Monday, 20 November 2017
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Akshar Na Vasi Vahlo – Guj

Akshar Na Vasi Vahlo

અક્ષરના વાસી વહાલો

colorbar

અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર,
નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ…અક્ષર – ટેક

અવની પર આવી વહાલે સત્સંગ સ્થાપ્યો,
હરિજનને કોલ કલ્યાણનો આપ્યો રાજ…અક્ષર – ૧

પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ,
હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ…અક્ષર – ૨

બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે,
પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ…અક્ષર – ૩

દેવના દેવ વહાલો ધામના ધામી,
પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી રાજ…અક્ષર – ૪

પ્રેમાનંદનો વહાલો આનંદકારી,
પોતાના જનની વાલે લાજ વધારી રાજ…અક્ષર – ૫