોય ને તેને શ્રીનરનારાયણ આદિક દેવની આગળ ભેટ મુકવાની અથવા માનતા અર્થે મુકવાની અભિલાષા હોય, તો અન્ન તથા દ્રવ્ય તથા પશુ, વાહન તથા વસ્ત્ર તથા માણેક મોતી ઝવેર તથા કંકર પથ્થર આદિક જંગમ વસ્તુ ફેરવી ફરે તે સુખેથી મુકે, તેનો બાધ નથી. પણ શ્રીનરનારાયણની હદમાંજે ગામ તથા જમીન વાડી તથા મેડી મંદિર ઘર તથા આંબા આદિક વૃક્ષ જે કાંઈ સ્થાવર વસ્તુ ફેરવી ફરે નહિ તેવું કાંઈ આપવું નહિ.
    2. ને જો કદાચિત આપે તો શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને રાખવું નહિ ને આપનારને કેવું જે તમારે આપવાનું જરૂર હોય તો એ સ્થાવર વસ્તુ અમારા દેશમાં તમારું હોય તો આપો અથવા અમારી હદમાં વેચાતું લઈ આપો તો અમોથી લેવાશે, એમ કરતાં કાંઈ સ્થાવર વસ્તુ શ્રીનરનારાયણની હદનું જોરાવરી આપે તો શ્રીલક્ષ્મીનારાયણને અર્થે રાખવું નહિ, ને પોતાને જાણે તત્કાળ શ્રીનરનારાયણની ગાદીના આચાર્યને હવાલે કરવું, એમ અમારી આજ્ઞા છે. તેમાં કોઈ કાળે ફેર પાડવો નહિ.
  16. ને શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને શ્રીનરનારાયણની હદના સત્સંગી તથા કુસંગી જમાડે તો જમવું, તેનો બાધ નથી. પણ કાંઈ દક્ષિણા તથા ગામ, જમીન, વાડી તથા અન્ન, દ્રવ્ય, વસ્ત્ર તથા પશુ, વાહન તથા માણેક મોતી તથા કંકર પથ્થર, ઝવેર તથા મેડી, ઘર આદિક આંબા આદિક તથા વૃક્ષ જે કાંઈ ભેટ મુકે અથવા માનતાને અર્થે મુકે અથવા મિત્રાચાર અર્થે આપે અથવા વેચાતું આપે અથવા ઘરેણે આપે, હરેક બાનાને મશેઆપે તો કાંઈ લેવું નહિ, ને કોઈ જોરાવરી મોહબતથી આપે ને અવશ્ય લેવું પડે તો પોતાને કાંઈ રાખવું નહિ, પોતાને જાણે તત્કાળ શ્રીનરનારાયણની ગાદીના આચાર્યને હવાલે કરવું.
  17. તે જ પ્રમાણે, શ્રીનરનારાયણની ગાદીના આચાર્યને શ્રીલક્ષ્મીનારાયણની હદના સત્સંગી તથા કુસંગી જમાડે તો જમવું, તેનો બાધ નથી. પણ કાંઈ દક્ષિણા તથા ગામ, જમીન વાડી તથા અન્ન, દ્રવ્ય, વસ્ત્ર તથા પશુ,વાહન તથા માણેક મોતી તથા કંકર પથ્થર, ઝવેર તથા મેડી, ઘર આદિક તથા આંબા આદિક વૃક્ષ જે કાંઈ ભેટમુકે અથવા માનતાને અર્થે મુકે અથવા મિત્રાચાર અર્થે આપે અથવા વેચાતું આપે અથવા ઘરેણે આપે, હરેક બાનાને મશે આપે તો કાંઈ લેવું નહિ, ને કોઈ જોરાવરી મોહબતથી આપે ને અવશ્ય લેવું પડે તો પોતાને કાંઈ રાખવું નહિ, પોતાને જાણે તત્કાળ શ્રીલક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને હવાલે કરવું, એમ અમારી આજ્ઞા છે.
  18. ને કોઈ હરિભક્ત, ઉચાલા વિના બીજા દેશમાં કમાણી અર્થે રોજગાર કરવા જાય તેને દશોંદ વિશોંદ આદિક ધર્માદાનું દેવું પડે તે જેના દેશમાં બાયડી છોકરા સહિત ઉચાલો હોય તે દેશના આચાર્યને દેવું, એમ અમારી આજ્ઞા છે.
  19. ને તમારી વતનમાં સરવાર દેશને વિશે તમો બેય ગાદીના આચાર્યનાં સગા સંબંધી છે તથા તેના આશ્રિત જે મનુષ્ય હોય તે બેય ગાદીના આચાર્યમાં જેને જે સાનુકુળ આવે તેની પાસે મંત્ર ઉપદેશ લેઈ સેવક થાય ને ગુરુ માને ને પોતાની મરજીમાં આવે તે તેને આપે તેનો બાધ નથી.
  20. ને બેય ગાદીના આચાર્યની એ જુની વતન છે તે સારું તમારે પોતાની જમીન, વાડી તથા મેડી, ઘર,ગામ આદિક જે હમણા છે તથા વેચાતું અથવા ઘરેણે રાખવું પડે તે પોત પોતને જાણે પોત પોતાનું રાખજો તેનો બાધ નથી.
  21. ને તમારાં સગા સંબંધી ને તેના આશ્રિત મનુષ્ય તે વિના હર કોઈ મનુષ્યને મંત્ર ઉપદેશ લઈ સેવક થવું હોય, તે શ્રીનરનારાયણની ગાદીના આચાર્ય પાસે થાવું ને તેને ગુરુને નાતે ગામ, જમીન, વાડી તથા મેડી, ઘરતથા અન્ન, દ્રવ્ય, વસ્ત્ર તથા પશુ વાહન તથા માણેક મોતી ઝવેર તથા કંકર પથ્થર, આંબા આદિક વૃક્ષ જે કાંઈ આપવું હોય તે, શ્રીનરનારાયણની ગાદીના આચાર્યને આપવું ને આચાર્યને તેજ પ્રમાણે લેવું એમ અમારીઆજ્ઞા છે.
  22. ને આ લિખ્યું તમો બેય ગાદીના આચાર્યને રાજી રજાવંદ કરી અમે અમારી અક્કલ ખુશીથી યથા યોગ્ય વેંચી આપી લિખ્યું કર્યું છે, તેમાં તમારા સગા ભાઈ છે તે કોઈનો દરદાવો કશો નથી.
  23. ને તમારા સગાભાઈ કોઈ તમ પાસે આવે તેને ખરચ નિમિત્ત આપવું, તે ધર્મવાળા સાધુ તથા ધર્મવાળા સત્સંગીને પૂછવું ને તમારે પણ દલમાં ધારવું ને ઘટે તે પ્રમાણે દેવું.
  24. ને તમારી ગાદી ઉપર બેસારવો તે તમારો પુત્ર હોય અથવા શ્રી ધર્મકુલનો બીજા તમારા ભાઈનો પુત્ર હોય, તે સર્વ પ્રકારે ધર્મમાં કુશળ રહે એવો હોય, ને સર્વ સાધુ તથા સર્વ બ્રહ્મચારી તથા સર્વ સત્સંગીને પોતપોતાના ધર્મમાં રખાવે એવો સમર્થ હોય, તેને ગાદી ઉપર બેસારવો, તે પણ ધર્મવાળા સાધુ તથા સત્સંગી,સત્સંગની વૃદ્ધિને ઈચ્છે એવા ને સર્વ પ્રકારે પ્રમાણિક હોય તેની મરજી લેવી, ને તમારી નજરમાં પણ આવે ને અમારા સંપ્રદાયના ગ્રંથમાં મળતું આવે એવો હોય તેને એક એક જણને ગાદી ઉપર બેસારવો. ને તેથી વધારે પુત્ર હોય ને તે ગાદીવાળા પાસે આવે તારે તેને ખર્ચ નિમિત્તે ઉપર લિખ્યા પ્રમાણે સાધુ તથા સત્સંગીની મરજી લેઈને દેવું, પણ તે ઉપરાંત કોઈનો કશો દરદાવો નથી, એમ અમારી આજ્ઞા છે.
  25. ને તમે બેય ગાદીના આચાર્યને પરસ્પર કોઈ લેણદેણ આદિક વ્યવહારમાં વાંધો પડે, ને તે સારું સામસામા જવાબ સવાલ કરવા પડે, અથવા તે વાંધો પાર પાડવા પંચાત્ય કરવી પડે તો, જે સાધુ તથા બ્રહ્મચારી તથા પાલા છે તેમને એ કજીયામાં નાખવા નહિ ને એમને પોતાને જાણે પણ એ કજીયામાં પડવું નહિ, કેમ જે એ વ્યવહારમાર્ગને વિષે એ ત્યાગી છે તે અમંગળરૂપ છે. તથા એ ત્યાગીને એવો વ્યવહાર માર્ગ તે અમંગળરૂપ છે. તે સારું એવો વાંધો પાર પાડવામાં, જવાબ સવાલ કરવા તથા પંચાત્ય કરવા શ્રીનરનારાયણની હદના બે ગૃહસ્થ તથા શ્રીલક્ષ્મીનારાયણની હદના બે ગૃહસ્થ બાઈડી છોકરાંવાળા, પ્રમાણિક, ધર્મનિષ્ઠ હોય તેને નાંખવા, તે કજીયો પાર પાડશે.
  26. ને કદાચિત બેય આચાર્યના ઘરની બાઈયુંને પરસ્પર કોઈ જાતનો કજીયો હોય તો તેમાં બોલવા તથા કજીયો ઉકેલવા, સાંખ્યોગી વિધવા બાઈયુંને નાંખવી નહિ, કેમ જે વિધવા અમંગળરૂપ છે. ને બેય તરફથી સુવાસની બાઈયું, પ્રમાણિક ધર્મવાળીયું હોય તેને તે કજીયાની વાતમાં નાંખવી. તે સામસામાં જવાબ સવાલ કરશે ને કજીયો ઉકેલશે, એમ અમારી આજ્ઞા છે.
  27. આવી રીતે બેય આચાર્યને લિખ્યાં કરી આપ્યાં છે. ને જે જે રીત્યની આજ્ઞાઓ કરી છે તે પ્રમાણે જ બેય આચાર્યને સદૈવ નિરંતર ચાલવું ને ચલાવવું પણ તેમાં કોઈ કાળે કોઈ રીત્યનો ફેર પાડવો નહિ, ફેર પાડે તેઅમારા વચનનો દ્રોહી છે તથા ગુરુદ્રોહી છે તે ધર્મવંશનો નથી.
  28. ને સર્વે સાધુ તથા સર્વે બ્રહ્મચારી તથા સર્વે પાળા તથા સર્વે સત્સંગીને અમારી આજ્ઞા છે જે, અમો એઆ લિખ્યાં કરી આપ્યાં છે તેમાં કોઈ કાળે ફેર પાડશે પડાવશે નહિ ને પોતાના આચાર્યની આજ્ઞામાં નિરંતર રહેશે ને બેય ગાદીના આચાર્યને પરસ્પર કલેશ થાવા દેશે નહિ. ને કોઈ અવળા સવળું બતાવી પરસ્પર કલેશક જીયો કરાવશે ને અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તે અમારા વચનનો દ્રોહી છે તથા ગુરુદ્રોહી છે ને તે અમારો નથી ને તેને ચાંડાળ તુલ્ય જાણવો.
  29. સં. ૧૮૮૩ના વર્ષે માર્ગશિર્ષ સુદિ ૧૫ને દિવસે શુભસ્થાન શ્રીગઢડા મધ્યે ખાચર દાદા એભલના દરબારમાં લિખ્યું છે.

અત્ર સાખ્ય :

  1. ૧ સાધુ મુક્તાનંદજીનીસાખ્ય
  2. ૧ સાધુ નિત્યાનંદજીનીસાખ્ય
  3. ૧ સાધુ આનંદાનંદજીનીસાખ્ય
  4. ૧ સાધુ ગોપાળાનંદજીનીસાખ્ય
  5. ૧ સાધુ બ્રહ્માનંદજીનીસાખ્ય
  6. ૧ સાધુ મહાનુભાવાનંદજીનીસાખ્ય
  7. ૧ બ્રહ્મચારી મુલજીનીસાખ્યએ આદિક સાધુ સમસ્ત તથાબ્રહ્મચારી સમસ્તની સાખ્ય છે.
  8. ૧ લેખક શુકમુનિ:
  9. ૧ ખાચર દાદા એભલનીસાખ્ય
  10. ૧ ઠક્કર લાધા રામજીનીસાખ્ય
  11. ૧ ગોપી વિશ્વંભરનીસાખ્ય
  12. ૧ ભટ્ટ રઘુનાથ ગોપીના દસક્ત છે

લેખક સાધુ શુકમુનિ:

|| શ્રી: ||

લિખિતં પાંડે અયોધ્યાપ્રસાદ ઉપર લિખ્યું તે સહી છે. (અમદાવાદ પ્રત)

લિખિતં પાંડે રઘુવીર ઉપર લિખ્યું તે સહી છે. (વડતાલ પ્રત)

ENGLISH

  1. Swami Sahajanandji Maharaj (Lord Swaminarayan), while living, causes to be written to Pande Ayodhya Prasad Rampratap and Pande Raghuvir Iccharam, as follows
  2. Having adopted as sons you two brothers, we have appointed you the spiritual preceptors of all our followers (satsangi).
  3. We have apportioned to and bestowed upon you two brothers our temples of Shree Nar Narayan, and Shree Laxmi Narayan, and Shree Radha Krishna, and all others, and also the income arising from the Dharmada of our followers. The details are as follows.
  4. The boundary villages are as now written: –
    On the East :- Shri Calcutta, Shri Kashi., Shri Ujjain, Shri Khachrod, Shri Ratlam, Shri Petalavad, Shri Devad, Shri Godhra, Shri Dakorji, the village of Bordi, the village of Alina, the village of Kadi, the village of Khadol, the village of Sastapur, the village of Mahudha, the village of Ghumaj, the village of Sunj, the village of Kesaru, the village of Vanthvali, the village of Areri, the village of Khatraj, Shri Mahemdabad the greater, the village of Chhapara, Shri Kheda, the village of Koshiya, the village of Pipli, village of Melaj, the village of Baroda, the village of Vautha, village of Virpur, the village of Pisavadu, the village of Kaukun, the village of Dholi, the village of Bhumbhali, the village of Vejalku, the village of Saraghvalun, the the village of Dhanalu, the village of Federa, the village of Khadol, Shri Dhandhuka, the village of Kotadun, the village of Gunjar, the village of Morasiyun, the village of Vagad, the village of Devaliyun, the village of Nagnesh, the village of Vaniawadar, the village of Karmad, the village of Minapur, the village of Chaska, the village of Kudala, the village of Bhanjadun, the village of Korda, the village of Sadamada, the village of Sejakpar, the village of Chotila, the village of Babhanbor, the village of Kavadavun, Shri Rajkot, the village of Raiya, the village of Vajadi, the village of Dhokaliyun, the village of Sarapdad, the village of Jhilariyun, the village of Visaman, the village of Dangara, the village of Jaliyun – Devaninu, the village of Temasiron, the village of Vanthali Vaniyani, the village of Chavda, the village of Aliya, the village of Khimranum, Shri Nayanagar and others in the West. The boundary villages that have been written as far as Calcutta and to the East are all within that territory of Shree Laxmi Narayan situated in the auspicious place Shri Vadtal. Further within the territory (diocese) of Shree Laxmi Narayan are: – The villages not written that border the roads passing by the (above) boundary villages.The whole country of the southern side of these boundary villages. The village of Khambhaliyun and Shri Bet, and the rest of the country of the southern side of the creek of Shri Navangari..
  5. The income arising throughout this entire district from the Dharmada of all our followers, and of all those who are not our followers, be it grain, or cash, or raiment, or cattle,or vehicles, or rubies, or pearls, or jewels, or gravel, or stone, or whatever else comes in-this and the income arising from land, gardens, grass, trees etc. all belong to Shree Laxmi Narayan. Whatever temples and buildings with or without storey are now in the territory (diocese) of Shree Laxmi Narayan and whatever new structures may hereafter be put up, -all these are Shree Laxmi Narayan’s. Any new income that arises of whatever kind is Shree Laxmi Narayan’s.
  6. The whole of the country on the northern side of the (above) written boundary villages from Calcutta to Navanagar falls within the territory (diocese) of Shree Nar Narayan situated in the auspicious city of Ahmedabad. Further Shri Mandvi Bandar and Shri Lakhapat Bandar and all the rest of the country on the northern side on crossing the creek of Shri Navanagar fall within the territory (diocese) of Shree Nar Narayan.
  7. The income arising throughout this entire district from the Dharmada of all our followers, and of all those who are not our followers, be it grain, or cash, or raiment, or cattle,or vehicles, or rubies, or pearls, or jewels, or gravel, or stone, or whatever else comes in-this and the income arising from land, gardens, grass, trees etc. all belong to Shree Nar Narayan. Whatever temples and buildings with or without storey are now in the territory (diocese) of Shree Nar Narayan and whatever new structures may hereafter be put up, -all these are Shree Nar Narayan’s. Any new income that arises of whatever kind is Shree Nar Narayan’s.
  8. (1) The temples having been apportioned, along with the country divided as above, lots were cast by means of two pieces of paper. (2) The lot of pertaining to the temple of Shree Nar Narayan fell to Pande Ayodhya Prasad. So the whole of the income as above written that arises from the temples of Shree Nar Narayan and also the territory are the income and territory of Pande Ayodhya Prasad. (3) The lot pertaining to the temple of Shree Laxmi Narayan fell to Pande Raghuvir. So the whole of the income as above written that arises from the temples of Shree Laxmi Narayan and also the territory are the income and territory of Pande Raghuvir.
  9. Whoever goes to collect the Dharmada from our followers and from whose who are not our followers, should do so within the limits of his own territory (diocese) but no one should go into the territory (diocese of another).
  10. If any person desires spiritual ministrations then each of the two spiritual preceptors must render that ministration only to the persons of his own territory and fasten for him his kanthi. But neither of the two should render such ministration on any person of another territory (diocese) nor fasten his kanthi.
  11. Should any person after having received spiritual ministration desire to become a sadhu or a brahmchari or a white robed Pala, then each of the two spiritual preceptors should make only persons of his own territory (diocese) sadhu or a brahmchari or a white robed Pala. Nor should either receive from such any property they may have whether it be house, or land or garden, or trees or aught else. Such is our command.
  12. No sadhu or a brahmchari or Pala shall at any time make any claim to the temples etc that we have given to you.
  13. Abide by my Shikshapatri, and they all, too, holding to their own religious duties prescribed in the Shikshapatri shall serve you. They shall at no time do any improper action bringing them under the censure of the government or other authority. Also, however hard the times may be, they shall subsist by begging alms from our followers, but that shall incur no debt that may fall upon the spiritual preceptor. If any, wittingly or unwittingly, incur a debt then he who incurs it shall himself bear the consequences. Such is our command.
  14. You two, who hold the Gadis, have been appointed spiritual preceptors: hence all Sadhus and Brahmcharis and Palas and all our followers shall always remain obedient to your commands and shall serve you.
  15. Should any person of a sect (belief) other than that of the two spiritual preceptors of the line of Dharmadev be pre-eminent for his knowledge of the Shastras or for his practice of Yoga or for ascetism or self renunciation, or for any other virtue, and if thereby the two ruling spiritual preceptors of the line of Dharmadev be lowered in estimation, nevertheless we command all sadhus and brahmcharis and Palas and all our followers, that in order to the salvation of their souls, they always and forever honor the two ruling spiritual preceptors of the line of Dharmadev, and obey them in thought word and deed. Should one, failing this seek refuge in another and honor him, his soul shall never have happiness in this world or in the world to come but shall suffer extreme pains.
  16. (1) Should any Haribhakt who has been originally a resident in the territory (diocese) of Shri Laxmi Narayan and has received spiritual ministrations from the spiritual preceptor who holds the Gadi of Shri Laxmi Narayan and has had his name enrolled in the books of that spiritual preceptor, have occasion himself to change his domicile, or should his son or grandson or other descendent change his domicile, and removing his goods and chattels; fix his abode within the territory of Shri Nar Narayan; then when the occasion arises for paying as Dharmada the tenth or twentieth part of his income etc, he should pay it to the spiritual preceptor who holds the Gadi of Shri NarNarayan, and regard him as his Guru. That one who originally regarded as his Guru the spiritual preceptor who holds the seat of Laxmi Narayan, and has received spiritual ministration from him, should at a later time, regard as his Guru the spiritual preceptor who holds the seat of Shri NarNarayan and give to him as Dharmada the tenth or twentieth part of his income etc. This should not be held to be a fault. Let there be no doubt entertained on this score, in as much as such is our command. (2) One should not ask back again anything that has previously been given as an offering to God, to the spiritual preceptor who holds the seat of Laxmi Narayan, be it grain, or cash, or cattle, or vehicles, or land, or garden, or storied building, or mansion, or house, or tree, or aught else. In as much it has been given as an offering to God to the spiritual preceptor who holds the seat of Shri Laxmi Narayan, let it remain his and his only; it cannot be transferred.
  17. (1) In just the same way, should any haribhakta who has been originally resident in the territory (diocese) of Shree Nar Narayan and received spiritual ministrations from the spiritual preceptor who hold the Gadi of Shree Nar Narayan, and has his name enrolled in the books of that spiritual preceptor, have occasion himself to change his domicile; and removing his goods and chattels, fix his abode within the territory (diocese) of Shree Laxmi Narayan, then, when the occasion arises for paying as Dharmada the tenth or twentieth part of his income, he should pay it to the spiritual preceptor who holds the Gadi of Shree Laxmi Narayan and regards his as his Guru. Let there be no doubt entertained on this score, in as much as such is our command. (2) One must not ask back again anything that has been given as an offering to God, to the spiritual preceptor who holds the seat of Shree Nar Narayan, be it grain, or cash, or cattle, or vehicles, or land, or garden, or storied building, or mansion, or house, or tree, or aught else. In as much it has been given as an offering to God to the spiritual preceptor who holds the seat of Shri Nar Narayan, let it remain his and his only; it cannot be transferred. Such is our command.
  18. If a girasia (Haribhakt) have a village or land or garden in the territory (diocese) of both (the spiritual preceptors), or if any merchant have shops in the territory (diocese) of both, or if any cultivator have cultivated fields in this territory (diocese) of both, and such person have occasion to give the tenth or the twentieth part of his income accruing from the village or land or garden, or from shop, or field to that spiritual preceptor in whose territory (diocese) the village or land or garden or shop or field is situated. From this he should not deviate. Such is our command.
  19. (1) Should any king or merchant or cultivator or anyone else be resident within the territory (diocese) of Shree Laxmi Narayan, and should he be a follower of ours (Satsangi) or not a follower (kusangi), and further should he be desirous of presenting a free will offering or a votive offering before the blessed Shree Nar Narayan or to any other God, be that offering of grain, or cash, or cattle, or vehicles, or raiment or rubies , or pearls, or jewels, or gravel or stone or any other moveable article, – let him present it as he pleases; there is no objection to that. However he must not give any object of immoveable nature- be it a village, or land, or garden, or storied building, or mansion, or house, or mango or other tree situated within the territory (diocese) of Shree Laxmi Narayan. (2) But should he happen to make such gift, then the ruling spiritual preceptor of Shree Nar Narayan must not take it, but must say to the donor;- “Should it be incumbent on you to give, then give any immovable object of yours situated within our territory (diocese), or buy some object situated within our territory (diocese) and give that; then we can take it.” However should he insist upon giving some immovable object situated within the territory (diocese) of Shree Nar Narayan, then that present must not be kept for Shree Nar Narayan, but immediately on the spiritual preceptor of Shree Nar Narayan learning of this gift, he must give it to the charge of the ruling spiritual preceptor of Shree Laxmi Narayan.
  20. In just the same way Should any king or merchant or cultivator or anyone else be resident within the territory (diocese) of Shree Nar Narayan, and should he not be a follower of ours or not a follower, and further should he be desirous of presenting a free will offering or a votive offering blessed by Shree Laxmi Narayan or to any other God, be that offering of grain, or cash, or cattle, or vehicles, or raiment or rubies , or pearls, or jewels, or gravel or stone or any other moveable article, – let him present it as he pleases; theere is objection to that. However he must not give any object of immoveable nature- be it a village, or land, or garden, or storied building, or mansion, or house, or mango or other tree situated within the territory (diocese) of Shree Nar Narayan. But should he happen to make such gift, then the ruling spiritual preceptor of Shree Laxmi Narayan must not take it, but must say to the donor;- “Should it be incumbent on you to give, then give any immovable object of yours situated within our territory (diocese), or buy some object situated within or territory (diocese) and give that; then we can take it.” However should he insist upon giving some immovable object situated within the territory (diocese) of Shree Nar Narayan, then that present must not be kept for Shree Laxmi Narayan but immediately on the spiritual preceptor of Shree Laxmi Narayan learning of this gift, he must give it to the charge of the ruling spiritual preceptor of Shree Laxmi Narayan. Such is our command and let no one at any time deviate there from.
  21. Should any satsangi or anyone who is not our follower (kusangi), resident within the territory (diocese) of Shri Nar Narayan, give a dinner to the ruling spiritual preceptor of Shri Laxmi Narayan, then the latter should partake of it. There is no objection to that. But whatever may be tendered as a free-will offering or as a votive offering or for friendship’s sake or by way of sale or mortgage or under whatever pretext, – be it a money present (dakshina), or village, or land, or garden, or grain, or cash or raiment, or cattle, or vehicles, or rubies, or gravel, or stone, or jewels, or storied building, or house, or other structure, or mango tree, or other tree – this must not be taken. Should one out of affection force a gift and it can not but be accepted, then the spiritual preceptor of Shree Laxmi Narayan must not retain for himself, as soon as he know, he must give it into the charge of the ruling spiritual preceptor of Shree Nar Narayan.
  22. Just in the same way, Should any follower of ours (satsangi) or anyone who is not our follower (kusangi), resident within the territory (diocese) of Shri Laxmi Narayan, give a dinner to the ruling spiritual preceptor of Shri Nar Narayan, then the latter should partake of it. There is no objection to that. But whatever may be tendered as a free-will offering or as a votive offering or for friendship’s sake or by way of sale or mortgage or under whatever pretext, – be it a money present (dakshina), or village, or land, or garden, or grain, or cash or raiment, or cattle, or vehicles, or rubies, or gravel, or stone, or jewels, or storied building, or house, or other structure, or mango tree, or other tree – this must not be taken., Should one out of affection force a gift and it can not but be accepted, then the spiritual preceptor of Shree Nar Narayan must not retain for himself, as soon as he know of it, he must give it into the charge of the ruling spiritual preceptor of Shree Laxmi Narayan. Such is our command.
  23. Should any Vaishnava (haribhakta) leaving his household go to earn his livelihood in the territory (diocese) of another (spiritual preceptor) and he have occasion to give as Dharmada a tenth or a twentieth of his income, or aught else, then he must give it to the spiritual preceptor within whose territory (diocese) his wife and children live and his house is situated. Such is our command.
  24. In your native place, the district of Saravar, live the relatives of you, the two ruling preceptors, and their dependants, should they have any. Each of these may receive spiritual ministration from which ever of the two ruling spiritual preceptor he pleases. He shall be the follower (sevak) of that one and honor him as his Guru and there is no objection to his giving what he pleases to that Guru.
  25. In as much as this district is your early home, each one of you may wittingly retain whatever land, garden, storied building, house, or village or aught else you have or that you may buy or hold in mortgage. There is no objection to that.
  26. Save and except your relatives and their dependants, should anyone want to receive spiritual ministration and become a follower, he must have recourse to the ruling spiritual preceptor of Shree Nar Narayan; and whatever he may wish to give be it a village, or land, or garden, or grain, or cash or raiment, or cattle, or vehicles, or rubies, or gravel, or stone, or jewels, or storied building, or house, or other structure, or mango, or other tree, that he must give to the ruling spiritual preceptor of Shree Nar Narayan, in virtue of his relationship to his as Guru and as such the spiritual preceptor should receive it. This is our command.
  27. Of our full knowledge and pleasure we have made equitable distribution and have executed this document after completely satisfying you two spiritual preceptors. In this matter your full brothers have no right or title.
  28. Should any of your full brothers come to you, then you should give them for their expenses what is suitable and what you think right after consultation with the more religious amongst the Sadhus and followers.
  29. As to the matter of succession to the Gadi, one who is your son, or who is the son of any of your brothers of the line of Shree Dharmadev and further who is such as will remain competent in every aspect on matters of religion, and also will be able to cause all the sadhus and all the Brahmcharis and all the followers to keep each in his own path of duty, – such a one you must seat upon the Gadi. Further, you should learn the mind of the more religious of the Sadhus and the more religious of the followers (satsangis) who desire the extension of our sect and are in every respect honest men. Should you also approve of him, and should the party selected be such as prescribed in the books of our belief, then you should seat such a one on each of your Gadi. Should you have more sons than the one on the Gadi, and should they come to you, then having learnt the mind of the Sadhus and followers (satsangis) he should give them for their expenses as has been written above; but over and beyond that none of them has any right or title. Such is our command.
  30. Should any difference arise between you two spiritual preceptors in matters of lending and borrowing or any other transactions and the matter has to be discussed or a Panch has to be appointed for settling the difference, – then no Sadhu or Brahmachari or Pala is to be sent to take part in these proceedings; and he must not wittingly be a party. He having renounced the world (tyagi) is inauspicious in the matter of such proceedings and such proceedings are inauspicious for him as one who has renounced the world (tyagi). With a view to discussion and the holding of a Panch for settling such differences, two men- each having wife and children, honest and pious, living within the territory (diocese) of Shree Nar Narayan, and two such men living in the territory (diocese0 of Shree Laxmi Narayan- should be engaged; they shall bring the dispute to an end.
  31. Should there ever be a dispute of any kind between the ladies of the house of the two spiritual preceptors, then no Sankha Jogi widow shall be sent to speak in the matter and to settle the quarrel, for a widow is inauspicious. From each side women, whose husbands are living, who are honest and religious, shall be entrusted with the matter in dispute. They shall have the case discussed from both sides, and shall terminate the dispute. Such is our command.
  32. To the above effect we have given writings to the two spiritual preceptors. The two spiritual preceptors should always and forever observe whatever commands we have given and cause the same to be observed. Let them at no time make any deviation there from. Whoever deviates from these commands, he betrays our word and betrays his Guru, and he is not of the true stock of Dharmadev.
  33. Our command to all Sadhus and all Brahmcharis and all Palas and all our followers (satsangi) is, that no one at any time deviate from, or cause others to deviate from, what we have here written; they shall always remain obedient to their spiritual preceptors. They shall not let quarrels arise between the two ruling preceptors. He who, misrepresenting matters, brings about quarrels and strife between them, and disobeys our commands, betrays our word and betrays his Guru. He is not ours. Regard him as an outcast (chaandaal),
  34. Written in the Darbar of Khachar Dada Ebhal at the auspicious place of Gadhada on Margashirsh Sudi 15th, Samvat 1883.

Witnesses :

  1. 1 Sadhu Muktanandji
  2. 1 Sadhu Nityanandji
  3. 1 Sadhu Anandanandji
  4. 1 Sadhu Gopalanandji
  5. 1 Sadhu Brahamanandji
  6. 1 Sadhu Mahanubhavanandji
  7. 1 Brahmchari Mulji with all Sadhus and Brahmcharis.
  8. 1 Writer Sukhmuni
  9. 1 Khachar Dada Abhal
  10. 1 Thakkar Ladha Ramji
  11. 1 Gopi Vishvambhar
  12. 1 Bhatt Raghunath Gopi’s Seal

Writer Sadhu ShukMuni:

Singed by

|| Shree ||

Pande Ayodhyaprasad written clauses are correct (Ahmedavad Desh Prat)

Pande Raghuvirji written clauses are correct (Vadtal Desh Prat)