Monday, 11 December 2017
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Category Archives: Uncategorized

Satsang Gyan Yagna – Houston,TX (2017)

Satsang Gyan Yagna Swaminarayan
Satsang Gyan Yagna Swaminarayan

કેવા ધ્યાનસ્થ

ધર્મના ધણી ખરા

સંસારની અનેક વિટામણાઓ છે. એ સમસ્યાઓથી સર્વે માનવ ઘેરાયેલા છે. તેમાંથી મુક્ત થવા માટે પ્રભુ ભજન જરૂરી છે.

આ પ્રભુ સ્મરણમાં ધ્યાનની એકાગ્રતા જરૂરી છે. ભજનના કરનારના ઇન્દ્રિઓ, અંત:કરણ ને જીવ એ સર્વ એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય તો એવી એક ઘડી એ અડધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે.

આવા સંપૂર્ણ લક્ષણવાળા આપણા આદી આચાર્યશ્રી ધ્યાનસ્થ શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ હતા. એમની ઇન્દ્રિયોની કોઈ ડગાવી શકે નહી. પરાજય થાય મનનો, તનનો પરંતુ પોતે ડગે નહી, વિક્ષેપ તેને અડી શકતો નહી. એક વાર શાલ ઓઢીને ધ્યાન ધરીને બેઠા હતા. શાલમાં વીંછી ભરાઈ રહ્યો હશે. વાંસમાં ડંખ માર્યા પરંતુ આચાર્યશ્રી તેમના નિયમ મુજબ અડધો પોણા કલાક સુધી સળવળ્યા વિના બેસી રહ્યા ણ પીડા ન વેદના ણ સલાયમાન થવું, બસ એકાગ્ર ચિત્તથી ધ્યાનથી ક્રિયા ચાલુજ રાખી.

ધ્યાનમાંથી નિવૃત થયા શાલ કાઢી નાંખી સેવકને ખંખેરવાનું કહ્યું. ત્યારે તેમાંથી એક વીછી મળી આવ્યો તેમનો વાંસો ડંખથી સોજી ગયો હતો. આવું કઠોર ધૈર્ય તેમણે સંપાદન કર્યું હતું,

કેવી ધીરજ અને શાંતિ! આવી સ્થિત પ્રજ્ઞતા તો સંતોજ મેળવી શકે. પ્રભુ પ્રાપ્તિના માર્ગે ચાલવાનું પ્રથમ સોપાન ધ્યાનની એકાગ્રતા છે. એવી એકાગ્રતા હતી આપણા હતી આપણા આદી આચાર્યશ્રી આયોધ્યાપ્રસાદજી મહારાજમાં.

જાનવરનું ખાણું

સોરઠ દેશને ગુણાતીતાનંદ સ્વામીએ સત્સંગના રંગથી રંગી નાખ્યો છે છતાં હજુ તેનો રંગ ણ લાગ્યો હોય તેવું પણ બન્યું છે.

સોરઠ ધરાનું માળિયા (હાંટીના) ગામ છે. ગામમાં રમો હાંટી રહેતો. દારુ પીતો , માંસ ખાતો,અનેક પાપ ક્રિયાઓ કરતો, હિંસા કરતા અચકાય નહી. કેવું અધમ જીવન! એક દિવસની વાત છે સદગુરુ શ્રીગુણાતીતાનંદ સ્વામી સોરઠ દેશના ગામડા ફરતા ફરતા રામા હાંટીના ગામમાં આવ્યા ગામના ચોરે ઉતારો કર્યો. કથા વાર્તા શરુ થઈ.

કથાની લોકો ઉપર ઘેરી અસર થઈ જીવન પરિવર્તન થવા લાગ્યા. રામો હાંટી સ્વામીજી પાસે આવીને બેસી ગયો સ્વામીજી બહુ ચતુર હતા. અમી ભરેલી મધુર તેની વાણી હતી. રામ ભાઈ ! મારે તમોને પૂછવું છે, તમારી પાસેથી જાણવું છે કે, આપણે લાડુ, સાટા, જલેબી વગેરે સિહને નાખીએ તો એ ખાય કે નહી ? ન ખાય સ્વામી ! એ તો એનું જ ખાણું ખાયને? રામા હાટીએ ઉત્સાહથી જવાબ આપ્યો.

તમે તો રામભાઈ સમજદારો છો જો જાનવર માણસનું ખાણુ ન ખાય અને માણસ જાનવરનું ખાણું ખાય એ કેવું કહેવાય? પશુ કરતા પણ માણસ અધમ? માણસની કોટીને ઉત્તમ કેમ ગણવી?

જાનવરની સમજણ કરતા માણસની સમજણ ઓછી હોય એવું હું માંનું છું રામભાઈ હાટી અવાક બની ગયા હું શું સાંભળું છું? હું કેવી રીતે જીવું છું ? શું ખાઉં છું ? સ્વામી ! મને ક્ષમા કરો ! મને માફ કરો. મને માફ કરો. તમે જે કહો છો એવો માણસ તો હું જ છું સ્વામી! આજથી હું નિયમ લઉ છું સદાચારનો માર્ગ સ્વીકારું છું, માનવને શોભે એવો વ્યવહાર કરવા માંગું છું, દારુ- માંસ છોડું છું. આપણા વર્તમાન દ્રવેલ માર્ગ ઉપર ચાલવા માંગું છું. સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને દંડવત સહ નમન કરી,
અશ્રુભીનીઆંખે પ્રાયશ્ચિત કરવા લાગ્યો છે. ધન્ય છે સોરઠ ધરાના સત્સંગને સહજાનંદી રંગ લગાડનાર આવા સંતને.

બજારના કાટા

સંયમી અને પવિત્ર જીવન ગાળે છે નાની સેવા કરવી ગમે છે. અખંડ ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ જેના હ્રદયમાં વસે છે. આનંદ, ઉત્સાહ અને સેવાની મૂર્તિ એવા જુનાગઢ મંદિરના મહંત સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની આ વાત છે.
સંતો-ભક્તો સાથે સ્વામી મંદિરની વાડીએ જતા વાડીમાં સૌ સંતો-ભક્તો સેવા કરતા.

વાડીએ જયારે જયારે જાય ત્યારે સ્વામી ગામના પાછળના રસ્તેથી જાય. ગામની વચ્ચેથી પણ રસ્તો હતો. ભક્તોએ તે રસ્તે ચાલવા સૂચન કર્યું. સ્વામી! આ સારા રસ્તે ચાલો.

આ રસ્તા ટુંકો છે. સ્વામીજી તરત જ બોલ્યા લાંબો રસ્તો સારો છે? કાંટાવાળો રસ્તો મને ગમે છે સુંદર ટૂંકો અને કાંટા વિનાનો રસ્તો હું પસંદ નહી કરી શકું કારણકે સંતનો માર્ગ જુદો છે.
બજારના કાંટા કરતા સીમના કાંટા સારા. સીમના કાંટા નીકળી જાય. બજારના કાંટા ન નીકળે ભક્તો કાંઈ સમજ્યા નહિ. સ્વામી ! તમે શું કહેવા માંગો છો ?

બજાર માં તો કાંટા નથી.આ બજારના કાંટા એટલે શું?

સ્વામીએ સ્પષ્ટતા કરી બજાર વચ્ચે ચાલીએ ત્યારે સ્ત્રી આદિક રૂપના કાંટા વાગે , રસાસ્વાદના કાંટા વાગે, ગંધના કાંટા વાગે, આ કાંટાઓ વાગ્યા પછી નીકળે ખરા ?

સમજદારી ન હોય તો કદી ન નીકળે. સંન્યાસીઓનો માર્ગ જુદો, તેની સમજણ જુદી, તેની દ્રષ્ટિ જુદી, સ્થૂળ દષ્ટિથી જોનાર ભક્તો આવા સંતનો કઇ રીતે સમજી શકે ?

સ્વામીનો જવાબ સાંભળી ભક્તો અવાક થઈ ગયા. ત્યાર પછી કદી સ્વામીને બજારના રસ્તે ચાલવાનું કહ્યું નહી. સર્વે ભક્તો સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના ચરણમાં પડી ગયા.

વશી કરણ વિદ્યા

વડોદરાના ગાયકવાડ સયાજીરાવ મહારાજાએ એક સંતને પ્રશ્ન પૂછ્યો.

મારી પાસે રાજ્ય,સત્તા,સૈન્ય, ધનાદી બધું જ છે.

છતાં મારી પ્રજા તમારી આજ્ઞા મને છે તેટલી મારી આજ્ઞા નથી માનતી.

હું દારૂ-માંસ અને અફીણ વગેરે છોડાવવા કડક કાયદા કરું છું, પોલીસ રાખું છું છતા યથાવત કાયદા પાલન થતા નથી. તમે વિના કાયદા-પોલીસે વ્યસન છોડાવો છો, જેટલા પ્રેમથી મારી પાસે આવતી નથી.
આનું કારણ શું ?

શું તમારી પાસે વશીકરણ વિદ્યા છે ?

સ્વામીજી કહે : “હા”

મારી પાસે વશીકરણ વિદ્યા છે.

મને ભણાવશો, ગાયકવાડે કહ્યું. જરૂર તો બતાવો એ વિદ્યા સાંભળો રાજા : તમે કહ્યું મારી પાસે રાજ્ય, સત્તા સંપતી છે. “ તો તેનાથી લોકો વશ થતા નથી. જો દ્રવ્યથી વશ થતા હોય તો સર્પ પાસે મણી, છીપ પાસે મોતી, પર્વત પાસે હીરા છે તો લોકો તેને વશ થવા જોઈએ ને? પણ એમ નથી. અને જો બળથી વશ થતા હોય તો આખલો, હાથી, સિંહ અને વશ થવા જોઈએને ? પરંતુ તે લોકોને વશ થયા છે. તો કેવી રીતે વશ થાય છે. વશીકરણ વિદ્યામાં મારી પાસે ક્ષમા, દયા,અહિંસા, ત્યાગ અને પ્રભુની ભક્તિ છે. જો તમારે પ્રજાને
વશ કરવી હોય તો સદ્ગુણ અને પ્રેમથી પ્રજા વશ થાય છે.

તો કેવી રીતે વશ થાય? સયાજીરાવે પૂછ્યું :

સ્વામીજી કહે :-

સદ્ગુણ અને પ્રેમથી પ્રજા વશ થાય છે. વશીકરણ વિદ્યામાં મારી પાસે, ક્ષમા,દયા,અહિંસા, ત્યાગ અને પ્રભુની ભક્તિ છે. જો તમારે પ્રજાને વશ કરવી હોય તો સદ્ગુણ અને પ્રેમ આદિક ગુણો સંપાદન કરીને પ્રજાને વશ કરો. આ વશીકરણ વિદ્યા આપનાર સંત હતા

સ્વામીનારાયણ સંપ્રદાયની ‘મા’ નું બિરુદ મેળવનાર સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી.

કલ્યાણ દાતા શ્રીહરિ

ગામ ગાંફમાં વસ્તો રાવળ કરીને સારા સત્સંગી હતા.

શ્રીજીમહારાજે સૌને કહેલ કે મને નારદજી જેવો કે શુકજી જેવો કહેવો પણ એથી મોટો કહેવો નહીં.

પછી એક વખત ગાંફના રાજા ભાગવતની કથા કરાવતા હતા અને સત્સંગી ને કુસંગી સાંભળવા જતા હતા. વસ્તો રાવળ પણ કથા સાંભળવા સૌની પહેલાં જઈ આગળ બેસતા હતા. પછી પોતાને છીંક આવે ત્યારે ‘સ્વામિનારાયણ’ નામ લે અને બગાસું આવે ત્યારે પણ ‘સ્વામિનારાયણ’ નામ લે.

પછી એક દિવસ દરબારે સૌ સત્સંગીને કહ્યું : ‘વસ્તો રાવળ ભાગવતની કથા સાંભળે છે અને છીંક આવે કે બગાસું આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહે છે. માટે તમે સૌ પૂછો કે રામચંદ્રજી થયા તેમણે સમુદ્ર ઉપર પાળ બાંધી અને રાવણ આદિક રાક્ષસને માર્યા અને શ્રીકૃષ્ણ ભગવાન થઈ ગયા તેમણે કંસાદિક રાક્ષસને માર્યા અને શ્રી ગોવર્ધન પર્વત તોળ્યો તેણે કરીને ભગવાન કહેવાય છે પણ આ સ્વામિનારાયણે એવું શું ચરિત્ર કર્યું છેજેથી ભગવાન કહો છો ?’

ત્યારે વસ્તો રાવળ કહે, ‘તમને ખબર નહીં. રામે તથા કૃષ્ણે જે જે ચરિત્ર કર્યાં તે સ્વામિનારાયણે આજ્ઞા કરી તેટલું જ કર્યું છે પણ તેથી વિશેષ કર્યું નથી.’

ત્યારે મનુભા દરબાર બોલ્યા જે, ‘લ્યો જુ ઓ, રાવળજીએ તો સૌના કારણ સ્વામિનારાયણને કહ્યા.’

પછી સરવે હરિભકતે રાવળજીને કહ્યું જે, ‘મહારાજે ના પાડી છે તે તમે કેમ સર્વોપરી કહ્યા ?’

ત્યારે વસ્તો રાવળ કહે જે, ‘હું તો મહારાજને જેવા જાણું છુ તેવા કહીશ.’

ત્યારે હરિભક્ત કહે, ‘તમે વિમુખ છો, મંદિર આવશો નહીં.’

વસ્તો રાવળ કહે, ‘મારે મંદિર આવ્યા વગર રહેવાશે નહીં.’

પછી થોડાક દિવસ થયા તે વારે શ્રીજીમહારાજ વરતાલ પધારતા હતા તે ગાંફને પાદર આવ્યા અને સૌ હરિજન મહારાજની પાસે જઈને પગે લાગ્યા અને વસ્તો રાવળ છેટે ઊભા રહીને પગે લાગ્યા.
ત્યારે મહારાજ કહે, ‘રાવળજી, ઓરા આવોને !’

ત્યારે હરિભક્તો કહે, ‘મહારાજ, અમે તેમને વિમુખ કર્યા છે.’