Vadtal Live Darshan

Video embed code not specified.

વડતાલધામનો મહિમા તથા પ્રસાદીના સ્થાનોના દર્શન

(અહીં આપેલા નામ પર ક્લીક કરશો એટલે તે સ્થાન ઓપન થશે.)

વડતાલધામ કેવી રીતે પહોંચશો

સડકમાર્ગ:
car
  • પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા નડિયાદ, નરસંડા થઈને
  • તેમજ વડોદરાથી વાયા વાસદ ચોકડી, બોરિયાવી, નરસંડા થઈને જઈ શકાય,
  • જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
રેલ માર્ગેઃ
train
  • વડતાલનું પોતાનું રેલવે સ્ટેશન છે.
હવાઈ માર્ગેઃ
plan
  • સૌથી નજીકનું એરપોર્ટ છે વડોદરાઃ 49 કિમી,
  • અમદાવાદઃ 58 કિમી.
ભોજનની સુવિધા:
food
  • દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં વિનામૂલ્યે જમવાની સુવિધા ઉપલબ્ધ છે.
  • તદુપરાંત કોઈ યાત્રાળુઓના ગ્રૂપને મોડું-વહેલું થવા પર મંદિરમાં અગાઉથી ફોન પર જાણ કરી દેવાય તો રાત્રે 1 વાગ્યા સુધી તેમની ભોજનશાળામાં પ્રતિક્ષા કરાય છે.
રહેવાની સુવિધા:
train
  • મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ગૃહમાં કુલ 900 રૂમની ઉતારાની વ્યવસ્થા છે. આમાં 500 એસી રૂમ, 400 નોન એસી (સામાન્ય તથા ડીલક્ષ) રૂમનો સમાવેશ થાય છે. આમાં એસી રૂમ માટે દૈનિક રૂ. 500, ડીલક્ષ રૂમ માટે દૈનિક રૂ. 300 અને સામાન્ય રૂમ માટે દૈનિક રૂ. 100નો ચાર્જ લેવાય છે
  • તદુપરાંત દર્શને આવતા ભક્તો માટે અહીં રહેવા માટે આસપાસના ગેસ્ટહાઉસો તથા ધર્મશાળાઓ અને હોટેલોમાં સુવિધા ઉપલબ્ધ છે. આવતા વર્ષ સુધીમાં 1100 રૂમનું આયોજન છે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા વડતાલ બસ સ્ટેન્ડ પાસે જ એક અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલનું સંચાલન કરાય છે જ્યાં કોઈ કેશ કાઉન્ટર જ નથી. એટલે અહીં તમામ પ્રકારની ઈનડોર અને આઉટડોર તબીબી સેવા તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.