આજે ભગવાનના મહાન ભક્ત જેમને દરેક આવતારોની સેવાનો લાભ મળ્યો છે અને સેવાથી પ્રભાવિત થઇ  ભગવાન રામચંદ્રજીએ જેમને ચિરંજીવી થવાનો વરદાન આપ્યું તેવા રામભક્ત શ્રી હનુમાનજી મહારાજનો આજે જન્મદિન છે..

હનુમાનજી મહારાજથી તો કોણ અજાણ હોય પંરતુ આજે તેમના જન્મદિને તેમાં ગુણોને યાદ કરી પ્રાર્થના કરીએ કે આપના જેવા ગુણો અમારામાં પણ આવે અને ભગવાનને રાજી કરવાનું તાન છે તેવું તાન અને તાલાવેલી અમને પણ થાય

ભગવાનશ્રી સ્વામિનારાયણ જન્મ પહેલા તેમના માતા પિતા ધર્મદેવ અને ભક્તીમાતાને જયારે અસુરો ઠાકો દુખ આવ્યું ત્યારે ધર્મદેવ અયોધ્યામાં હનુમાંનગઢી ગયા અને ત્યાં એક પગે ઉભા રહી હનુમાનજીની સ્તુતિ કરી હતી, પછી ધર્મદેવને હનુમાનજીએ દર્શન આપી સાંત્વના આપી અને વૃંદાવન જવા માટે કહ્યું હતું.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે સારંગપૂરનું હનુમાનજી મંદિર દેવ વિદેશના શ્રદ્ધાળુનાં આસ્થાનું કેન્દ્ર છે ઉપરાંત સ્વામિનારાયાણ સંપ્રદાયના દરેક મંદિરોમાં હનુમાનજીનું સ્થાન હોય અને શિક્ષાપત્રીમાં હનુમાનજીના પૂજન ની આજ્ઞા સ્વયં ભગવાને કરેલી છે, અને મુખ્યરૂપે તો હનુમાનજીદાદા ધર્મકુળનાં કુળદેવતા છે

૬ દિવસના બાળપ્રભુ ઘનશ્યામ મહારાજને જ્યારે કોટરાઓ ભક્તીમાતા પાસેથી છીનવીને લઇ જાય છે ત્યારે ભક્તીમાતાનો સંતાપ ટાળવા માટે હનુંમાજી બાળપ્રભુને લેવા માટે જાય છે

નીલકંઠવર્ણી સ્વરૂપે વન વિચરણ દરમ્યાન પણ શ્રી હરિની સેવામાં હનુમાનજી હતા. પછી તે કાલ ભૈરવને મારવાનો હોય કે પ્રખર તાંત્રિક પીબેકને સબક શીખડાવવાનો હોય ત્યાએ હનુમાનજી હાજર જ હોય. અને વન વિચરણ દરમ્યાન અયોધ્યાવાસીને થયેલા ઘનશ્યામ પ્રભુના વિરહની સાંતવના પણ હનુમાનજીએ જ આપેલી.

ચિત્રકાર : નવીન સોની

Nrusinghanand Swami

શ્રીહરિનાં પાંચસો પરમહંસના તેજસ્વી તારમંડળમાંના એક નૃસિંહાનંદ સ્વામી ‘અયોધ્યા’ ના વતની હતા. તેમણે બાર વર્ષ સુધી રામજી મંદિરમાં રામચંદ્ર ભગવાનની સેવા કરવી, એવો નિયમ ધારીને ત્યાં ઠાકોરજીની સેવા કરતા હતા. તે વખતે એક વૈરાગી દ્વારકાની યાત્રા કરીને તે રામજી મંદિરમાં આવેલા.તે જ વખતે પ્રગટ પ્રભુના નામના પ્રતાપથી તે મંદિરમાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો. તે નિંદા કરે ત્યારે પ્રકાશ બંધ થઈ જાય. એમ ચાર-પાંચ વાર પ્રકાશ થયો અને બંધ થઈ ગયો.

નૃસિંહાનંદ સ્વામીને તે પ્રકાશ જોઈને વિચાર થયો કે જેનું નામ લેવાથી દિવ્ય પ્રકાશ થઈ જાય છે તે તો જરૂર ભગવાન હોવા જોઈએ. માટે તે ભગવાનને પ્રાપ્ત કરૂં નહીં તો આ જન્મ વ્યર્થ  થશે. નૃસિંહાનંદ સ્વામીએ ભગવાનની સેવા બીજા વૈરાગીઓ ને સોંપીને ત્યાંથી ચાલી નીકળ્યા. તેઓ તીર્થ કરતા કરતા દ્વારકામાં આવ્યા. ત્યાં રણછોડજીના દર્શન કર્યા  અને લોકોને પૂછ્યું કે ‘‘અહીંકોઈ મોટા પુરૂષ છે? તેઓએ કહ્યું કે માંડવી(કચ્છ)માં ખયો ખત્રી સત્પુરૂષ છે.

તેઓ ખયાને સત્પુરૂષ જાણીને મળ્યા. ત્યારે ખયે પૂછ્યું કે સાધુ રામ ભેખ શા સારુ લીધો છે? ત્યારે કહ્યું કે‘‘ ભગવાનને પ્રાપ્ત કરવા માટે, તમને સત્પુરૂષ જાણીને હું તમારી પાસે આવ્યો છું. માટે મને ભગવાન બતાવો. ત્યારે તેણે કહ્યું કે ‘‘હકડો નિરાકાર બ્રહ્મ જોઈતો હોય તો હું બતાવું પરંતુ મૂર્તિમાન સાકાર બ્રહ્મ જોઈતો હોય તો ભૂજમાં ગંગારામ મલ્લને ઘેર છે.

પછી તેઓ ભૂજમાં ગંગારામ મલ્લને ઘેર ગયાને ત્યાં પ્રભુ શ્રીહરિના દર્શન થયાંને તરત સમાધિ થઈ ગઈ. સમાધિમાં અક્ષરધામમાં શ્રીહરિના દર્શન થયા. સમાધિમાંથી જાગીને શ્રીહરિને દંડવત્‌ પ્રણામ કરીને કહ્યું કે ‘‘મહારાજ! આપ શ્રીમળ્યા. મારો મનુષ્ય જન્મ સફળ થઈ ગયો, હવે મને તમારો સાધુ બનાવો. પછી મહારાજે તેમને દીક્ષા આપી સાધુ કર્યા  અને ‘‘નૃસિંહાનંદ’’ નામ પાડ્યું અને ત્યાં જ મહારાજ સાથે રહ્યા.”

એકવાર નૃસિંહાનંદ સ્વામી ફળિયામાં લઘુશંકા કરીને પાછા આવતા લડથડી પડયા. તે બળદીયાના શિંગડામાં વચાળે આવી ગયા તે વખતે નૃસિંહાનંદ સ્વામીએ મનમાં જાણ્યું જો બળદ ઉભો થાશે કે આઘુ પાછું માથું કરશે તો જીવાશે નહિ તેથી પ્રભુ સ્મરણ કર્યું અને પાળાઓ સ્વામીનું ભજન સાંભળીને દોડી આવ્યા. ને સ્વામીને બળદના શિંગડા વચ્ચેથી કાઢી લીધા. પછી સ્વામી કહે ‘‘આ બળદને અમે ધામમાં તેડી જશું. ફરી જન્મ લેવો નહીં પડે.’’

આવા પરહિતેચ્છુ નૃસિંહાનંદ સ્વામી નિર્માની, નિખાલસ, ત્યાગપ્રધાન ભાવના વાળા હતા. ઘણા કષ્ટો સહન કરીને દુર સુદૂર અંતરિયાળ પ્રદેશમાં સત્સંગ પ્રચાર પ્રસર કરતા. છેલ્લી અવસ્થામાં ગઢપુરમાં રહીને જીવન વ્યતીત કર્યું હતું.

 

Nathji Bhakt

જેના નામના ઈતિહાસનો ઉલ્લેખ કર્યા વિના વડોદરા સત્સંગનો પ્રાચીન ઈતિહાસ અધૂરો રહી જાય એવા શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાન ભક્ત હતા નાથજી ભક્ત. એા ભક્તે અનેક અગ્નિ પરીક્ષાઓ આપીને પોતાના જીવનને વધુને વધુ શુદ્ધ કરેલું.

ઉત્તમ કસબી કલાકાર નાથજી ભક્ત કાપડ વણવાનો વ્યવસાય કરતા. રાજવીને શોભે તેવા કાપડને વેંચતા ત્યારે ખાસ ઓફર કરતા. આ કાપડ તમે શ્રીજી મહારાજના શણગાર માટે ખરીદોતો મારી મજૂરી નહિ લઉં. પરિણામે વડોદરાથી મહારાજને રાજવી પોશાકો મળતા રહેતા.

એકવાર ગઢપુર સમાગમ કરીને નીકળેલા નાથ ભક્તને બોલાવવા શ્રીહરિએ પાર્ષદને મોકલ્યો. તે વડોદરા વિશ્વામિત્રી નદીના બ્રીજ પર મળ્યા. તેણે મહારાજનો આદેશ સુણાવ્યો ત્યારે આ ભક્ત ઘર અતિ નજીક હોવા છતાં ત્યાંથી જ પાછા ગઢપુર ગયા. વચન પાલનનો કેવો ખટકો. મહારાજને જ્યારે ખબર પડીકે નાથજી ભક્ત વિશ્વામિત્રીના બ્રીજ પરથી પાછા આવ્યા છે ત્યારે અતિ રાજી થયેલા.

છતાં ઉત્તમ ભક્તની કસોટી કરવા કપરું પેપર કાઢીને મોકલી આપ્યું. એક વ્હાલો ૧૬ વર્ષનો યુવાન દિકરો મૃત્યુ પામ્યો. ત્યારે નાથ ભક્તે પોતાના પુત્રના અક્ષરવાસનો ઉત્સવ મનાવીને સાકર વહેંચીને ફર્સ્ટ કલાસ પાસીંગ સર્ટીફિકેટ મેળવ્યું. એમના પત્ની ધામમાં ગયા છતાં નરસિંહ મે‘તાની જેમ હરિભજન કરેલુ.’ આ નાથભક્તને સત્સંગના પક્ષ ખાતર જેલમાં પૂરેલા ત્યારે સ્વયં શ્રી હરિએ દર્શન દઈને થાળ જમાડેલો. ગઢપુરમાં મંદિરની ગાયોને કસાયને ત્યાંથી છોડાવવા ગયેલા ત્યારે નાથભક્તે નિષ્ઠાના બળે કસાઈઓને પૂતળાં જેવા જડ કરી મૂકેલા. આજ્ઞા ઉપાસનાના પ્રતાપે તેમણે પરચા મેળવેલા પણ ખરા અને પૂરેલા પણ ખરા.

ધન્ય છે આવા નિષ્ઠાવાન નાથ ભક્તને…

Kamda Ekadashi

પુરાણોમાં કથિત “એકાદશ્યાં ન ભૂંજીત પક્ષયોરૂભયોરપિ” આ કથા મુજબ દરેક માહની એકાદશીને અન્ન નહી ખાવું જોઈએ. આ વ્રતથી પહેલા દિવસ એટલે દશમીના દિવસથી જ મગ કે જવ કે ઘઉંથી બનેલા કોઈ પદાર્થ ખાઈ લેકું જોઈએ. બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરી જુદા-જુદા કાર્યોથી નિવૃત હોઈને વ્રતના સંક્લપ લેવું જોઈએ. સંક્લ્પ માટે “મમ અખિલપાપક્ષયપૂર્વક પ્રીતિકામનયા કામદા એકાદશી વ્રત કરિષ્તે” આ મંત્રના મનન કરો .

એનુ અર્થ છે કે હે ઈશ્વર મેં મારા બધા પાપોને ખતમ કરવાના ઉદ્દેશ્ય થે અને સુખપૂર્વક જીવન વ્યતીતે કરવાની ભાવનાથી કામદા એકાદસીના વ્રત  કરીશું. એના પછી ભગવાન નારાયણની પ્રતિમાને પાલનામાં સ્થાપિત કરો અને તેના વિધિપૂર્વક ધૂપ, દીપ, અક્ષત,  વગેરેથી પૂજન અર્ચન અને સ્તવન કરો . આખી રાત જાગરણ કરે ભજન અને સ્ત્વાન કરો અને બીજા દીવસે સ્નાન વગેરે કરી વ્રતના પારણ કરો. ઉપવાસમાં માત્ર ફલાહાર કરો.

કામદા એકાદશી વ્રતકથા  પહેલાના સમયમાં ભોગાવતી નામની નગરીમાં પુંડરિક નામનો નાગરાજા રાજ્ય કરતો હતો. તેની સેવામાં ગાંધર્વો, યક્ષો, અપ્સરાઓ તથા કિન્નરો સદા રહેતા. તે નગરીમાં લલિત નામનો ગાંધર્વ તથા લલિત નામની ગાંધર્વી રહેતાં હતાં. તે બંને પતિ પત્ની હતાં. તે બંને એક બીજામાં ખૂબ આસક્ત રહેતાં હતાં. બંને એકબીજાંને ખૂબ પ્રેમ કરતાં હતાં.એક વખત પુંડરિકની સભામાં લલિત ગીત ગાતો હતો. અચાનક તેને લલિતા યાદ આવી. તેથી તે ગાયનમાં ભૂલ કરવા લાગ્યો. તેના મનની સ્થતિ કર્કોટક નામનો નાગ જાણી ગયો. તેણે પુંડરિક રાજાને લલિતના મનની વાત કહી દીધી.

આ સાંભળી લલિત ઉપર પુંડરિક રાજા ગુસ્સે થયાં. તેમણે તત્કાળ લલિતને શ્રાપ આપતાં કહ્યું કે, હે પાપાત્મા, હે કામી, તું તત્કાળ રાક્ષસ બની જા. શ્રાપ સાંભળતાં જ લલિત મહાભયંકર રાક્ષસ બની ગયો. તે હિમાલય જેવો વિશાળ, કાળા કોલસા જેવો તેનો રંગ, તેનાં લાલચોળ નેત્રો જોઈ ભલભલા ડરી જતા. આ જોઈ લલિતાને ખૂબ દુ:ખ થયું. તે રાત દિવસ પતિને પાછા મૂળ સ્વરૂપમાં લાવવાના વિચાર સાથે લલિતની પાછળ પાછળ ફરવા લાગી.લલિત રાક્ષસ સામે જે મળે તેને ખાઈ પેટનો ખાડો પૂરતો હતો.

આમને આમ બંને ફરતાં ફરતાં વિદ્યાચળ પર્વત ઉપર પહોંચી ગયાં. ત્યાં તેમણે ઋષ્યશૃંગ મુનિનો આશ્રમ જોયો. ત્યાં જઈ તેમણે મુનિને ભાવથી પ્રણામ કર્યા. પોતાનું વિતક કહ્યું. આ સાંભળી દયાના સાગર ઋષ્યશૃંગ મુનિએ તે બંનેને ચૈત્ર સુદ અગિયારશ કે જે કામદા એકાદશીથી ઓળખાય છે. તે કરવા જણાવ્યું.તે બંનેએ ચૈત્ર સુદ અગિયારશ આવતાં ખૂબ ભાવથી તે એકાદશી કરી. તેનું તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુનાં ચરણોમાં અર્પણ કયુ. જેનાં પુણ્યપ્રતાપે તે જ વખતે લલિતનું સ્વરૂપ પહેલાં હતું તે કરતાં પણ વધુ દિવ્ય થઈ ગયું.

લલિતા પણ ઇન્દ્રાણીની જેમ શોભવા લાગી. આ પછી તેઓ પાછાં ભોગાવતી નામની નગરીમાં આવ્યાં. તેમને જોઈ પુંડરિક ખુશ થઈ ગયો. તેણે સર્વ વૃત્તાંત તેમની પાસેથી સાંભળી પાછો લલિતને સેવામાં લઈ લીધો. આજે શું કરવું ખૂબ સંયમિત જીવન જીવવું. મન તથા ઇન્િદ્રય પર કાબૂ રાખવો. ઉપવાસ કરવો. ભગવાન વિષ્ણુને લવિંગ અવશ્ય ધરાવવાં.   વ્રતનું ફળ: આ એકાદશી કરનાર મનુષ્યનાં અનંત પાપ બળી જાય છે. તેનાં પુણ્યથી નિ:સંતાનને સંતાન થાય છે. મનના મનોરથ પાર પડે છે.

 

Harisharma

જેમની પર સતત પ્રભુકૃપા અને સંતકૃપા વરસી છે. જેમણે સતત દિવ્યાનંદને ભોગવી માયિક સુખોનો ત્યાગ કરી હરિવરમાં હેત કર્યું હતું. જેમની પરમ સમૃદ્ધિનાં દિવ્ય વિચાર બીજો આજે પણ તેમની પરંપરામાં જોવા મળે છે. તે હરિશર્મા ઉમરેઠ ગામના વતની હતા. તેમના પિતાશ્રીનું નામ ઘેલાભાઈ હતું. તેઓ પૂર્વ જન્મના બલિષ્ઠ સંસ્કાર વાળા શુદ્ધ મુમુક્ષુ હતા. બાળવયથી જ તપ-ત્યાગ, ધર્મ નિયમ પાળી પ્રભુની ભક્તિ કરતા. કોઈ પવિત્ર સંત-મહાત્મા મળે તેનાં દર્શન સેવા સમાગમ કરતા હતા. ને સતત પ્રભુ મિલનની આશ રાખતા.

સમય જતાં યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીનો ભેટો થયો. તે સદ્‌ગુરુના અનન્ય સેવક બની તેમની સેવા કરીને ગોપાળાનંદ સ્વામી પાસે જ શાસ્ત્ર અભ્યાસકર્યો.તે સદ્‌ગુરૂનાં આશીર્વાદ રૂપી વારિ મળતાં હરિશર્માના જીવનમાં ઐહિક અને પારલૌકિક જ્ઞાનપુષ્પ પુલકિત થયાંને શ્રીહરિના કૃપા પાત્ર વિપ્રવર્ય બન્યા.

શ્રીહરિ શુભ પ્રસંગનાં દરેક મુહૂર્તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હરિશર્મા પાસે કઢાવતા. વરતાલ તથા ડભાણનાં યજ્ઞોમાં મુખ્ય આચાર્ય તરીકે હરિશર્માને જ નિમ્યાં હતા.

હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજ તેની નોંધ લેતા લખે છે કે-

                                                કૃપાશંકર જે વિદ્વાન તેનુ વરૂણ કર્યું બ્રહ્મસ્થાન,

                                                ભલા બ્રાહ્મણ જે હરિભાઈ કિધા આચાર્ય તે યજ્ઞમાંઈ.

શ્રીહરિ ચરિત્રમાં પણ અખંડાનંદ વર્ણી લખે છે કે જ્યારે વરતાલમાં જલઝીલણીનો સમૈયો થયો. ત્યાં વેદનો પાઠ કરીને ઘંટનાદ કરતા શ્રીહરિશર્મા અને શ્રી કૃપારામ બંને વિપ્રોએ હાથમાં પૂજાપાનાં પાત્ર લીધા હતા.

હરિશર્માના ઇતિહાસમાં કોઈ પ્રસંગની પ્રાપ્તિ થઈ નથી પરંતુ પરંપરાગત સાંભળેલ એક પ્રસંગ અતિ રોચક છે.

રામપ્રતાપજી મહારાજના બંગલાની સામે બનાવેલ યજ્ઞમંડપમાં હરિકૃષ્ણમહારાજ, શ્રીકૃષ્ણ, રાધિકા, લક્ષ્મીજી, નારાયણ, વાસુદેવ, ધર્મદેવ, ભક્તિમાતા આ આઠમૂર્તિઓ અતિશય ભારે હોવાથી સંતો ભક્તોને લઈ જવા તકલીફ થાતી. શ્રીહરિના હસ્તે યજ્ઞનો પ્રારંભ થયો. તે વખતે હરિશર્મા શાંતિ-સૂક્ત્‌ના મંત્રો ઉચ્ચાર્યા ને તે પવિત્ર બ્રાહ્મણના મુખે ઉચ્ચારેલ મંત્રનાં પ્રભાવથી તે અષ્ટમૂર્તિઓ શ્રીજી મહારાજની પ્રદક્ષિણા કરીને મંદિરમાં બિરાજમાન થઈ હતી.

હરિશર્મા સ્વભાવે નિખાલસ, નિષ્કપટ અને ઋજુતા યુક્ત હતા. સમય આવે ત્યારે ભગવાનના ભક્તની સેવા પણ ખૂબજ ભાવે કરતા. તેઓને જગતની આસક્તિ, મોહ કે મમત્વ એ બધા દોેેષો નિર્મૂળ થયા હતા. ને સહજ જ્ઞાન અખંડ હતું આવા ભક્તરાજે નિર્દોષ અને નિષ્કામ ભાવે સત્સંગની સેવા કરી પ્રભુજીનો રાજીપો ખૂબ પ્રાપ્ત કર્યો. અત્યારે પણ એમની પરંપરામાં ઈશ્વરભાઈ અને જગદીશભાઈ બન્ને દેશમાં પ્રતિષ્ઠા, યજ્ઞ, મહાપૂજા આદિ વિધિ કરાવી સંતો-ભક્તોને રાજી કરે છે.

Shree Swaminarayan God,vadtal,gadhada,akshardham,Shri Harikrishna Maharaj,shreeji Maharaj,GangaJal,Shikshapatri,dadakhachar,Sahajanand Swami,Shri Gopinathji Maharaj,kanthi,pooja

ગામ કરીયાણીમાં દાદાખાચર નામના શ્રીજીમહારાજનાં પરમ એકાંતિક ભક્ત હતા. તે દાદાખાચર મંદિરમાં શ્રીજીમહારાજની મૂર્તિને સન્મુખ એક પગે ઊભા રહીને બે હાથ ઊંચા રાખીને મૂર્તિનાં પ્રત્યેક અંગો ધારીને પાંચસેં માળા ફેરવતા હતા. અને દાદાખાચર નિરંતર બાલસ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજની ધાતુની મૂર્તિનું ષોડશોપચારથી પૂજન કરતા હતા.

વળી તે દાદાખાચરને એવો નિયમ હતો જે શ્રીજીમહારાજની મૂર્તિને તથા શ્રીજીમહારાજનાં આચાર્યને તથા શ્રીજીના સંતને તથા શ્રીજીનાં હરિભક્તને માથું નમાવીને પગે લાગતા. પણ કુસંગીને તથા બીજા મતવાદીના બાવાઓને પોતાનું માથું નમાવતા નહિ. એવા નિયમવાળા હતા. એક સમયે ગામ ખસના કનહિરામ બાવાએ ચારેય ધામની યાત્રા કરી.

ગંગાજળ તથા ઘ્રંઠ નામના ખડની કંઠીઓ લઈ પોતાને ગામ આવ્યો. પછીથી તે બાવો ફરતાં ગામોમાં જઈને લોકોને ગંગાજળ આપીને કંઠીઓ બાંધતો હતો તે ફરતો ફરતો કનહિરામ કરીયાણે આવ્યો. તે ગામને ચોરે ડાયરો બેઠો હતો. તે સર્વને ગંગાજળ આપી ને ઘ્રંઠની કંઠીઓ પેરાવી ને યથાશક્તિ તે બાવાને ઊપજ કરી આપી. પછી તે બાવો શ્રીસ્વામિનારાયણનાં મંદિરમાં રહીને શ્રીજીમહારાજનું ભજન કરતાં એવા દાદાખાચર પાસે આવ્યો. તે સમે દાદાખાચર પૂજા કરવા બેઠા હતા.

તેથી બાવા સામું ન જોતાં શ્રીજીમહારાજની મૂર્તિમાં મનની વૃત્તિ રાખીને માળા ફેરવી તથા પ્રદક્ષિણા-દંડવત્‌-શિક્ષાપત્રીનો પાઠ કરીને પૂજામાંથી પરવારીને મંદિરમાં પધરાવેલી મૂર્તિને અષ્ટ અંગે સહિત એકસો ને આઠ દંડવત્‌ કરીને પરવાર્યા ત્યારે દિવસનાં બાર વાગ્યા તો પણ બાવો લોભને લીધે સામો બેસી રહ્યો. તેને જોઈને દાદાખાચરે પૂછ્યું જે બાવાજી ક્યાંથી આવો છો ? ત્યારે તે કહે જે હું ચારેય ધામની યાત્રા કરીને ફરતાં ગામોમાં ગંગાજળ તથા કંઠીઓ આપીને અહીં આવ્યો.

અહીંયાં પણ ડાયરાને ગંગાજળ તથા કંઠીઓ આપી તેમણે પોતાની શક્તિ પ્રમાણે મને ઊપજ કરી આપી. તમે પણ ગંગાજળ તથા કંઠી લ્યો ને મારી આશા પૂર્ણ કરો. આવું બાવાનું વચન સાંભળીને કહે જે હું હમણાં ગઢડે ગયો હતો. ત્યાંથી પ્રત્યક્ષ પુરુષોત્તમ શ્રીસહજાનંદસ્વામીનું પ્રસાદીનું જળ લાવ્યો છું તે જળનું હું કાયમ પાન કરું છું. ને મારા ગળામાં તુળસીની કંઠી શ્રી ગોપીનાથજીની પ્રસાદી કરાવીને પેરેલી છે.

તેથી હું ઘ્રંઠની કંઠી નહિ પેરું. આવું વચન સાંભળીને બાવો કહે જે મને બહુ ખોટું લાગે છે માટે ગંગાજળ લ્યો. પણ કંઠી તો પેરવી પડશે. તે વખતે દાદાખાચર કહે જે આ મારા ઢીંચણને પેરાવ્ય. તે બાવો કહે જે તમે મારી મશ્કરી કરો છો. ત્યારે દાદાખાચર કહે જે તમારી કંઠી મારા ઢીંચણ સુધી પણ ક્યાંથી ? હું પ્રત્યક્ષ શ્રીસ્વામિનારાયણ ભગવાનનો ઉપાસક છું માટે તારો મોક્ષ કરવો હોય તો મારા ઢીંચણને પેરાવ્ય.

નહિંતર જેમ આવ્યા તેમ ચાલ્યા જાઓ. ત્યારે બાવો કહે જે હું કનહિરામ, ત્યારે દાદાખાચર કહે હું કરીયાણાનો દાદોખાચર તે હું તમારી આગળ માથુ નમાવું નહિ. હું કંઠી તમારી પેરું ત્યારે તમારી આગળ મારું માથુ નમાવવું પડે. માટે મારો લીધેલ નિયમ જાય એમ કહ્યું ત્યારે બાવાને રીસ ચઢવાથી ચાલ્યો ગયો. જો દાદાખાચરને પાકો નિયમ હતો તો બીજાની કંઠી ધારણ કરી નહિં તેમ બીજાને માથું નમાવ્યું નહિ. એવા તે સર્વોપરી નિયમ પાળવાવાળા હતા. આપણે પણ તેમના જેવો નિયમ રાખવો, જેથી શ્રીજીમહારાજ રાજી થાય. ને અંતકાળે હસીને અક્ષરધામમાં લઈ જાય. તેવો નિયમ અવશ્ય રાખવો.

Jivuba

પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણએ ભલખાચરના પરિવારની પ્રેમદોરીએ બંધાઈને પોતાનું ઘર માનીને ગઢપુરમાં રહ્યા. તે એભલબાપુના મોટા સુપુત્રી જીવુબા. એભલબાપુને સંતાન થતાં પણ જીવતા નહી. સંવત્‌ ૧૮૪૧માં તેમને ત્યાં પારણું બંધાયું. એ દીકરી જીવી ગયા એટલે તેમનું નામ પડ્યું ‘‘જીવુબા’’

જીવુબા નાનપણથી જ ગુણિયલ અને ભક્તિભાવ વાળા હતા. પ્રભુની સેવામાં અતિ પ્રેમ રાખતા. જીવુબાને શ્રીહરિના પ્રથમ દર્શન કર્યાને હરિના સ્વરુપમાં લગન લાગી. અને હરિવરને વરી અખંડ સૌભાગ્યવતી થવાનો નિર્ણય કર્યો.. છતાં પણ એભલબાપુએ તેમના લગ્ન કુંડળના દરબાર હાથિયા પટગર સાથે કર્યા. લગ્ન કર્યા છતાં સંસાર છોડી ત્યાગમય અને ભક્તિમય જીવન ગાળી સાંખ્યયોગી બહેનો માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. કાઠી દરબારની દીકરીઓ પરણ્યા પછી સાસરે ન જાય એ જમાનામાં દુષ્કર હતું. છતાં પણ જીવુબાનો નિશ્ચય અડગ હતો.

શ્રીજી મહારાજની કીર્તિ અને પ્રશંસા સર્વત્ર ફેલાઈ રહી હતી. ત્યારે વખત સિંહજીના કહેવાથી લાડુદાન શ્રીજીમહારાજની પરીક્ષા લેવા ગઢપુર આવ્યા. લાડુદાનજી વિદ્યા, સૌંદર્ય અને બુધ્ધિના ગર્વ સાથે શ્રીહરિની પરીક્ષા કરવા ગઢપુર પહોંચ્યા, પણ તેમના સંકલ્પો સર્વજ્ઞ પણે પુરાકરી શ્રીજીમહારાજે તેમને સ્વવશ કર્યાં! હા, હજુ આભૂષણો રેશમી વસ્ત્રો કે અંતરમાં ભરેલા વિદ્યાના અહંનો ત્યાગ નો’તો કર્યો! મહારાજે અદ્‌ભુત યુક્તિ વિચારી. કવિરાજને કહ્યુંઃ લાડુદાનજી, તમે તો વિદ્યાના ભંડાર છો. આ દાદાખાચરની બહેનોને સમજાવો કે ગૃહસ્થા શ્રમમાં રહે, જેથી અમારું ખરાબ ન દેખાય.

કવિવરે તો રમત વાત માનીને દરબારગઢમાં પડદો નંખાવી જીવુબા પાસે બેઠા, લાડુદાને વાત શરૂ કરીને ધીરે ધીરે સાક્ષાત્‌ શૃંગાર રસને શણ ગાર્યો. શાંતિથી બધું સાંભળીને જીવુબાએ બ્રહ્મચર્યના મહિમાની, માનવજીવનની દુર્લભતાની અને પ્રગટ પ્રભુના યોગની વાત કરી. આ સાંભળી કવિવરનું હૃદય વિંધાઇ ગયું. અહીં કવિતાનો પરાજ્ય થયો અને ભક્તિના તત્વજ્ઞાનનો વિજય થયો. કવિવરનો આધ્યાત્મિક અવતાર શરૂ થયોને આપણને બ્રહ્માનંદ સ્વામીની ભેટ મળી.

જીવુબા સંપ્રદાયમાં ‘‘મોટીબા’’ તરીકે જાણીતા હતા.શ્રીજી મહારાજ તેમની નમ્રતા, સાધુતા, ઈર્ષ્યાનો અભાવ વગેરે ગુણોના વખાણ કરીને તેમને સ્ત્રી ભક્તોમાં શ્રેષ્ઠ ગણાવતા. જીવુબા દિલના ઉદાર હતા. દરબારમાં એમની પ્રેરણાથી આશરે દોઢસો જેટલી સાંખ્યયોગી બહેનો હતી. અને સર્વબાઈઓના યોગક્ષેમની સંપૂર્ણ જવાબદારી જીવુબા ઉપાડતા.

“હરિચરિત્રામૃતસાગર” માં આધારાનંદ સ્વામી જીવુબા વિશે કહે છે કે જીવુબાનો સ્વભાવ સારો હતો કે સાંખ્યયોગી સર્વેબાઈઓ તેમને વિશે ગુરુભાવ રાખતા. બધાને સત્સંગ થાય એવા પ્રેમથી બાઈઓને વાતો કરતા. વાત કરતા પોતાનામાં અપાર ગુણો હતા. તેની કયારેય વાતો કરતા નહીં અને બીજા સત્સંગીઓના ગુણો વિખ્યાત કરતા.

શ્રીજી મહારાજ અક્ષરધામમાં ગયા પછી જીવુબા ગોપીનાથજી મહારાજના ત્રિભંગી યુક્ત દર્શન કરતા ત્યારે તે સ્વરૂપ એકાકાર બની જઈને સાક્ષાત્‌ પુરૂષોત્તમ નારાયણ રૂપે દર્શન દેતા. આવી અનુપમ તાદાત્મ્ય ભક્તિ કરતા કરતા સંવત્‌ ૧૯૧૬ માં જેઠ સુદ છઠના રોજ જીવુબાએ બ્રહ્મ ગતિ પ્રાપ્ત કરી.

ગઢપુરમાં લક્ષ્મીબાગમાં શ્રીજી મહારાજની સમાધિની નજીક જીવુબાનો ઓટો છે. આજે પણ દુઃખી સ્ત્રીઓ પોતાના દુઃખ દૂર કરવા માટે ગદ્‌ ગદ્‌ હૃદયથી જીવુબાને ખોળો પાથરી વિનંતી કરે છે અને જીવુબા પણ એ શ્રધ્ધાળુઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે.

આવા પરમ તપસ્વિની અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના માતુશ્રી તુલ્ય જીવુબાનાં પવિત્ર ચરણોમાં વંદન…

Laxmiram

લક્ષ્મીરામ ગામ રોહિશાળાના વતની હતા. તેઓ બ્રાહ્મણ હતા. શ્રીજી મહારાજની ખૂબ જ અનન્ય નિષ્ઠા અને સમર્પિત ભાવે તેમની ભક્તિ કરતા. તેઓ દરિદ્ર હતા છતાં પણ દિલ દરિયા જેવું વિશાળ હતું.

ડભાણમાં યજ્ઞ શરૂ થયો.તેથી લક્ષ્મીરામ અને તેના મિત્ર આણંદજી  વાણિયાએ યજ્ઞમાં દર્શન કરવા જવાનું નક્કી કર્યું. પરંતુ લક્ષ્મીરામ પાસે કોડીભાર નયો પણ ન હતો. તેથી તેઓ ગામના ભરવાડ હાજો ગમારો પાસે ગયાને કહ્યું કે મારે મહારાજનાં તથા  ડભાણના યજ્ઞનાં દર્શન કરવા જવું છે, માટે મને કંઈક મદદ કરો.

ભરવાડે કહ્યુંઃ “મારી પાસે તો કંઈ પણ નથી પણ મારી ઘરવાળીના ચાંદીના બાર રૂપિયાના કડલા છે તે તમને આપું. પછી લક્ષ્મીરામે તે કડલા લઈ આણંદજીને ત્યાં ગીરવે મુકી સાત રૂપિયા લીધા. અને તે સાત રૂપિયાની મૂડી નિષ્કામ ભાવે શ્રીજી મહારાજના ચરણે સમર્પિત કરી દીધી. ત્યારે શ્રીજી મહારાજ તે રૂપિયા હાથમાં લઈ ઉછાળીને કહ્યુંઃ ‘‘આનિ ર્ગુણ દ્રવ્ય આવ્યું હોવાથી ડભાણનો યજ્ઞ પૂરો થઈ જશે.’’

લક્ષ્મીરામ તથા આણંદજી ડભાણમાં યજ્ઞ પૂરો થયા પછી પાછા પોતાને ગામ આવ્યાને લક્ષ્મીરામે ઘેર આવીને આણંદજીને ચાંદલો કર્યો એટલે આણંદજીએ તેને દક્ષિણા તરીકે એક રૂપિયો આપ્યો. લક્ષ્મી રામેએ એક રૂપિયાના મરચના બી લઈને હવેજ બનાવ્યો ને વેચ્યો. તેનો વેપાર કરતા કરતા તેની પાસે આઠ હજાર રૂપિયા ભેગા થયા. તેથી તેમણે ગોપીનાથજી મહારાજના મંદિરમાં સેવા માટે આપી દીધા. શ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી આજીવન ગોપીનાથજી મહારાજના મંદિરની સેવા કરી. જ્યાં સુધી ગોપીનાથજી મહારાજના મંદિરની ધજા લહેરાતી રહેશે ત્યાં સુધી લક્ષ્મીરામ જેવા મહાન ભક્તે સમર્પિત ભાવે કરેલી સેવાનો કીર્તિ ધ્વજ ગગનમાં ફરકતો રહેશે. પણ એમની સેવા, સમર્પણ જેવા સદ્‌ગુણો રૂપી સુરભિ સંજીવની રૂપે પણ સત્સંગ સમાજને ચેતના પ્રગટાવી પ્રેરણાનો પૂંજ પાથરતી રહેશે.

Mohanram

વિપ્રવર્ય મોહનરામ વરતાલના વતની હતા. તેઓને જીવનની પાંગરતી વયમાંજ સત્‌ અને અસત્‌ વિવેક સમજીને સત્સંગ થયો. ત્યારબાદ શ્રીહરિને વિષે પ્રીતિ અને અનન્ય નિષ્ઠા થતા પોતાનું જીવન સમર્પિત કરી દીધુ.

શ્રીજીમહારાજ જ્યારે વરતાલમાં મંદિર બંધાવાનો પ્રારંભ કર્યો ત્યારે મોહનરામને તે મંદિરની સંભાળ રાખવા શ્રીજીમહારાજે ભલામણ કરી હતી. તેની નોંધ વિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથમાં લીધી છે.

બોલ્યા પછી મોહનરામભાઈ, તથા હરિશંકર ચિત્ત ચાઈ।

જે જે વસે છે વરતાલમાંય, શક્તિ પ્રમાણે કરશે સહાય॥

વરતાલ મંદિરમાં તેઓનો સમર્પણભાવ અને સેવા અનન્ય હતી જ્યારે નિત્યાનંદ સ્વામી મોહનરામ, હરિશંકર અને વાલાધ્રુને વરતાલ મંદિરનો પથ્થર લેવા ધ્રાંગધ્રા જવા કહે છે ત્યારે ત્રણે ભક્તોના મુખમાંથી શબ્દો નીકળ્યા કે

“સુણી ત્રણે તે ઉચ્ચર્યા સુજાણ, અમે સમર્પ્યા પ્રભુ અર્થ પ્રાણ”

આ રીતે સ્વામીની આજ્ઞા શિર સાટે પાળીને સત્સંગની સેવામાં અર્થ અને પ્રાણ સમર્પિત કર્યા હતા. આવા ભક્તરાજની સેવા અને સમર્પણ ભાવનો કિર્તીધ્વજ યાવચ્ચંદ્રદીવાકરૌ સુધી ફરકતો રહેશે અને અન્યને પ્રેરણા આપતો રહેશે. ધન્ય હો આવા ભક્તરાજને…